જયદેવ શુક્લની કવિતા/પ્રતીક્ષા

From Ekatra Wiki
Revision as of 00:58, 29 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''પ્રતીક્ષા'''</big></big></center> <poem> ઘડિયાળનો કાચ ચોખ્ખો કર્યો. ઊંધ લૂછી લૂછીને સાફ કરી. પુસ્તકો ‘વ્યવસ્થિત’ ગોઠવ્યાં. પંખા પર જામેલી ધૂળ ઉડાડી. બહાર ‘ચરતી’ પેનોને પેન-સ્ટેણ્ડમાં સજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રતીક્ષા

ઘડિયાળનો કાચ ચોખ્ખો કર્યો.
ઊંધ લૂછી લૂછીને સાફ કરી.
પુસ્તકો ‘વ્યવસ્થિત’ ગોઠવ્યાં.
પંખા પર જામેલી ધૂળ ઉડાડી.
બહાર ‘ચરતી’ પેનોને પેન-સ્ટેણ્ડમાં સજાવી.
ખીંટીની છાપવાળાં કપડાં હૅન્ગર પર ઝુલાવ્યાં.
દાઢી માંજી.
સ્ટવની દીવેટ ખેંચી.
ઘડિયાળમાં જોયું.
સામેની બારીના સળિયા ગણ્યા :
એક...બે...ત્રણ...
ફરી જોયું.
શેરીના પગરવને સૂંઘ્યા કર્યો.
ઘડિયાળનો કાચ ઘસી ઘસીને લૂછ્યો.
ચાવી આપી.
ટક્...ટક્...ટક્...
ટક્...