જનપદ/માછીમાર

માછીમાર


રાતદિવસનો એકાકાર.
અજવાળાં અંધારા તાકે જળને.
ઝળહળે અંધારું જળઘરમાં.
તીખીનીલ જવાળા વસ્ત્ર થઈ ફરકે વાયરામાં.
અંધારુ નીસરે બહાર
ફેંકે જળમાં જાળ
જાળમાં ભરાય જળ.
અંધારું જળને પાટિયા પર ગોઠવે
છરાથી કાપે
કટકા ગોઠવે
ચૂરો કરે કાળા વરસાદનો
કટકા પર ભભરાવે
શણગારે ફૂલોથી.