પરકમ્મા/દેવી-માનવીનાં લગ્ન

From Ekatra Wiki
Revision as of 10:04, 12 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દેવી-માનવીનાં લગ્ન|}} {{Poem2Open}} બાઈ રાણીમાતાના સ્તંભને બાઝેલ આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દેવી-માનવીનાં લગ્ન

બાઈ રાણીમાતાના સ્તંભને બાઝેલ આ લોકકથામાં પ્રચલિત એવાં પાંચ તત્ત્વો (મોટીફ) ભેગાં થયાં છે : તળાવને કાંઠે ફકીરની કે વેશ્યાની ઝૂંપડી હોવી-એ ખસે નહિ : પતાઈ રાવળની પેઠે એ ગોધરાપતિએ પણ રૂપ દેખી દેવીને પકડ્યાં : દેવીએ જન્મ લઈ બાળરૂપે લગ્ન સ્વીકાર્યું : ગોખેથી લાંબા હાથ કરીને હાથીના હુમલામાંથી બાળ બચાવ્યાં : પ્રકટ થઈ જતાં દેવી ચાલ્યાં ગયાં. આજ સુધીની સાંભળેલી કથાઓમાં દેવી માતૃપદનાં અધિકારી હતાં, અને મા કાળકાની માફક એમના સૌંદર્યને વાંચ્છનારો શાપિત બનતો. આ અને હરપાળ મકવાણાની કથામાં દેવીને પોતાનો હાથ પકડનારનો પ્રણય સ્વીકારતાં દેખું છું. ગ્રીસ દેશની સૌદર્યદેવી જેવી કોઈ દેવસુંદરી હશે? કે ઓઢાને પરણનાર હોથલ જેવી અપ્સરા હશે? નાનાં બાળ સાથેનાં લગ્ન, એ પણ આગમવાણીના વિખ્યાત સેરઠી સંત દેવાઈત પંડિતની વાતમાં નિહાળેલ છે. ગોખેથી હાથ લંબાવી હાથીની ઝપટમાંથી કુંવરોને ઝાલ્યા, તે તો ઝાલા વંશની આદિજનની, હરપાળ મકવાણાની ઘરવાળી ‘શકિત’ની લોકકથામાં આવે છે.