ટોળાં અવાજ ઘોઘાટ/૨૪- જેમ કે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૪- જેમ કે| }} {{Poem2Open}} જેમ કે ટામેટાં યાદ આવે છે લાલઘૂમ દેશી, મોટાં મોટાં, મારા ગામની વાડીઓમાં ઊગતાં. ટામેટાને બચકું ભરતાં થતો રસકીય અનુભવ, અશબ્દ સળવળે છે જીભ ઉપર- સ્પર્શ પણ ભળેલો છ...")
 
()
 
Line 6: Line 6:
દેશી, મોટાં મોટાં, મારા ગામની વાડીઓમાં ઊગતાં.
દેશી, મોટાં મોટાં, મારા ગામની વાડીઓમાં ઊગતાં.
ટામેટાને બચકું ભરતાં થતો રસકીય અનુભવ, અશબ્દ
ટામેટાને બચકું ભરતાં થતો રસકીય અનુભવ, અશબ્દ
સળવળે છે જીભ ઉપર-
સળવળે છે જીભ ઉપર—
સ્પર્શ પણ ભળેલો છે, રૂપ પણ ભળેલું છે,
સ્પર્શ પણ ભળેલો છે, રૂપ પણ ભળેલું છે,
ગંધ પણ ભળેલી હશે અતિ સૂક્ષ્મ ટામેટાની
ગંધ પણ ભળેલી હશે અતિ સૂક્ષ્મ ટામેટાની
અને એથી યે સૂક્ષ્મ ભળેલો હશે-
અને એથી યે સૂક્ષ્મ ભળેલો હશે—
બચકું ભરાતાં અનુભવાયેલો અવાજ-
બચકું ભરાતાં અનુભવાયેલો અવાજ—
‘રાજ તમે ઊંચકો ટામેટું અવાજનું’ એવી પંક્તિ ઊપસી આવી.
‘રાજ તમે ઊંચકો ટામેટું અવાજનું’ એવી પંક્તિ ઊપસી આવી.
-અવાજનું ટામેટું ઊંચકાયું છે આમ
—અવાજનું ટામેટું ઊંચકાયું છે આમ
કલ્પનાની હથેલીમાં-
કલ્પનાની હથેલીમાં—
તેને બચકું ભરું છું મનોમન, એકાન્તમાં, અંદર-
તેને બચકું ભરું છું મનોમન, એકાન્તમાં, અંદર—
એવી આ ચૈતિસિક સ્થિતિને ચિત્રિત કરવાની ઇચ્છા
એવી આ ચૈતિસિક સ્થિતિને ચિત્રિત કરવાની ઇચ્છા
આશ્ચર્યલુબ્ધ છે-
આશ્ચર્યલુબ્ધ છે—
લુબ્ધ, ક્ષુબ્ધને ખેંચી લાવી, સમંદરની ક્ષુબ્ધતાને
લુબ્ધ, ક્ષુબ્ધને ખેંચી લાવી, સમંદરની ક્ષુબ્ધતાને
ચેતનામાં ફેલાવી દે છે-
ચેતનામાં ફેલાવી દે છે—
માત્ર ક્ષુબ્ધ દરિયો છે ઊછળતો-ફંગોળાતો-કચ્ચરો ઉડાડતો પાણીની.
માત્ર ક્ષુબ્ધ દરિયો છે ઊછળતો-ફંગોળાતો-કચ્ચરો ઉડાડતો પાણીની.
વિશાળકદ ગોળ ગોળ રેલાતા પિલ્લર મોજાના
વિશાળકદ ગોળ ગોળ રેલાતા પિલ્લર મોજાના
Line 29: Line 29:
આવા પ્રશ્ન પર છંટાય છે કચ્ચરો ચેતનાની અવિરત
આવા પ્રશ્ન પર છંટાય છે કચ્ચરો ચેતનાની અવિરત
અને ખાઉં છું અવાજનું ટામેટું કાનથી એકલો એકલો
અને ખાઉં છું અવાજનું ટામેટું કાનથી એકલો એકલો
એકાન્તમાં, મનોમન-
એકાન્તમાં, મનોમન—
તેને જોવા પર્દો હટાવતો હોઉં પાતળો
તેને જોવા પર્દો હટાવતો હોઉં પાતળો
તેવી ક્રિયા લાગે છે આ ક્ષણે આમ શબ્દમાં સરકવાની-
તેવી ક્રિયા લાગે છે આ ક્ષણે આમ શબ્દમાં સરકવાની—
ગરકવાની લાલઘૂમ ટામેટાંના સમુદ્રમાં;
ગરકવાની લાલઘૂમ ટામેટાંના સમુદ્રમાં;
પણ ના ટામેટાંનો સમુદ્ર કલ્પી શકતો નથી.
પણ ના ટામેટાંનો સમુદ્ર કલ્પી શકતો નથી.
Line 42: Line 42:
ઘણી વાર તો અમથા અમથા
ઘણી વાર તો અમથા અમથા
અંદર અથડાયા કરે છે શબ્દો
અંદર અથડાયા કરે છે શબ્દો
તૂટીફૂટીને ચૂરેચૂરો થઈ જતા ખડિંગ-
તૂટીફૂટીને ચૂરેચૂરો થઈ જતા ખડિંગ—
અવાજના ટામેટાને ગાયબ કરી દેતા-
અવાજના ટામેટાને ગાયબ કરી દેતા—
સૂનમૂન કરી દેતા મારી હથેલીને, મારી કર્ણચેતનાને.
સૂનમૂન કરી દેતા મારી હથેલીને, મારી કર્ણચેતનાને.
પણ ફરી પાછું ઊપસી આવે છે-
પણ ફરી પાછું ઊપસી આવે છે—
ઊપસી આવે છે-
ઊપસી આવે છે—
વોટ ?
વોટ ?
વેરાન, વૉઈડ.
વેરાન, વૉઈડ.

Latest revision as of 16:27, 23 March 2023

૨૪- જેમ કે

જેમ કે ટામેટાં યાદ આવે છે લાલઘૂમ દેશી, મોટાં મોટાં, મારા ગામની વાડીઓમાં ઊગતાં. ટામેટાને બચકું ભરતાં થતો રસકીય અનુભવ, અશબ્દ સળવળે છે જીભ ઉપર— સ્પર્શ પણ ભળેલો છે, રૂપ પણ ભળેલું છે, ગંધ પણ ભળેલી હશે અતિ સૂક્ષ્મ ટામેટાની અને એથી યે સૂક્ષ્મ ભળેલો હશે— બચકું ભરાતાં અનુભવાયેલો અવાજ— ‘રાજ તમે ઊંચકો ટામેટું અવાજનું’ એવી પંક્તિ ઊપસી આવી. —અવાજનું ટામેટું ઊંચકાયું છે આમ કલ્પનાની હથેલીમાં— તેને બચકું ભરું છું મનોમન, એકાન્તમાં, અંદર— એવી આ ચૈતિસિક સ્થિતિને ચિત્રિત કરવાની ઇચ્છા આશ્ચર્યલુબ્ધ છે— લુબ્ધ, ક્ષુબ્ધને ખેંચી લાવી, સમંદરની ક્ષુબ્ધતાને ચેતનામાં ફેલાવી દે છે— માત્ર ક્ષુબ્ધ દરિયો છે ઊછળતો-ફંગોળાતો-કચ્ચરો ઉડાડતો પાણીની. વિશાળકદ ગોળ ગોળ રેલાતા પિલ્લર મોજાના આવીને અથડાય છે કાંઠા સાથે, તેને તાકી રહું છું માત્ર. હું નથી. અથવા છું. એટલો બધો સ્થિર છું કે જાણે નથી. પણ છું. શા માટે છું ? આવા પ્રશ્ન પર છંટાય છે કચ્ચરો ચેતનાની અવિરત અને ખાઉં છું અવાજનું ટામેટું કાનથી એકલો એકલો એકાન્તમાં, મનોમન— તેને જોવા પર્દો હટાવતો હોઉં પાતળો તેવી ક્રિયા લાગે છે આ ક્ષણે આમ શબ્દમાં સરકવાની— ગરકવાની લાલઘૂમ ટામેટાંના સમુદ્રમાં; પણ ના ટામેટાંનો સમુદ્ર કલ્પી શકતો નથી. ચેતનામાં એવો સમુદ્ર ચીતરાતો જ નથી. આ આવી ગયેલા એમ જ શબ્દો ચેતનાને અથડાઈ ને ખરી પડ્યા કોરા કટ ખખડીને કાચની બૉટલ જેવા. દીવાલ પર ફેંકેલી બૉટલ અથડાઈને ચૂરેચૂરા થઈ જાય છે ખણણણ... ઘણી વાર તો અમથા અમથા અંદર અથડાયા કરે છે શબ્દો તૂટીફૂટીને ચૂરેચૂરો થઈ જતા ખડિંગ— અવાજના ટામેટાને ગાયબ કરી દેતા— સૂનમૂન કરી દેતા મારી હથેલીને, મારી કર્ણચેતનાને. પણ ફરી પાછું ઊપસી આવે છે— ઊપસી આવે છે— વોટ ? વેરાન, વૉઈડ. (જૂન : ૧૯૮૪) [શ્રી રાધેશ્યામ શર્માને પત્ર લખતાં લખતાં સર્જાયેલો કેટલોક અંશ થોડા ફેરફારો સાથે કાવ્યરૂપે પ્રગટ કર્યો છે.]