દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૯૧. ગુજરાતી ભાષા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯૧. ગુજરાતી ભાષા|શાર્દૂલવિક્રીડિત વૃત્ત}} <poem> શોધ્યું સંસ્કૃત દીક્ષિતે ભટુજિએ, અંતે તજી ગર્વને, ભાષા સોરઠની છટાથી ભણવા, શિક્ષા કહી સર્વને; જે શિક્ષા સઘળે પ્રમાણ ગણી છે, ગીર્...")
 
No edit summary
 
Line 41: Line 41:
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.
</poem>
</poem>


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૯૦. વાણીમહિમા
|next =  
|next = ૯૨. ફેરફાર થવા વિષે
}}
}}

Latest revision as of 07:49, 23 April 2023


૯૧. ગુજરાતી ભાષા

શાર્દૂલવિક્રીડિત વૃત્ત


શોધ્યું સંસ્કૃત દીક્ષિતે ભટુજિએ, અંતે તજી ગર્વને,
ભાષા સોરઠની છટાથી ભણવા, શિક્ષા કહી સર્વને;
જે શિક્ષા સઘળે પ્રમાણ ગણી છે, ગીર્વાણ વાણીશ્વરે,
તે ભાષા ગુજરાતી મધ્ય મુજને, આપી રુચિ ઈશ્વરે.

જે ભાષા નરસિંહ નાગર કવિ, શોધી ગયો સુલભે,
પ્રેમાનંદ ભટે વખાણી વળતી, ભાખી ભટે વલ્લભે;
દેવીદાસ, મિઠો, અખો, પ્રિતમ તે, સંખ્યા સિમા ના મળે,
કૃષ્ણે ને રણછોડ, કાન, રઘુએ, શોભાવી છે શામળે.

મનહર છંદ

જે વાણીથી નરસિંહ નાગરને નારાયણે,
પરમ પદવી સુધ્ધાં સોંપ્યો સિરપાવજી;
જે વાણીથી જગદંબા ભેટી પર વલ્લભને,
સુલ્લભ સકળ સુખનો દીધો દેખાવજી;
જે વાણીથી પ્રેમાનંદ સામળ પ્રીતમ અખો,
એવા અગણિત પામ્યા પ્રેમનો પ્રભાવજી;
કહે દલપતરામ તે વાણીથી તેમ મને,
કેમ નહિ રીઝે આજ રાજા ખંડેરાવજી.

ઇંદ્રવિજય છંદ

આવ ગિરા ગુજરાતી તને, અતિ શોભિત હું શણગાર સજાવું;
જાણની પાસ વખાણ કરાવું, ગુણી જનમાં તુજ કીર્તિ ગજાવું;
ભારતવર્ષ વિષે બીજી ભારતિ, માનવતીપણું માન તજાવું;
દેશ વિષે દલપત્ત કહે, ભભકો તુજ જો ભલી ભાત ભજાવું.

મનહર છંદ

ગીરા ગુજરાતીતણા પીયરની ગાદી પામી,
મુખ્ય તો મરાઠી માની દેખી દુખી દીલ છું;
અરજી તો આપી, દીઠી મરજી તથાપિ નહિ,
આવ્યો આપ આગળે ઉચરવા અપીલ છું;
માંડતાં મુકદમાને ચાર જણા ચુંથશે તો,
શું થશે તે શોચનાથી સાહેબ શિથિલ છું;
દાખે દલપતરામ ખુંદાવંદ ખંડરાવ,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.