દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૮. મનરૂપી ઘોડો

Revision as of 09:31, 8 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૮. મનરૂપી ઘોડો|કવિત}} <poem> મનરૂપી ઘોડો, જેનો વેગ નથી થોડો, જેનો– જડે નહિ જોડો, એવો દોડ્યો જાય દૂર તે; ગણે નહિ ટાઢ તાપ, ગણે નહિ પુણ્ય પાપ, ગણે ન અમાપ પ્રૌઢ, પાણીતણું પૂર તે; ઉડીને આકા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૮. મનરૂપી ઘોડો

કવિત


મનરૂપી ઘોડો, જેનો વેગ નથી થોડો, જેનો–
જડે નહિ જોડો, એવો દોડ્યો જાય દૂર તે;
ગણે નહિ ટાઢ તાપ, ગણે નહિ પુણ્ય પાપ,
ગણે ન અમાપ પ્રૌઢ, પાણીતણું પૂર તે;
ઉડીને આકાશ જાય, કુદીને કૈલાશ જાય,
પાતાળની પાસ જાય, જલદી જરૂર તે;
કહે દલપતરામ, શી રીતે લવાય ઠામ,
જો કદાપિ કરે આમ ફાવતું ફીતૂર તે.