પરિભ્રમણ ખંડ 1/એવરત–જીવરત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|એવરત–જીવરત}} {{Poem2Open}} [એવરત એટલે આષાઢી અમાવાસ્યાનો દિવસ. પરણી...")
 
No edit summary
Line 80: Line 80:
{{Poem2Close}}
{{Poem2Close}}
<center></center>
<center></center>
{{Poem2Open}}
એમ કરતાં કરતાં આસો માસ આવ્યો છે. બાઈને તો દસૈયાનું આણું આવ્યું છે. પણ ચારે માતાજીએ તો બાઈને કહી રાખ્યું’તું કે “પિયર જઈશ નહિ.”
બાઈ બોલી કે “કે’નાર કહી રહ્યા. મારે પિયર નથી આવવું. મારે આવવું હશે ત્યારે મારી જાણે વાવડ મેલીશ. આણું પરિયાણું બધું એ ટાણે કરજો.”
પિયરિયાં પાછાં ગયાં છે ને બાઈને તો આશા રહી છે. દી પછી દી ચડ્યે જાય છે.
નવ મહિને તો દૂધ જેવો દીકરો આવ્યો છે.
રાત પડી છે. રાંધીચીંધી, વહુના ખાટલા હેઠળ શેક નાખી સાસુ તો ઓસરીમાં સૂતી છે. દીકરો માચીમાં સૂતો છે. ઝડાસ્તો દીવો બળે છે.
અધરાત થઈ ત્યાં તો એવરત મા આવ્યાં છે.
“દીકરા! દીકરી! સૂતી છો કે જાગછ?”
“જાગું છું જ, માતાજી!”
“કોલ દીધો’તો ઈ સાંભરે છે કે?”
“સાંભરે જ તો, માતાજી!”
“માગું ઈ આપીશ કે?”
“આપીશ જ તો.”
“તારો છોકરો દઈશ કે?”
“દઈશ જ તો!”
એમ કહીને બાઈએ તો બાળોતિયું લીધું છે. બાળોતિયામાં વીંટીને છોકરાનો ઘા કર્યો છે : “આ લ્યો, માતાજી!”
છોકરાને ઝીલીને એવરત મા તો અલોપ થયાં છે.
સવાર પડ્યું છે. સાસુ જુએ તો માંચીમાં છોકરો ન મળે!
“અરે વહુ, આપણો છોકરો ક્યાં? કોઈ કૂતરું-મીંદડું આવ્યું’તું શું?’
“મને કાંઈ ખબર નથી.”
વહુએ તો ટૂંકો જવાબ વાળ્યો છે. એને તો કાંઈ ફાળ કે ફડકો નથી. સાસુને તો વહેમ પડ્યો છે.
“હાય! હાય! નભાઈ, સ્મશાનમાં રાત રહી આવી ને ડાકણ થઈ આવી! છોકરો ખાઈ ગઈ.”
વહુ કહે, “હા, હું ખાઈ ગઈ, હું!”
આખા ગામમાં તો હાહાકાર બોલી ગયો છે કે બામણની વહુ તો સમશાનમાં જઈ આવી ને ડાકણ થઈ આવી!
ધાવતું છોકરું હોય તો ઉબેલ હોય. ધાવતું છોકરું ન હોય તો તરત આશા રહે. એટલે બાઈને તો તરત ઓધાન રહ્યાં છે. દી ચડવા માંડ્યા છે. નવ મહિને બીજો દીકરો આવ્યો છે. સાસુએ તો વિચાર્યું છે, કે —
‘આજ તો નભાઈ ચુડેલને ખાવા દઉં જ નહિ! એની પાસે છોકરાને સુવરાવું જ નહિ!’
એમ કહીને સાસુએ તો બીજા ઓરડામાં માંચી મૂકી છે. માંચીમાં છોકરાને સુવાડ્યો છે. પોતે તો પડખે સૂતી છે. માલીપાથી ઓરડાને તાળું માર્યું છે.
અધરાત થઈ ત્યાં તો જીવરત મા આવ્યાં છે.
“દીકરી, દીકરી! સૂતી છો કે જાગછ?”
“જાગું છું જ તો, માતાજી!”
“બોલે પળવું છે ને?”
“હા જ તો માતાજી!”
“તો લાવ્ય તારો દીકરો!”
“દીકરો તો સાસુએ સંતાડ્યો છે.”
“પણ તું તો આપછ ને?”
“હા જ તો માતાજી, હું તો આપી ચૂકી છું ને!”
“તો લાવ્ય બાળોતિયું.”
બાઈએ તો બાળોતિયું ફગાવ્યું છે. જીવરત માએ તો સાસુને ઓરડેથી છોકરો બાળોતિયામાં ઉપાડ્યો છે. ઉપાડીને પોતે તો અલોપ થઈ ગયાં છે.
સવાર પડ્યું છે. હાય હાય! માંચીમાં છોકરો ન મળે! નક્કી વાલામૂઈ વહુ જ ડાકણ થઈને ગળી ગઈ. સાસુએ તો વહુને એમ વગોવી છે.
બાપલિયા! બામણી તો બબ્બે છોકરાં ખાઈ ગઈ!
ગામ આખામાં તો ફે ફાટી ગઈ છે.
વળી પાછી બાઈને તો આશા રહી છે. નવ મહિને દીકરો આવ્યો છે.
સાંજે દીકરાનો જનમ થાય છે ને અધરાતે દીકરો ઊપડી જાય છે. આ વખતે તો પહેલી રાત જાળવવી છે.
આડોશીપાડોશી આવ્યાં છે. સગાંવહાલાં આવ્યાં છે. કોઈ ઓરડીમાં બેઠાં, કોઈ ફળીમાં બેઠાં, તો કોઈ ડેલીમાં બેઠાં છે. કોઈએ તલવાર લીધી છે ને કોઈએ બંદૂક લીધી છે.
સહુ જાગે છે. માંચીમાં દીકરો રમે છે. કોઈ પાંપણનો પલકારોયે કરતું નથી.
બરા…બર મધરાત થઈ ને અજૈયા મા આવ્યાં છે. બસેં માણસ બેઠું’તું એની આંખોમાં ઘારણ મૂકી દીધું છે. કોઈ બોલે કે ચાલે! સડેડાટ માતાજી ઓરડામાં ગયાં છે.
“દીકરી, દીકરી, સૂતી છો કે જાગછ?”
“જાગું છું, માતાજી!”
“બોલે પળવું છે કે?”
“હા જ તો, માતાજી!”
“તો લાવ્ય દીકરો.”
“મારી આગળ ન મળે.”
“પણ તું તો દઈ ચૂકી છો ને?”
“હા જ તો, માતાજી!”
“તો લાવ્ય બાળોતિયું.”
બાઈએ તો બાળોતિયું દીધું છે ને માતાજીએ લઈ લીધું છે. દીકરાને ઉપાડ્યો છે અને માતાજી અલોપ થયાં છે.
હાય હાય! આ તે ભગવાનના ઘરનો કોપ જાગ્યો! કે વહુ ડાકણ જાગી! બામણ ત્રણ-ત્રણ દીકરા ચોરાણા! ગામમાં તો હાયકારો બોલી ગયો છે.
ગામના રાજાને તો ખબર પડી છે.
રાજા કહે કે “આ ફેરે તો હું પંડે જ ચોકી દેવા આવું છું. ભાર શા છે કે બામણનો દીકરો ભરખાય?”
બાઈને તો ચોથી વારનું ઓધાન રહ્યું છે. નવ મહિને બેટો જન્મ્યો છે. રાજાને તો બામણે ખબર દીધા છે.
ફળિયામાં માંચી, માલીપા દીકરો અને ફરતી સાતથરી ચોકી મેલી છે. રાજા પંડે ઉઘાડી તરવારે માંચી આગળ બેઠા છે.
ગામને પણ રોણું, જોણું ને વગોણું થયું છે. ફળિયામાં ને ઓસરીમાં તો આખા ગામનું માણસ હલક્યું છે.
માણસ! માણસ! ઇ તો મનખો ક્યાંય માતો નથી.
બરા…બર અધરાત થઈને વજૈયા માતા આવ્યાં છે. અરે સાતથરી શું, સોથરી ચોકી મેલો ને! માતાજીએ તો દાણા છાંટીને સહુને ઘારણ વાળી દીધું છે. સડેડાટ પોતે ઓરડામાં હાલ્યાં ગયાં છે. જઈને સાદ દીધો છે :
“દીકરી, દીકરી! સૂતી છો કે જાગછ?”
“જાગું છું, માતાજી!”
“વચને પળવું છે ને?”
“હા જ તો, માતાજી!”
“તો લાવ્ય દીકરો.”
“મારી પાસે ન મળે.”
“પણ તું તો આપી ચૂકી છો ને?”
“તે દીની જ.”
“તો લાવ્ય બાળોતિયું.”
બાળોતિયું લઈને માતાએ તો દીકરાને તેડી લીધો છે. તેડીને અલોપ થયાં છે.
આંખ મીંચાણી ને ઊઘડી ત્યાં તો દીકરો અલોપ!
સહુ ખોઈ જેવાં મોઢાં લઈને પોતપોતાના ઘેર ચાલ્યા ગયાં છે.
બીજા નવ માસ થયા અને બાઈને તો દીકરી આવી છે. દીકરીને તો પથરો ય પડતો નથી. સાસુ સુવાડે તો ય સૂઈ રહે ને વહુ સુવાડે તો ય સૂઈ રહે છે, સૌ બોલે છે કે —
“નભાઈ ચુડેલ! ચાર-ચાર દીકરા ભરખીને હવે છોકરીને જિવાડે છે!”
{{Poem2Close}}
<center></center>
{{Poem2Open}}
ચાર વરસનાં ચાર વ્રત પૂરાં થયાં છે. બાઈ કહે છે કે “બાઈજી, બાઈજી, મારે તો ગોરણિયું જમાડવી છે. વ્રતનાં ઉજવણાં કરવાં છે.”
સાસુ કહે, “તને ફાવે તેમ કર ને, ભા!”
બાઈ તો નાહી-ધોઈ, નીતરતી લટ મેલી, કંકાવટી ને ચોખા લઈ સડેડા… ટ નદીને સામે કાંઠે દેરે ગઈ છે. જઈને ચાર ચાંદલા કર્યા છે. કરીને બોલી, કે —
{{Poem2Close}}
<poem>
એવરત જીવરત
અજૈયા વજૈયા!
ચારે બેન્યું મારે ઘેર જમવા આવજો.
ચારેને ગોરણિયું કહી જાઉં છું.
</poem>
{{Poem2Open}}
ઘેર જઈને બાઈએ તો લાપસી રાંધી છે. સાસુ તો આડોશીપાડોશીમાં પૂછી આવી છે કે “બાઈ બાઈ, મારી વહુ કોઈને ગોરણી નોતરી ગઈ છે?”
સૌ કહે કે “ના રે, બાઈ!”
“ત્યારે વાલામૂઈ કોને કહી આવી હશે?”
જમવાનું ટાણું થયું છે. ત્યાં તો ચારેય દેવીઓ ચારેય દીકરાને આંગળીએ વળગાડીને હાલી આવે છે.
સાસુડી તો જોઈ રહી છે! ઓહો શાં રૂપ ને શાં તેજ! આ તે શું, વહુ ગરાસણિયુંને ગોરાણી કહી આવી હશે!
ચારેય માતાજીના પ્રથમ તો પાણીએ પગ ધોયા છે. પછી દૂધે પગ ધોયા છે. અંગૂઠાનાં ચરણામૃત લીધાં છે. ચારેયને કંકુએ પીળેલ છે. પછી જમવા બેસારેલ છે.
ચારેય માતાજી તો જમ્યાંજૂઠ્યાં છે. જાવા તૈયાર થયાં ત્યાં તો ઘોડિયામાંથી છોકરીએ રોવું આદર્યું છે.
ચારેય બેન્યું પૂછે છે કે “ગગી, કેમ રોઈ?”
દીકરી કહે છે કે “સૌને એક ભાઈ ને મારે એકેય નહિ!”
“આ લે ને માડી, તારો ભાઈ!” કહી એવરતે આંગળીએથી દીકરો સોંપ્યો. વળી થોડુંક હાલ્યાં. વળી દીકરી રોઈ. જીવરત માએ પૂછ્યું :
“ગગી, કેમ રોઈ?”
“સહુને બબ્બે ભાઈ ને મારે તો એક જ!”
“આ લે ને બીજો ભાઈ!”
એમ કરીને જીવરતે ભાઈ દીધો છે. વળી આગળ હાલ્યાં ત્યાં દીકરી રોઈ છે.
“ગગી, કેમ રોઈ?”
“સહુને તો ત્રણ-ત્રણ ભાઈને મારે તો બે જ!”
“આ લે ને આ ત્રીજો ભાઈ!”
એમ કહીને અજૈયા માએ ત્રીજો ભાઈ દીધો છે. વળી આગળ હાલે ત્યાં છોકરી રોઈ.
“કેમ રોઈ, માડી?”
“સહુને તો ચચ્ચાર ભાઈ ને મારે તો ત્રણ જ!”
“આ લે, ચોથો ભાઈ!”
એમ કહી વજૈયા માએ તો ચોથો દીકરો આપી દીધો છે. ચારેય જણીઓ ચાર દૂધમલિયા દીકરા દઈને ચાલી નીકળી છે.
બાઈને થાનેલેથી તો ધાવણની ધાર વછૂટી છે. શાથી, પોતાના ચારેય દીકરાને ઉઝેરીને માતાજીએ પાછા દીધા છે.
ગામમાં તો આખી વાતનો ફોડ પડ્યો છે. ધણીને સજીવન કરવા બાઈએ ચાર-ચાર દીકરા ચડાવ્યા’તા! અરે બાઈ! સગાં માવતર દીકરાને ઘમઘોરી રાતે મેલીને હાલ્યાં આવ્યાં’તાં! અને દીકરો જીવ્યો તે તો વહુને પુન્યે.
વહુના વ્રતની તો ‘જે! જે!’ બોલાણી છે. સાસુ-સસરો તો વહુને પાયે પડ્યાં છે.
એવરત-જીવરત ને  અજૈયા-વજૈયા એને ફળ્યાં એવાં સૌને ફળજો!
{{Poem2Close}}
26,604

edits