જનાન્તિકે/સત્તર: Difference between revisions

+નેવિગેશન ટૅબ
(પ્રૂફ રિડિંગ પૂર્ણ)
(+નેવિગેશન ટૅબ)
 
Line 8: Line 8:
એટલે કહું છું ને કે અરણ્યમાં વરસતા વરસાદની વાત કરવા જાઓ અને કહો કે ક્ષિતિજને છેડેને પેલી નિરાકાર નીલિમા આજે વરસાદને ટીપેટીપે પોતાના રહસ્યનું સર્ગબદ્ધ મહાકાવ્ય આપણને સંભળાવી રહી છે તો એ આજની કવિતાના બજારમાં ઊંચા દરનો માલ નહીં ગણાય. પૂનમની સાંજે બાવળનાં ઝાંખરાં વચ્ચેથી ચન્દ્ર પ્રગટ થતો જોઈને એમ કહી બેસીએ કે દાદીમાના કરચલીથી ભરેલા મુખમાંથી બાળકો આગળ પ્રકટ થવાને આતુર એવી પરીકથાના પ્રથમ ઉચ્ચારનો આ ઉચ્છ્વાસ છે તો મોઢું ફેરવીને બધા માંડ હસવું ખાળી રાખ્યાનો ડોળ કરવાના. આમ આપણા જમાનાની કવિતાનાં, જન્મતાં પહેલાં જ, નાકકાન વીંધાઈ ગયા હોય છે. પણ આવી બધી આળપંપાળને આપણું મન ગાંઠતું નથી. સ્મૃતિના ધૂંધળા આભાસમાં માયાવી નગરીના જેવી પડેલી, આપણા જ ભૂતકાળની, પેલી સૃષ્ટિ પદે પદે વર્તમાન સાથે રાસાયણિક સંયોગ સિદ્ધ કરી અનુભૂત સંવેદનાઓથી આપણને સદા મૂંઝવતી રહે છે. એને માટે આપણે હિઝરાતા હોઈએ છીએ. કવિતામાં આ હિઝરાવાનો પણ સ્વાદ ભરેલો હોય છે. કાંજી કરેલા અસ્ત્રીબંધ કપડાંનું અક્કડ કડકપણું Crispness જ હમેશા રુચે એવું નથી. પવનમાં ખભા પરથી સરી જઈને ફરફરતો શિથિલ પાલવ નથી ગમતો એમ કયો કવિ જીવ છાતી પર હાથ મૂકીને કહી શકશે? એકાધારાપણું, એકસૂરીલાપણું ટાળવું હોય તો કોઈકે ગાળ ખાઈ લઈને, હડધૂત થઈને પણ ‘ટાગોરવેડા’ કરવાનું માથે લેવું જોઈએ. ટાગોરે ‘કાલિદાસવેડા’ નથી કર્યાં? ને કાલિદાસે ‘વાલ્મીકિવેડા’ નથી કર્યા. વધુ માટે પૂછો એલિયેટને.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = સોળ
|next = અઢાર
}}