દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૫૯. માતાની સ્તુતિ વિષે ગરબી

Revision as of 15:21, 11 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૯. માતાની સ્તુતિ વિષે ગરબી|}} <poem> દીધા તેં સુખ દહાડી દહાડી રે, મારા મનમાં છે માડી; ઘણી ઘણી વિપત ઘટાડી રે, મારા મનમાં છે માડી. ટેક બાળપણે હું હતો બહુ નિર્બળ, પણ તેં પીડા ન પામડી રે;...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૫૯. માતાની સ્તુતિ વિષે ગરબી

દીધા તેં સુખ દહાડી દહાડી રે, મારા મનમાં છે માડી;
ઘણી ઘણી વિપત ઘટાડી રે, મારા મનમાં છે માડી. ટેક

બાળપણે હું હતો બહુ નિર્બળ,
પણ તેં પીડા ન પામડી રે;

પૃથ્વી ઉપર મેં તો પગ ન મંડાતો,
પ્રીતે તું ફરતી ઉપાડી રે;

હાલરડાં ગાતી હેતે હિંચોળી,
પારણા માંહી પોઢાડી રે;

ભીનેથી કોરે સંભાળીને કરતી,
આછા ઓછાડ ઓડી રે;

ભૂખ્યો થયો ત્યારે ભર નિદરાથી,
ઊંઘે ભરેલી ઉઠાડી રે;

દુખિયો દેખીને થતી દુખી દિલમાં;
પાંપણથી આંસુ પાડીરે,

જોઈતું તે હું કહી શકતો ન જીભે,
ચેતીતી ચિત પહોંચાડીરે;

મારા સારું પીધાં તેં ઘસી મૂળિયાં,
ખાટાં કે કડવાં ઉખાડિરે;

દિવસમાં ઘડીએ ન જંપવા દેતો,
એવો હતો હું અનાડીરે;

ખાતા પીતાં કે ખરા સુખ દુઃખમાં,
વિવિધ વાતે વિતાડીરે;

ચાર ઘડી એવી ચાકરીનો ગુણ,
મનથી શકું ન મટાડીરે;

દલપતરામ કહે દાસ થઈને,
આપીશ બદલો અગાડીરે;