પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૯: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શ્રી નિરંજન ભગત|}} {{Poem2Open}} નિરંજન ભગત મુખ્યત્વે કવિ છે, વિવેચ...")
 
No edit summary
 
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
નિરંજન ભગત મુખ્યત્વે કવિ છે, વિવેચક છે. તેમનો જન્મ ૧૯૨૬ના મે માસની ૧૮મી તારીખે થયો. પિતાનું નામ નરહરિભાઈ અને માતાનું નામ મેનાબહેન. તેમના દાદા કરિયાણાનો વેપાર કરતા હોવાના પરિણામે તેમની મૂળ અટક ગાંધી હતી, પણ દાદાને ધર્મમાં વિશેષ રસ પરિણામે તેમના જીવનના ઉત્તરકાળમાં મગન ભગતની ભજનમંડળીમાં જોડાયા. એટલે ‘ભગત’ તરીકે ઓળખાયા. તેમના પુત્ર અને પૌત્રોને આ અટક વારસામાં મળી હતી. નિરંજનભાઈ દસ વર્ષના હતા, ત્યારે તેમના પિતાએ ગૃહત્યાગ કરેલો અને તેઓ ઘરમાં સહુથી મોટા હોવાના પરિણામે ઘર ચલાવવાની જવાબદારી તેમના શિરે આવી.
<center>'''ઓગણચાળીસમા અધિવેશનના પ્રમુખ'''</center>
<center>'''શ્રી નિરંજન ભગત'''</center>
* નિરંજન ભગત મુખ્યત્વે કવિ છે, વિવેચક છે. તેમનો જન્મ ૧૯૨૬ના મે માસની ૧૮મી તારીખે થયો. પિતાનું નામ નરહરિભાઈ અને માતાનું નામ મેનાબહેન. તેમના દાદા કરિયાણાનો વેપાર કરતા હોવાના પરિણામે તેમની મૂળ અટક ગાંધી હતી, પણ દાદાને ધર્મમાં વિશેષ રસ પરિણામે તેમના જીવનના ઉત્તરકાળમાં મગન ભગતની ભજનમંડળીમાં જોડાયા. એટલે ‘ભગત’ તરીકે ઓળખાયા. તેમના પુત્ર અને પૌત્રોને આ અટક વારસામાં મળી હતી. નિરંજનભાઈ દસ વર્ષના હતા, ત્યારે તેમના પિતાએ ગૃહત્યાગ કરેલો અને તેઓ ઘરમાં સહુથી મોટા હોવાના પરિણામે ઘર ચલાવવાની જવાબદારી તેમના શિરે આવી.
નિરંજનભાઈ પોતાના બાળપણ વિશે લખે છે, ‘મારો’ જન્મ અમદાવાદમાં પણ એના બરોબર વચ્ચોવચ મધ્યભાગમાં હૃદય સમા ખાડિયામાં, લાખા પટેલની પોળમાં, દેવની શેરીમાં મોસાળમાં. આજુબાજુના વિસ્તારમાં નરસિંહરાવ – આનંદશંકર – કેશવલાલ આદિનાં વિદ્વત્તા અને વ્યવસ્થા માટે પ્રસિદ્ધ એવાં નાગર કુટુંબોનું વાતાવરણ. માતામહ વિદ્યમાન હતાં. એ અમદાવાદના સો અગ્રણી શ્રીમંત કુટુંબોમાંના એક શરાફી કુટુંબના નબીરા, વિચક્ષણ બુદ્ધિના ચતુર વ્યાપારી, બાપદાદાનું ઘર કાલુપુરમાં દોશીવાડાની પોળમાં સાચોરના ખાંચામાં. આજુબાજુના વિસ્તારમાં વાણિજ્ય અને વ્યવહાર માટે પ્રસિદ્ધ એવાં જૈન કુટુંબોનું વાતાવરણ. પાસેના ખાંચામાં અમદાવાદનું સૌથી મોટું વૈષ્ણવ મંદિર. એટલે સાથે સાથે ભક્તિનું પણ વાતાવરણ. આ ઘર અને મોસાળ વચ્ચે પાંચ મિનિટનું અંતર. એથી મારો ઉછેર આ વિવિધ વાતાવરણમાં થયો હતો.’

નિરંજન ભગતે પ્રાથમિક શિક્ષણ મ્યુનિસિપલ શાળામાં, માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાયટરી અને નવચેતન હાઈસ્કૂલમાં લીધું. નિરંજન ભગત ઉપર કાન્તનો ‘પૂર્વાલાપ’ અને બાલાશંકરના ‘ક્લાન્ત કવિ’ આ બંને કવિઓની કવિતાની અસર પડેલી. સુંદરમ્ અને ઉમાશંકર જોશીની કવિતાની પણ તેમના પર અસર પડેલી. તેમણે અમદાવાદ અને મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ લીધેલું. ૧૯૪૮માં બી.એ. થયા. ૧૯૫૦માં એમ.એ.ની પરીક્ષા મુખ્ય વિષય અંગ્રેજી સાથે આપી. એમ.એ. થયા પછી એલ.ડી. આર્ટ્‌સ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક નિમાયા. અમદાવાદની બી.ડી. આર્ટ્‌સ કૉલેજ, ગુજરાત લૉ સોસાયટી સંચાલિત આર્ટ્‌સ કૉલેજ અને છેલ્લે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી સેવાનિવૃત્ત થયા.

Line 82: Line 84:
સમાજ કવિસૂનો ન હજો અને સંસ્કૃતિ કવિતાસૂની ન હજો, કાવ્યપુરુષને એ પ્રાર્થના સાથે અને ગુજરાતને એ શુભેચ્છા સાથે વિરમું છું.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૩૮
|next = ૪૦
}}
18,450

edits