જનપદ/સૂર્ય પર ચન્દ્ર પડે છે કુહાડો થઈને

સૂર્ય પર ચન્દ્ર પડે છે કુહાડો થઈને

માંકડાં મયૂર,
ફણાસર્પ તૈલી કોડી ચીપક્યાં ભીંગડાં,
ઘર્ષમાન વન, ભડભડ ખીણો, મીંઢ શ્યામ ખડક દ્રવસ્ત્રાવ
આંખ પડ્યાં ફૂલ એવો શેરીનો કિલકાર.
કાષ્ઠમાં ઊંડે અગ્નિ
એવાં ગરજે ઊર.
ગૂંથપ્રવેશ અવિરત
સર્યા જાય રાસડાં
ગૂંચ વગર ગૂંચાયેલાં
આદિ અન્ત દેખાય
પણ ઊકલે નહિ
ભૂશિર અણિયાળ અડે ઉદરમાં
સામુદ્રધુની પી જાય ભૂમિને.

બધું મચ્યું મચ્યું

એક નસમાં
સૂર્ય પર ચન્દ્ર પડે છે
કુહાડો થઈને.