ટોળાં અવાજ ઘોઘાટ/૨૮- ઘાણ

From Ekatra Wiki
Revision as of 09:28, 11 November 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
૨૮- ઘાણ

દેવી, અવ ત્રેવડમાં રહેજો કાવ્ય તણું છે કામ જી દીપોત્સવી નજદીકમાં આવી, પત્ર લખે ઘનશ્યામજી. પીઠ ફરી ઊભાં છો ને હું કલમ લઈને આમ જી. કરું અનુનય, હણહણતો હય, રેલાવો લય અશ્વ ઉપર આરુઢ થાવ તો ઊડીએ, જય જય જય. પીઠ ફરો દેવી, હાજર છે હણહણતી આ પીઠ એક છલાંગે ચઢો, નીરખીએ દીઠ અને અણદીઠ. એ-ય કવિતા ! તું જ સવિતા, તું જ સૂરજ ને સોમ. તારા વિણ ના ભોમ કવિતે, કશેય ના કોઈ વ્યોમ. તારા વિણ ના ફરકે મારું જરાક પણ આ રોમ.
તારી આંખ થકી દેખાતું તે વિણ હું તો અંધ તું બેસે તો ચાલું, ઊડું: નહીં તો કેવળ બંધ, તું વિણ હું હણહણતો ઊભો સ્થિર, થાંભલો, થંભ રંભ-રંભ-રંભા : અડકાડો એડી, તો-આ થઈ જાયે આરંભ.


આવ્યા છે કાગળિયા શ્રી ઘનશ્યામના નવનીત સમર્પણને નામ રચના કરીએ અભિરામ મારી શક્તિઓ તમામ મારી હણહણે હામ ફરો-ફરોને પીઠ આમના આવ્યા છે કાગળિયા શ્રી ઘનશ્યામના


એક ઘોડો હણહણે છે આ તરફ પૂંછડી પણ રણઝણે છે આ તરફ


નીરખને મગનમાં કોણ બબડી રહ્યું તાહરી લગનમાં- તે જ હું તે જ હું અશ્વ તારો. હું હજું એ જ છું, તીવ્રતમ તેજ છું. પવનનો વેગ છું તેગ છું અંધકારો અડાબીડ ચીરી ગાઢ ઊંડા અને સુક્ષ્મ કોષો મહીં સરકવા સદ્ય તત્પર, પરાત્પર બધું પામવા,

સાવ નિર્મમ બની

કામવા, ભેજને પરહરી માત્ર ‘છે’ તે જ તો તાકવા ગ્રાફ એના સમાન્તર નર્યા આંકવા. આવ વહાલી, ઝડપ કર હવે ઊડીએ છે-ક ઊંચે ઊંચે ને પછી બૂડીએ છે-ક નીચે નીચે- સાવ અંધારાના પડળની પાર ઊંચે-નીચે, ઊડીએ-બૂડીએ. આવ, હા કૂ-દ,

આ પીઠ પર સ્પર્શ, પછડાટ

તારા નિતંબો તણો થાય-

છે-
અદ્ય;

ને સદ્ય હું સજીવ : સહસ્ત્ર આંખ છે મારે કાન મારા સહસ્ત્ર છે સહસ્ત્ર નાક છે મારે, પગ મારા સહસ્ત્ર છે. હજારો શબ્દથી આ હું ફેંફોસું વ્યોમ વ્યોમને ત્વચા વિપુલથી વ્યાપ્ત સ્પર્શું છું ભોમ ભોમને. હસું છું હાસ્યને જોઈ લસું છું લાસ્ય ભાળતા. સહસ્ત્ર પાટુઓ મારી નિષેધો તોડું ખાળતા. જાતિ-જ્ઞાતિ અને ભાષા ધર્મ, કર્મ વિ-ભેદકો પુચ્છ આ ઝાપટી સદ્ય ખંખેરું સર્વ ખેદકો. વે-ર-ણ-છે-ર-ણ-

છિ-ન્ન—ભિ-ન્ન-માં

સુમ્-સુમ્ આવે અવાજ-

તે સાંભળતો

શોધું ભગ્ન ભગ્ન અવશેષ નીચે સળવળતા આ એક નગ્ન નગ્ન માણસને શોધું. ભેદ વગરના, ખેદ વગરના, તર-તમના કોઈ મેદ વગરના નરવા નિર્મલ, સ્વેદ વગરના માણસને ભીતરમાં શોધું ના આંતર, ના બાહ્ય, માત્ર માણસને શોધું. આંખ મહીં ફરકે છે મારી : માણસ છે. આ હૃદય મહીં ધબકે છે મારા : માણસ છે આ સામે ઊભો, ઉપર ઊભો

નીચે ઊભો

આગળ ઊભો, પાછળ ઊભો. હું સૂંઘું. સ્પર્શતો, જોઉં, ચાટતો શ્વાસ સાંભળું : માણસ છે, નિર્વિકાર હું નીરખું સઘળે : માણસ છે. અડાબીડ ઓથાર નીચેથી- જાગું છું ક્ષણમાં ઊંચકાતો ફંગોળાતો શેષ શેષ અવશેષ બધો ઘ-ટ-ક ઘ-ટ-ક ઘટમાં જોડાતો એક : એક હું માણસ છું ? અશ્વગતિએ ઓગળતો હું માણસ છું ? હણહણતો હણહણતો આ હ્રસ્વ હ્રસ્વ થઈ જાઉં હું અનેકકોષી હ્રસ્વ- હજી યે- થાઉં- ઇષત્- આ કેવલ પલ પલ ને ધબક ધબક ધબકું છું હલબલ. દૃશ્ય નહીં, અતિ સૂક્ષ્મ, સૂક્ષ્મ હું- એક જ કોષી: રંજિત ના, ના મંજિત-ભંજિત.

રંજિત, અંજિત, મંજિત, ભંજિત ખડો ખડો- તક્રચક્રની વક્ર ગતિમાં ભ્રમિત ભ્રાન્ત- વમળો આ મારા વિચાર-ના ખંડિત ખંડિત લયકાર મહીં લટકાવું છું કાગળ પર આ તે કંઈ જ નથી. હથોટી છે ઉતારું છું ઘાણ આ કાવ્ય નામનો સ્પષ્ટ આ ભાવ અંતેનો છે જરા કંઈ કામનો ? (નવેમ્બર : ૧૯૮૮)