પરકમ્મા/વણજારાની દુનિયા

From Ekatra Wiki
Revision as of 10:21, 12 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વણજારાની દુનિયા|}} {{Poem2Open}} ફરી પાછાં ગીતોના સરવડાં— અમે પાણી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વણજારાની દુનિયા

ફરી પાછાં ગીતોના સરવડાં— અમે પાણીડાં ગ્યાં'તાં રે જોબન માળીડા! ××× રાજલ રે આવી વણજારાની પોઠ આવી ને આ રે ઊ ત રિ યા વણજારા હો જી

રાજલ રે મુંજલ પાણીડાંની હાર નણંદ-ભોજાઈ પાણી સાંચર્યાં વણજારા હો જી ભોજાઈ મુંજલ પાણી ભરીને ચાલી ગઈ હશે. પાછળ રહેલી નવજોબનવંતી નણંદ રાજલ પાળે ઊભેલ વણજારાને વીનવતી હશે— નાયક રે અમને બેડલાં ચડાવ્ય, છેટાં પડ્યાં રે સૈયરૂંનાં, વણજારા હો જી રાજલ અરધાં,ઢોળી ઢોળી નાખ, અરધાં ભરાવું ખારક-ટોપરાં વણજાર હો જી કેવી પ્રણય–વેદના!– માતા રે અમને બેડલીઆં ઉતરાવ! માથું ફાટ્યું ને હૈડું ઊમટ્યું વણજારા હો જી આ રાજલ વણજારા-નાયકની સાથે રાતમાં નાસી છૂટી, એક વાર માવતરને મળવા મન થયું. પોઠ પાછી ન વળી, રાજલે વખડાં ઘોળ્યાં. એ રીતે ગીત પૂરું થાય છે. વણજારાની દુનિયા ફરી એકવાર આ ગીત વડે મનને ચક્કર ચડાવે છે. પરિભ્રમણશીલ પ્રાણ પૃથ્વીબાંધ્યા કલેવરને કહે છે કે ‘હેઠ્ય ભૂંડા! જકડી જ રાખવો છે ને?’ પેલા ‘દુઈ પાખી : બે પંખી’વાળા ટાગોરના ગીત જેવી રમૂજ અંદરખાને મચી જાય છે. અંદર બેઠાં બેઠાં બે પ્રાણપંખી બોલે છે. એક કહે છે, ચાલને નિ:સીમ આકાશને ઉડાણે! બીજું બોલે છે, આવને રૂપાળા આ સંસારી સુવર્ણપિંજરમાં! જાન સાથે પ્રણય ત્યાં તો હુરી-રાયમલ નામનાં બે ભાગેડુ પ્રેમીઓનો રાસ આવે છે. હુરી પાણીડાં હાલી રાયમલ! હુરી પાણીડાં હાલી. વાંહે રાયમલ ના'વા હાલયો રે તું ચારણિયો. સંવનન કર્યું – વેળુમાં વીરડા ગાળયા રાયમલ! વેળુમાં વીરડા ગાળ્યા તેં તો મુંને પહલીએ પાણી પાયાં રે તું ચારણિયો.’ નદીની રેતીમાં પાણીના વીરડા ગાળી, તેમાંથી પ્રેમિકે પ્રેયસીને પોતાની અંજલીઓ ભરી ભરી પિવરાવ્યું. આધુનિક પ્રેમિકોની સંવનન–સૃષ્ટિમાં આ ગ્રામીણોની સંવનન–ક્રિયા નવી એક કલ્પના–લહર લાવે છે. હુરી-રાયગલની વાત પૂરી કરું. બેઉ ભાગ્યાં. પાછળ ભરી બંદૂકે મૂછાળા ચડ્યા. પણ પ્રેમિકે મરી જાણ્યું— તરવારુંનાં તોરણ રાયમલ તરવારુંના તોરણ બંધૂકુંના ચંભા રે તું ચારણિયો પેલી બંધૂકે માર્યો રાયમલ પેલી બંધૂકે માર્યો... ટપકતી ઝોળીએ આવ્યો રે તું ચારણિયો. ચાલો જીવ! અસૂર થાય છે. સૂતેલી યાદોને સળવળાવતા શબ્દો ને સૂરો ઊપડે છે— પોપટ ઝુરે મારા મૈયરનો નણદલ ઝુરે નેવાં હેઠ મારી સૈયરૂં! પોપટ ઝુરે મારા મૈયરનો.

ભોમાંથી નીકળ્યો ડોલરિયો દેડકો તારે મારે નૈ બને ડાલરિયા દેડકા!

ધગધગતી ધરા એ સુકોમળ શબ્દ-બાગમાંથી પાર થાઉં છું અને ધગધગતી ધરા આવે છે બહારવટિયા-ગીતોની— ન છડિયાં હથિયાર અલાલા પાંજે મરણેજો હકડી વાર એ શબ્દોની અગન-ઝાળ લાગી છે એક પાને. બીજે પાને— ડુંગરે ડુંગરે કાદુડાના દાયરા દાયરામાં તો ઊડ દારૂડાની ફોર નહિ નહિ. બોલ બદલી ગયા લાગે છે. કાદુ દારૂ પીતો નહિ, દાયરાને પીવા દે નહિ. સાચા બોલ તો આ છે— ‘દારૂ-ગોળાની ઊડે ઠામઠોર રે મકરાણી કાદુ! કાદુ પીતો, પણ મોતના દારૂ : શરાબ નહિ પણ સીસું પીતો.

ફાંસીએ ચડતાં કંથડજી બોલિયા, આમાંથી મને ચાર ઘડી છૂટો કે મેલ્ય બાલુભા ભુજના રાજા! છેતરીને છેલને નો’તો મારવો. આ શૌર્યના સ્વરો-શબ્દો મેં ક્યાંથી પકડ્યા? નામ ઠામ કે તિથિ વાર નથી. પણ એક પુરાવો છે. ભાઈ રામુ ઠક્કરના હસ્તાક્ષરમાં લખાયેલું દસ પંક્તિનું બહારવટિયા-ગીત મારી પોથીમાં છે— રામાવાળા ઠાકોર, રામવાળા કાઠી, રામવાળા દરબાર ડુંગરડા તારે દોયલા થિયા. એટલે યાદ આવે છે. ભાવનગરમાં મારા મિત્ર કપિલ ઠક્કરને વૉશિંગ-ઘાટ સામેને ઘેર નાથ બાવાઓ આવ્યા હતા. તેમની પાસેથી ગવરાવી ગવરાવી લખતો હતો. જમવા બેઠો, રામુભાઈને તેટલો સમય લખવા કહ્યું હતું. બાવો રાવણહથ્થા પર ઘૂઘરિયાળી કામઠી નચાવતો આધુનિક સંગ્રામ-સૂત્રોને પુરાતનના પેટાળમાંથી ઉઠાવીને સનાતનની જબાન પર ધરતો હતો— ના છડિયાં તલવાર અલાલા હણે મરદુંમાં લખી લીજો નામ દેવોભા કે’ મુરૂ માણેકજે, મ છડિયાંવ તલવાર. જુવાનો હણે મરણજો હકડી વાર દેવોભા કે’ મુરૂભા વંકડા! મ છડિયાંવ હથિયાર. સો જી ર ની ત મે શે ર ડી કી ધી વા ઘે ર ભ ર ડે વા ડ, દેવોભા કે’ મુરૂભા વંકડા!મ છડિયાંવ તલવાર. ગોરા સોલ્જરોને શેરડી બનાવી યુદ્ધ રૂપી વાડમાં વાઘેરો ભરડી રહ્યા છે. ઉપમા નોંધી લેજો જરી! પુરાતન, નૂતન અને સનાતનના સહિયારા સૂર છે આમાં. ૧૯૨૫-૨૬માં એ મને લાધ્યું. વીશ વર્ષે પણ શ્રોતાઓને કાને એની નવીનતા શમી નથી. સૌરાષ્ટ્રની પાસે સંગ્રામ-ગીતો હતાં.