પરિષદ-પ્રમુખનાં ભાષણો/૮.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 131: Line 131:


સુવર્ણને અગ્નિમાં નાખ્યા વિના જણાતું નથી કે તેમાં શુદ્ધતા કેટલી છે અને ભેગને લીધે થયેલી કાળાશ કેટલી છે.
સુવર્ણને અગ્નિમાં નાખ્યા વિના જણાતું નથી કે તેમાં શુદ્ધતા કેટલી છે અને ભેગને લીધે થયેલી કાળાશ કેટલી છે.
દોષૈકદર્શન એ વિવેચનનું કાર્ય નથી; પરંતુ કૃતિમાંના ગુણ અને દોષ જુદા પાડવા કૃતિમં કયા ગુણ છે અને કયા દોષ છે તેને ખોળી કાઢી રજૂ કરવા, કૃતિની ખૂબીઓ તેમજ ખામીઓ દર્શાવવી, અને કૃતિનું સમસ્ત સ્વરૂપ લક્ષમાં લઈ તેની તુલના કરવી, એ વિવેચનનું કાર્ય છે. આવા વિવેચનસાહિત્યની ગુજરાતી ભાષામાં ખોટ છે. તેનું કારણ કે વાચકોના તેમજ લેખકોના લક્ષમાં વિવેચનનું મહત્ત્વ ઊતર્યું નથી. ગ્રંથોની યથાયોગ્ય તુલના થાય તે લેખકોને લાભપ્રદ છે. તેમ જ વાચકોને લાભપ્રદ છે. એવી તુલના વિના સાહિત્યમાં સુસ્થતા આવતી નથી, પોતાની કૃતિની કિંમત લેખકોને સમજાતી નથી, તેમ જ લેખકોની કૃતિઓની કિંમત શી રીતે આંકવી તેનું માર્ગદર્શન વાચકોને મળતું નથી. આ કાર્ય કરવાનું માથે લેનાર વિવેચકની જવાબદારી ભારે છે. બે પ્રશંસાનાં વચન અને બે દોષદર્શનનાં વચન કહ્યાથી એ કાર્ય સિદ્ધ થતું નથી. વિવેચક પોતે બહુશ્રુત હોવા જોઈએ. અને પોતાના અભ્યાસનો લાભ વાચકોને મળે એવી રીતે તેણે પ્રવૃત્તિ કરવી જોઈએ. વિવેચનસાહિત્યના સુપ્રખ્યાત વર્તમાન ઇતિહાસલેખક તથા સાહિત્યપરીક્ષાના ધોરણે પ્રવીણ લેખક મિ. જ્યોર્જ સેઇન્ટ્સ્બરી વિવેચકની યોગ્યતા માટે આ પ્રમાણે માર્ગ દર્શાવે છે.
દોષૈકદર્શન એ વિવેચનનું કાર્ય નથી; પરંતુ કૃતિમાંના ગુણ અને દોષ જુદા પાડવા કૃતિમં કયા ગુણ છે અને કયા દોષ છે તેને ખોળી કાઢી રજૂ કરવા, કૃતિની ખૂબીઓ તેમજ ખામીઓ દર્શાવવી, અને કૃતિનું સમસ્ત સ્વરૂપ લક્ષમાં લઈ તેની તુલના કરવી, એ વિવેચનનું કાર્ય છે. આવા વિવેચનસાહિત્યની ગુજરાતી ભાષામાં ખોટ છે. તેનું કારણ કે વાચકોના તેમજ લેખકોના લક્ષમાં વિવેચનનું મહત્ત્વ ઊતર્યું નથી. ગ્રંથોની યથાયોગ્ય તુલના થાય તે લેખકોને લાભપ્રદ છે. તેમ જ વાચકોને લાભપ્રદ છે. એવી તુલના વિના સાહિત્યમાં સુસ્થતા આવતી નથી, પોતાની કૃતિની કિંમત લેખકોને સમજાતી નથી, તેમ જ લેખકોની કૃતિઓની કિંમત શી રીતે આંકવી તેનું માર્ગદર્શન વાચકોને મળતું નથી. આ કાર્ય કરવાનું માથે લેનાર વિવેચકની જવાબદારી ભારે છે. બે પ્રશંસાનાં વચન અને બે દોષદર્શનનાં વચન કહ્યાથી એ કાર્ય સિદ્ધ થતું નથી. વિવેચક પોતે બહુશ્રુત હોવા જોઈએ. અને પોતાના અભ્યાસનો લાભ વાચકોને મળે એવી રીતે તેણે પ્રવૃત્તિ કરવી જોઈએ. વિવેચનસાહિત્યના સુપ્રખ્યાત વર્તમાન ઇતિહાસલેખક તથા સાહિત્યપરીક્ષાના ધોરણે પ્રવીણ લેખક મિ. જ્યોર્જ સેઇન્ટ્સ્બરી વિવેચકની યોગ્યતા માટે આ પ્રમાણે માર્ગ દર્શાવે છે.{{Poem2Close}}


<Poem>
“સૌથી પહેલો અને મહાન નિયમ એ છે કે વિવેચક વાંચવું જોઈએ, અને બની શકે ત્યાં સુધી બધું વાંચવું જોઈએ. વિવેચક જો કોઈ સમયનું સાહિત્ય વાંચવાનું મૂકી દે, ગમે એટલા નાના પણ વાસ્તવિક મહત્ત્વના કોઈ લેખકની કૃતિઓ વાંચવાનું મૂકી દે તો તે વિવેચક પોતાનું દૃષ્ટિબિંદુ સુસ્થતામાંથી ખસેડી દે એ જોખમ રહે છે. બીજા સાહિત્યની ગણના કરવાનું વિવેચક ધ્યાનમાં ન રાખે તો તો તેની સ્થિતિ એવા જ જોખમમાં આવેલી થાય. વળી વિવેચકે નિરંતર પુસ્તકો, લેખકો અને સાહિત્યની સરખામણી કરવી જોઈએ કે એ સર્વમાં શો તફાવત છે તે તે જોઈ શકે. પણ કોઈમાં બીજાના અંશ નથી માટે તેની તરફ અરુચિ થાય એ હેતુથી એ કાર્ય તેણે કરવું ન જોઈએ, અને વળી કોઈ પુસ્તક જોયા સિવાય તેમાં શું આપવું જોઈએ એનો ખ્યાલ તેણે બનતાં સુધી મનમાં બાંધવો ન જોઈએ. અર્થાત્ જે પટ ઉપર તે છબી પાડે તે બને તેટલી સંભાળથી તૈયાર કરવો જોઈએ, અને રેખાઓની યથાસ્થિત મૂર્તિ તેમાં પ્રગટે એવી તૈયારી તેણે કરવી જોઈએ, પણ તે સાથે એ સંભાળ પણ બારીક રીતે લેવી જોઈએ કે પટમાં સૂક્ષ્મતમ પણ રેખા, છાયા કે ડાઘનો અપરાધ ન નડે અને પાડવાની છબીનું રૂપ અણુમાં અણુ પ્રમાણમાં બદલાય નહિ.”
“સૌથી પહેલો અને મહાન નિયમ એ છે કે વિવેચક વાંચવું જોઈએ, અને બની શકે ત્યાં સુધી બધું વાંચવું જોઈએ. વિવેચક જો કોઈ સમયનું સાહિત્ય વાંચવાનું મૂકી દે, ગમે એટલા નાના પણ વાસ્તવિક મહત્ત્વના કોઈ લેખકની કૃતિઓ વાંચવાનું મૂકી દે તો તે વિવેચક પોતાનું દૃષ્ટિબિંદુ સુસ્થતામાંથી ખસેડી દે એ જોખમ રહે છે. બીજા સાહિત્યની ગણના કરવાનું વિવેચક ધ્યાનમાં ન રાખે તો તો તેની સ્થિતિ એવા જ જોખમમાં આવેલી થાય. વળી વિવેચકે નિરંતર પુસ્તકો, લેખકો અને સાહિત્યની સરખામણી કરવી જોઈએ કે એ સર્વમાં શો તફાવત છે તે તે જોઈ શકે. પણ કોઈમાં બીજાના અંશ નથી માટે તેની તરફ અરુચિ થાય એ હેતુથી એ કાર્ય તેણે કરવું ન જોઈએ, અને વળી કોઈ પુસ્તક જોયા સિવાય તેમાં શું આપવું જોઈએ એનો ખ્યાલ તેણે બનતાં સુધી મનમાં બાંધવો ન જોઈએ. અર્થાત્ જે પટ ઉપર તે છબી પાડે તે બને તેટલી સંભાળથી તૈયાર કરવો જોઈએ, અને રેખાઓની યથાસ્થિત મૂર્તિ તેમાં પ્રગટે એવી તૈયારી તેણે કરવી જોઈએ, પણ તે સાથે એ સંભાળ પણ બારીક રીતે લેવી જોઈએ કે પટમાં સૂક્ષ્મતમ પણ રેખા, છાયા કે ડાઘનો અપરાધ ન નડે અને પાડવાની છબીનું રૂપ અણુમાં અણુ પ્રમાણમાં બદલાય નહિ.”
{{Right|(‘હિસ્ટરી ઑફ ક્રીટીસીઝમ’)}}
</Poem>
{{Poem2Open}}
ગ્રંથની પરીક્ષા સંબંધમાં “નિયમો” અને “સિદ્ધાંતો” એવો ભેદ કરવામાં આવે છે. “નિયમો” વસ્તુ, છંદ, ભાષા અને શૈલી જેવી ઓછા મહત્ત્વની બાબતો વિષે હોય છે અને “સિદ્ધાંતો” મુદ્દાની બાબતો વિષે હોય છે. એટલે સમસ્ત કૃતિથી વાંચનારના મન ઉપર કેવી અસર થાય છે, તથા તેની કલ્પના કેવી રીતે ઉત્તેજિત થાય છે એ પરીક્ષા સિદ્ધાંતો વિષેની છે. વિવેચનમાં “નિયમ” ગૌણ છે અને “સિદ્ધાંતો” મુખ્ય છે તથા વિચારમાં લેવા યોગ્ય છે, એમ કેટલાકનું કહેવું છે. નિયમોથી ગુણદોષનું દર્શન થાય છે, પણ જમાના બદલાતાં તેનું મહત્ત્વ બદલાય છે. પરંતુ સિદ્ધાંતો મનુષ્યના મનને લગતા હોવાથી સર્વકાળમાં એના એ રહે છે, એમ કેટલાકનું માનવું છે. નિયમોને હદ ઉપરાંત મહત્ત્વ આપવાથી વિવેચન કૃત્રિમ થઈ જાય છે, એ ખરું છે. પરંતુ નિયમો પણ રસિકતાનાં કોઈ ધોરણો ઉપર રચાયેલા હોય છે, અને જમાને જમાને રુચિઓ બદલાય, પરંતુ રસિકતાનું ધોરણ બદલાય નહિ, એ લક્ષમાં લેતાં નિયમો છેક અવગણનાપાત્ર છે એમ કહી શકાશે નહિ. અલબત્ત, નિયમોને અક્ષરશઃ વળગી રહેવું ન જોઈએ; પરંતુ નિયમોમાં રહેલું હાર્દ ધ્યાનમાં રાખવું જોઈએ. ઉદાહરણાર્થે, કોઈ શબ્દ કે વિચારની પુનરુક્તિ ન થવી જોઈએ એવો નિયમ છે. પરંતુ કેટલેક પ્રસંગે શબ્દ તથા વિચારની પુનરુક્તિનો સંભવ રહે છે, અને તે પુનરુક્તિ વિના ન્યૂનતા જણાય છે. આવા પ્રસંગમાં નિર્ણાયક વાત એ છે કે બીજા શબ્દ કે વિચારની ખામીને લીધે અથવા વિનાપ્રયોજન પુનરુક્તિ થવી ન જોઈએ એટલે અંશે એ નિયમ માન્ય રાખવા જોગ છે. રસિકતાનાં ધોરણો શી રીતે ગોઠવવાં એ અભ્યાસ કરવાની મનને ટેવ પડે અને તુલના કરવામાં મન કસાય એ નિયમોની મોટી કિંમત છે. વિવેચક નિયમોથી માહિતગાર હોવા જોઈએ; પણ નિયમોનો ક્યાં ઉપયોગ કરવો અને ક્યાં ન કરવો એ નિર્ધારણા કરવાની વિવેચકમાં શક્તિ હોવી જોઈએ; અને અનુસરણથી કૃતિમાં સત્ત્વ આવતું નથી એ મોટી વાત ભૂલી ન જવી જોઈએ, સત્ત્વ તો લેખકના મનમાં રહેલી ભાવના વડે સિદ્ધ થાય છે. પણ ભાવનાનો પ્રકાર ઉત્તમ હોય ત્યાં નિયમોમાં કહેલી રીતિથી વિરોધી માર્ગ ગ્રહણ થતો નથી તથા નિયમોમાં પરિહાર્ય કહેલા દોષ દૂર રહે છે એ મનોવ્યાપાર ભૂલી જવો ન જોઈએ.
વળી ગ્રંથમાં જોવાની મુખ્ય વસ્તુ તે તેનું વક્તવ્ય છે. એ વક્તવ્ય પ્રદર્શિત કરવાની રીત તે એટલી બધી પ્રધાન નથી. પરંતુ વક્તવ્ય પ્રદર્શિત કરવાની રીતે એ લેખકની કળાનું પરિણામ છે; અને લેખકની કળા અરુચિકર હોય તો વાંચનાર ઉપર અસર થઈ શકતી નથી. આ રીતનો બહોળો અર્થ લેતાં પ્લેટોએ એ ધોરણ ગ્રહણ કરેલું કે વસ્તુનું પ્રતિપાદન નીતિમય હોય તે સિવાય તેમાં ઉત્તમતા હોઈ શકે નહિ, તથા જ્યાં રીતિમાં ન્યૂનતા હોય ત્યાં વિચારમાં અને સલ્લક્ષણમાં ન્યૂનતા હોવી જોઈએ.
વિવેચનના સ્વરૂપ અને હેતુ વિષે એમ કાંઈક દિગ્દર્શન કર્યા પછી ગુજરાતી સાહિત્યમાં વિવેચનસંપત્તિ કેટલી છે તે વિચારમાં લઈશું. નવલરામે વિવેચનસાહિત્ય ઉત્પન્ન કરવા માંડ્યું ત્યાર પછી તે બંધાયું. પરંતુ હાલ વિવેચનસાહિત્ય બહુધા દેખા દેતું નથી. એક વેળા એવો સમય હતો કે માસિક અને ત્રૈમાસિક પત્રો વિવેચનકાર્ય એ પોતાની ફરજ ગણતાં; અને એ રીતે કેટલુંક વિવેચનકાર્ય થયું છે. પરંતુ એ માર્ગનું પણ ઝાઝું અનુસરણ હવે થતું નથી. આનું કારણ ખોળતાં કદાચ એ કલ્પના થશે કે ગુજરાતના લેખકોને વિવેચનની બહુ કદર નથી. પરંતુ આ વિચાર એક પક્ષે જ ખરો છે. પ્રશંસામય વિવેચનની ઘણી કદર થાય છે તે પુસ્તકો માટે અભિપ્રાય (અર્થાત્ પ્રશંસામય અભિપ્રાય) માટે ઘણી માગણીઓ થાય છે એ ઉપરથી સ્પષ્ટ થાય છે. પ્રશંસામય વિવેચન માટે સાધારણ રીતે ઉત્સુકતા પ્રવર્તમાન છે. પણ અપ્રશંસામય વિવેચન તરફ અણગમો સાધારણ છે; અને માત્ર લેખકો આ નિર્બળતાને વશ છે એમ નથી, પણ વાચકવર્ગમાં જે લેખક તરફ રુચિ ઉત્પન્ન થઈ હોય તેનાં હદપાર વખાણ વાચકોને પસંદ પડે છે, અને તેના દોષ અથવા ન્યૂનતા દર્શાવનાર ટીકા તરફ વાચકવર્ગને બેદરકારી હોય છે. વાચકવર્ગની નિર્મર્યાદ પ્રશંસાની અસર લેખકો ઉપર પણ થાય છે અને માત્ર પોતાની પ્રશંસા હોય એવાં વિવેચનની તેઓ આશા રાખે છે, અને લેખકની કૃતિમાં રહેલ દોષ દર્શાવ્યા હોય એવું વિવેચન લેખકનું અપમાન કરે છે એમ વાચકવર્ગ માને છે, અને તેને લીધે લેખકવર્ગ પણ એવી માન્યતાની ભૂલમાં પડે છે. આનું એક પરિણામ એ થયું છે કે અમુક વર્ગ, કોમ, કે જાતિ લેખનકળામાં પછાત હોય તો વિવેચકોએ તેમના લેખમાંના દોષ દર્શાવવા નહિ પણ ગુણ જ દર્શાવવા એ એવા લેખકોને ઉત્તેજન આપવાનો માર્ગ છે એમ કહેવામાં આવે છે. એવા લેખકોને સુસ્થ માર્ગે મૂકવા સારુ તેમની કૃતિની યથાર્થ પરીક્ષા કરવી જોઈએ; અને એ જ તેમને ઉત્તેજન આપવાનો ખરો માર્ગ છે એ મોટી વાત ઘણી વેળા ધ્યાનમાં આવતી નથી. લેખકની કૃતિમાંના દોષ દર્શાવવા તેનો અર્થ એ નથી કે લેખક દુષ્ટ છે અથવા મૂર્ખ છે એમ કહેવું, પણ જ્યાં ગુણ હોય ત્યાં તે પ્રકટ કરવા નહિ એ જેમ વિવેચનના કાર્યમાં અયોગ્ય છે, તેમ દોષને રૂપે પ્રકટ કરવા નહિ, દોષ ઉપર ધ્યાન ખેંચવું નહિ એ પણ અયોગ્ય છે; અને લેખકોના દોષનું દર્શન સહન કરવાની વાચકવર્ગમાં તેમ જ લેખકવર્ગમાં શક્તિ આવશે નહિ ત્યાં સુધી વિવેચનસાહિત્ય સુદૃઢતાથી બંધાશે નહિ. જેમ દોષદર્શન હદપાર જવું જોઈએ નહિ તેમ ગુણદર્શન પણ હદપાર જવું જોઈએ નહિ. ગુણ હોય ત્યાં તેના કથન ઉપરાંત વિવેચક પોતાનું સમતોલપણું ખોઈ બેસે અને લેખકની અત્યુક્તિભરેલી પ્રશંસા કરે તેથી પણ મર્યાદાના અવધિનો ભંગ થાય છે અને વિવેચકની કિંમત નષ્ટ થાય છે. હાલ આપણા સાહિત્યમાં લેખકોમાં ગુણદોષની પરીક્ષા આ રીતે સમતોલપણા વગરની થાય છે. એથી યથાર્થ વિવેચનસાહિત્યની પ્રજામાં કિંમત નથી. યથાર્થ વિવેચન વિના કૃતિ કસોટીમાં ઊતરી શકતી નથી. અને સુવર્ણને અગ્નિમાં નાખી કરવાની ગ્રંથકારની પરીક્ષા, જે કાળિદાસે આવશ્યક કહી છે, તેનો અમલ થતો નથી. ત્રૈમાસિક અને માસિક પત્રોની વિવેચન સંબંધે જે ખાસ ફરજો છે તે અદા કરવાને તેઓ ચૂકશે નહિ, અને ગુણદોષનું કથન નિષ્પક્ષપાત રીતે તથા કુશળતાથી તેઓ કરશે, અને અતિપ્રશંસાના અથવા દોષૈકદૃષ્ટિના ભ્રમમાં ન પડતાં તેઓ વિવેકથી તથા ડહાપણથી ગ્રંથપરીક્ષા કરશે અને એ રીતે વિવેચનસાહિત્ય બાંધવામાં સહાયભૂત થશે એવી આશા રાખીશું.
માસિક પત્રો અને ત્રિમાસિક પત્રો વિષે કરેલા ઉલ્લેખથી પત્રોના વિકાસ વિષે સૂચન કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. સદ્ગત હાજી મહમદ અલ્લારખિયાએ ઉચ્ચ પ્રકારનું સચિત્ર માસિક કાઢી જે માર્ગ ખુલ્લો કર્યો તે માર્ગનું અનુસરણ હજી સુધી ચાલુ છે એ આનંદજનક છે. માસિકોમાં અને ત્રૈમાસિકોમાં વાર્તા તથા વિવેચન ઉપરાંત સામાન્ય જ્ઞાનના લેખનો સમાવેશ થવો જોઈએ અને એ રીતે તેમની ઉપયોગિતા અનેક પ્રકારની થવી જોઈએ એટલું કહીશું તો બસ છે.
ગુજરાતી ભાષા બોલનાર વિવિધ કોમો ગુજરાતી સાહિત્યની ઉન્નતિના કાર્યમાં સામેલ થવા ઇંતેજાર છે એ સંતોષજનક છે. જૈન, પારસી, મુસલમાન, સર્વ કોમો સાહિત્યસેવામાં પોતાનું સાહિત્ય રજૂ કરે છે, અને એ સર્વના સંમિલનથી ગુજરાતના વિસ્તાર તથા મહત્ત્વનું દર્શન થાય છે. આ બાબતમાં એક સાવચેતી ધ્યાનમાં લેવાની જરૂર છે; અને તે એ છે કે જુદી જુદી કોમો વચ્ચેનો ભેદ આગળ કરવો ન જોઈએ, પણ સર્વ એક ભાષા બોલનાર છે એ કારણથી ઊપજતું ઐક્ય આગળ કરવું જોઈએ. આ માટે જ્યાં ધર્મનો ભેદ છે ત્યાં જુદી જુદી કોમના ધર્મનું સાહિત્ય બાજુ ઉપર રાખી જે સાહિત્યમાં બધી કોમોનો રસ પડે તેમ હોય તેને પ્રધાનપણું આપવું જોઈએ. દરેક કોમોના લેખકોએ પોતાની કોમના સાહિત્યમાં ગુજરાતી વાચકને રુચિ ઉત્પન્ન કરનારા અંશો કયા કયા છે તે ઉપર ખાસ ધ્યાન ખેંચવું જોઈએ. જે કોમના લેખકોની સાહિત્યસેવા સામાન્ય ગુજરાતી વાચકવર્ગની દૃષ્ટિ આગળ રજૂ કરવા જેવી હોય તે લેખકોની કૃતિઓ પર ધ્યાન ખેંચવું અને તેના ગુણદોષ આગળ પાડવા એ તે કોમના લેખકોની ફરજ છે. એ કાર્યમાં ધર્મની વિશેષતા ઉપર ભાર મૂકવો ન જોઈએ, પણ કૃતિની વિશેષતા આગળ કરવી જોઈએ. જૈન તથા મુસલમાન ગુજરાતી લેખકોએ પ્રવર્તમાન ગુજરાતી ભાષા કાયમ રાખી લેખનપ્રવૃત્તિ કરી છે. હાલની ગુજરાતી ભાષાના આરંભકાળથી જૈન લેખકો ગુજરાતી સાહિત્યની સેવામાં હાજર થયા છે, અને ગુજરાતી ભાષા તે પોતાની ભાષા છે એમ માની લઈ પ્રવૃત્ત થયા છે. તેમની એ સેવા માટે ગુજરાત ઋણી છે. એ સેવા તેઓ ચાલુ રાખશે એમ ગુજરાતી પ્રજા આશા રાખે છે.
મુસલમાન લેખકોએ પણ ગુજરાતી ભાષાનું મૂળ સ્વરૂપ સ્વીકારેલું છે, અને ગુજરાતી ભાષા છે તેવી જ ઉપયોગમાં લેવા પ્રવૃત્તિ કરી છે. મિ. કરીમઅલી રહીમઅલી નાનજિયાણીનાં પુસ્તકો તથા “હઝરતઅલી (અ. સ.)નાં બોધવચનો” એ નામનું પુસ્તક નવસારીનિવાસી પીરજાદા સૈયદ સદરૂદ્દીન હાલમશા દરગાવાળા તરફથી થોડા વખત ઉપર પ્રકટ થયું છે તે મુસલમાન લેખકોની શુદ્ધ ગુજરાતી ભાષાના નમૂના રૂપ છે.
પારસી કોમે ગુજરાતના ઉદ્યોગની તથા સમૃદ્ધિની ભારે સેવા કરી છે અને તેમની તરફથી સાહિત્યની ભારે સેવા થઈ શકે તેમ છે, તો તેમને વીનતી કરવી ઉચિત છે કે પ્રવર્તમાન ગુજરાતી ભાષાનો લેખનપ્રવૃત્તિમાં સ્વીકાર કરી તેમનું સાહિત્ય સમસ્ત ગુજરાતી પ્રજાને ઉપયોગી થાય એવો ઉદ્યોગ તેમણે આદરવો જોઈએ. એ કાર્ય તેમનાથી થઈ શકે તેમ છે, અને મિ. મલબારી, મિ. તાલેયારખા, મિ. ખબરદાર, વગેરે વિશિષ્ટ પારસી લેખકોએ ઉત્તમ ગુજરાતી શૈલીમાં લેખ લખ્યા છે. પારસી લેખકો ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચ લખાણ કરવા સમર્થ છે. ગુજરાતી ભાષાનું સામર્થ્ય તેઓ વધારી શકે તેમ છે, તો આ વીનતી અસ્થાને નથી.
આ સંબંધે કવિ નર્મદાશંકરનાં વચન લક્ષમાં લેવા યોગ્ય છેઃ
{{Poem2Close}}
<Poem>
'''તેની તેની છે ગુજરાત,'''
'''પછી હોય ગમે તે જાત.'''
'''પૂર્વજ જેના જે વળી આજે જન્મથકી ગુજરાતી વદ્યા'''
'''કોઈ રીતથી તો પણ ને વળી આર્યધર્મને રાખી રહ્યા'''
'''તેની તેની છે ગુજરાત,'''
'''પછી હોય ગમે તે જાત,'''
'''તેની તેની છે ગુજરાત.'''
'''વળી પરદેશી બીજા જેને ભૂમિએ પાળી મોટા કર્યા,'''
'''પરધર્મી પણ હિત ઇચ્છનારા માતતણું તે ભાઈ ઠર્યા.'''
'''“કોની કોની છે ગુજરાત?'''
'''પછી હોય ગમે તે જાત'''
'''તેની તેની છે ગુજરાત.”'''
</Poem>
{{Poem2Open}}
અંતમાં આપણા સર્વની ભાષા તથા સાહિત્યના ઉત્કર્ષ માટેની અભિલાષા ઈશ્વરકૃપાથી પરિપૂર્ણ થાય એમ આશા દર્શાવી યાચના કરીશું કે विन्देम देवतां वाचममृतामात्मनः कलाम् ।।
{{Poem2Close}}
{{Poem2Close}}
<Center>'''* * *'''</center>
26,604

edits