દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮. હવાની ગતિ

Revision as of 15:56, 4 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮. હવાની ગતિ|}} <poem> હવાની ગતિ હંમશ હોય છે ઊંચે ચઢ્યાની, ભારવાળી વસ્તુ નમી ભૂમિભણી જાય છે; પ્રવાહી પદારથ તો ચાલે છે પ્રવાહ રૂપે, એથી ઉલટું ચલાવતાં તો અટકાય છે; તેમજ જગતમાંહી જેને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૮. હવાની ગતિ


હવાની ગતિ હંમશ હોય છે ઊંચે ચઢ્યાની,
ભારવાળી વસ્તુ નમી ભૂમિભણી જાય છે;
પ્રવાહી પદારથ તો ચાલે છે પ્રવાહ રૂપે,
એથી ઉલટું ચલાવતાં તો અટકાય છે;
તેમજ જગતમાંહી જેને જેવી ટેવ પડી,
તે તજાવ્યા વિના તેનો ઉપયોગ થાય છે;
સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ,
ગતિ એની ગોઠવીએ તેમ ગોઠવાય છે.