દરિયાપારના બહારવટિયા/૩. રોમાનેતી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 47: Line 47:

પહાડના પોલાણમાં એક રાતે બહારવટિયો બેઠોબેઠો કંઈક ગીત ગુંજે છે:  

પાનીસે મછલી કિતની દૂર!
{{Poem2Close}}
બે કિતની દૂર!
<Poem>
બે કિતની દૂર!
'''પાનીસે મછલી કિતની દૂર!'''
બાદલસેં બીજલી કિતની દૂર!
'''બે કિતની દૂર!'''
બે કિતની દૂર!
'''બે કિતની દૂર!'''
બે કિતની દૂર!  
:'''બાદલસેં બીજલી કિતની દૂર!'''
'''બે કિતની દૂર!'''
'''બે કિતની દૂર!'''
</Poem>
{{Poem2Open}}
એ વારંવાર ઘૂંટાતાં ચરણોમાંથી આખરે ફક્ત આટલો જ સૂર કોઈ ચગેલા પતંગની માફક, ઊંઘ લઈ ગયેલા ભમરડાની માફક વાજી રહ્યો કે -  

કિતની દૂર!
{{Poem2Close}}
બે કિતની દૂર!
<Poem>
બે કિતની દૂર!  
'''કિતની દૂર!'''
'''બે કિતની દૂર!'''
'''બે કિતની દૂર!'''
</poem>
{{Poem2Open}}
બખોલની શિલાઓ ખંજરી બજાવતી બહારવટિયાની સૂરાવળને તાલ આપે છે. આખરે બે હોઠ વચ્ચેની સિસોટી કોઈ પંખીની પેઠે ગાય છે કે —

પાનીમેં મછલી કિતની દૂર!
'''બે કિતની દૂર!'''
બાદલસેં  બીજલી કિતની દૂર!  
'''બે કિતની દૂર!'''
:'''પાનીમેં મછલી કિતની દૂર!'''
:'''બાદલસેં  બીજલી કિતની દૂર!'''
</Poem>
{{Poem2Open}}
જુવાન બહારવટિયાને ઘણે દિવસે ઘર સાંભર્યું છે. ઓરતને મળવા દિલ તડપે છે. રંગીલો રોમાનેતી ઘેરે સંદેશો પણ મોકલી ચૂક્યો કે ‘આજ સાંજનું વાળુ તારા હાથનું કરવું છે’.  

રાત પડી. ગામના પોતાના ઘરની પછીતથી માંડી છેક પહાડના ગુપ્તસ્થાન લગી એક પછી એક જાસૂસ સંત્રીની આલબેલ-એંધાણી અપાતી ગઈ; જરીકે જોખમ નથી એવાં સંકેતચિહ્નો મળતાં બહારવટિયો બખોલેથી ઘેર જવા નીકળ્યો. અધરાતનો ગજર થયે એણે હેમખેમ ઘરમાં પગ દીધો. ઘણા કાળના ગાળા પછી માંડમાંડ જીવતાં મિલાપ થવા પામ્યો છે, એટલે ગળતી રાતની ગાઢી ગળબથ્થો લીધા પછી, હૈયાં એકમેકની અંદર ઠાલવી દઈને પછી, ઓરતે કોડેકોડે રાંધેલું વાનીવાનીનું વાળુ માણવા માટે રંગીલો રોમાનેતી દરવાજા સન્મુખ મોં કરીને જમવા બેઠો. બાજુમાં એક બંદૂક મૂકેલી છે, ને ગજવામાં પાંચ-છ નાની પિસ્તોલો અકબંધ ભરેલી ઠાંસી છે.  

Line 230: Line 242:
એનો દીકરો હજુ બાળક છે. બેટવાસીઓ કહે છે કે છોકરો જુવાન થશે એટલે ‘વેન્દેતા’ પરંપરા ચાલુ કરશે. અને ‘ભાઈબંધ’ને શોધી લેશે.

<br>
{{HeaderNav2
|previous = ૨. મેરિયો શિકારી
|next = ૪. કામરૂનો પ્યાર
}}
26,604

edits

Navigation menu