પલકારા/જલ્લાદનું હૃદય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 29: Line 29:
પાંત્રીસ વર્ષના પુરુષને કાને ‘પ્રભુ’ અને ‘પિતૃદેવો’ના બોલ પડ્યા. પોતે લીધેલા ‘કસમ’ એણે યાદ કર્યા, એનું માથું નીચે ઢળ્યું. એ ત્યાંથી ચાલ્યો – બહાર નીકળી ગયો.  

ડોકામરડી ગલીના એ ભંડકિયા ઓરડામાં સાત નિશાચરો ઘુવડશા મનસૂબા ઘડતા બેઠા રહ્યા.  

[૨]  
 
<center>'''[૨]'''</center>
 
દરવાજાને ઓટે બેઠો બેઠો એક આદમી એની લાંબી નળીવાળી ચુંગી પી રહ્યો હતો. મીઠી તમાકુના ધીરા ધુમાડાના એના નાકમાંથી નીકળી અવનવા આકાર ધરતા ઊંચે ચઢતા હતા. એની આંખો આ ધૂમ્રપાનની સુખ-લહેરમાં ઘેરાતી હતી. ઓટા પર બેઠો બેટો એ ગલીના ઊંડાણમાં છેક બીજે છેડે ચાલતો શોરબકોર સાંભળતો હતો, અને પોતાની સામે ઊભેલા સાથીને કહેતો હતો કે –  

“કોમ આખી કેટલી બધી ઊતરી ગઈ ? આપણે પરદેશમાં આવીને મવાલી બની ગયા. આપણે આપણા દેશની ઈજ્જત અહીં પારકે પાદર આવીને ધૂળ મેળવી, મુર્દાની પણ આપણે અદબ મેલી. સ્મશાનયાત્રાનો પંથ તો પ્યારનો, પસ્તાવાનો, તોબાહ કરી લેવાનો. ત્યાં પણ આપણાં લોક ગરદનો કાપે છે પરસ્પરની.”  

Line 41: Line 45:
“મારી – મારી ગરદન !” ઘરધણી ફફડ્યો : “મારા શા અપરાધે ? હું નહિ – ના ના, હું નહિ – ભાગી જા અહીંથી : ચાલ્યો જા ! તું મારો જાન લેવરાવવા માગે છે ? – ભાગી જા !”  

નજૂમીને ધકાવી નાખી ઘરધણીએ જ્યારે અંદરથી દ્વાર બંધ કર્યું ત્યારે બહાર ઊભો ઊભો નજૂમી ખડખડ હસતો હતો; દ્વાર ભભડાવતો કહેતો હતો : “તકદીરના આંકડાને અપમાન દેનારો પસ્તાશે, હાં કે તાઈ !”  

[૩]  
 
<center>'''[૩]'''</center>
 
તાઈ બેઠો રહ્યો. રાત પડી. તાઈનો થરથરાટ શમી ગયો. તકદીરના આંક ચાહે તે હો, પણ તાઈએ વિચાર્યું કે જલ્લાદજીની કુહાડીને માટે સહુ કોઈએ તૈયારી કરી જ નાખવી ઘટે. એ તૈયારી કરવા તાઈએ મેજ પર મોટો કાગળ પાથર્યો. એમાં પોતે લખવા મંડ્યો : એ લખાણ પોતાના વસિયતનામાનું હતું.  

ઠંડા સુગંધી દીવા બળતા હતા. ધૂપદાનીનાં ધૂપ-ગૂંચળાં ઓરડાની અંદર ખુશબોનું ચિત્રાંકન કરતાં હતાં. એક બાજુએ માંડેલી પ્રભુપ્રતિમા એનાં નયનોમાંથી નીરવ અમૃતધારા રેલાવતી હતી, અને બાજુના બીજા ખંડમાંથી એક બાળગીતના સૂરો ચાલ્યા આવતા હતા. કોઈ કોમલ શરણાઈ-કંઠનું એ સંગીત હતું. વસિયતનામું લખતો લખતો ઘરમાલિકી વારેવારે એ કાલાઘેલા ગીત તરફ કાન માંડતો હતો, અને આંખોમાં સુખલહેર અનુભવતો હતો.  

Line 50: Line 58:
સ્મશાનેથી શબ ઊઠીને આવ્યું હોય એવો એ આવનારનો થીજેલો ચહેરો હતો. પોતાનું સ્નેહભર્યું સ્વાગત દેખીને એની મુખમુદ્રા વધુ શ્યામ બની. જવાબ આપ્યા વગર એ ઘરમાલિકની બાથમાં ઘસડાતો ઘરમાં ગયો.  

“જોયું ? સાંભળ્યું ? ઘરમાલિકે મહેમાનને ખંડની વચ્ચે ઊભો રાખી કહ્યું : સાંભળ્યું એ ગીત ? –”  

હીરદોરમાંથી સરતાં મોતી જેવા ગીતના શબ્દો સંભળાતા હતા ?  
હીરદોરમાંથી સરતાં મોતી જેવા ગીતના શબ્દો સંભળાતા હતા ? {{Poem2Close}}
દાદીના વડલામાં કોયલ માળા બાંધે;
 
માળા તો બાંધે ને કોયલ ઈંડાં મેલે;
<Poem>
ઈંડાં તો મેલે ને કોયલ ચારો લાવે;
'''દાદીના વડલામાં કોયલ માળા બાંધે;'''
વડની પોલમાંથી એક ભોરિંગ આવે.  
'''માળા તો બાંધે ને કોયલ ઈંડાં મેલે;'''
'''ઈંડાં તો મેલે ને કોયલ ચારો લાવે;'''
'''વડની પોલમાંથી એક ભોરિંગ આવે.'''
</Poem>
 
{{Poem2Open}}
“સાંભળ્યું ? કેવું મીઠું મીઠું ગાય છે તારી તોયા ! બહુ ડાહી દીકરી : મા વિનાની એટલે જ આવી ડાહી છે, હોં કે ! હમણાં મારે એને ખબર નથી આપવી કે તમે આવ્યા છો. આવો, અહીં આવો, કંઈક બતાવું.”  

પરોણાને ખેંચીને તાઈ ટેબલ સુધી લઈ ગયો; વસિયતનામું બતાવ્યું : “જુઓ, મેં તો આજે ને આજે જ બધું પતાવી લીધું છે. મને તો હવે આ દેહનો ભરોસો નથી. તમારી ને અમારી કોમો ખૂબ લોહી પીશે; ને હું આગેવાન ગણાયો છું, એટલે મારો વારો પહેલો આવશે. માટે, ભાઈ, મેં તો બધું ઠેકાણે પાડી દીધું. લ્યો, હવે વાંચો જોઉં –”  

Line 65: Line 77:
હળવે પગલે, લપાતો તાઈ મહેમાનને હાથ ઝાલીને વચલા બારણા સુધી લઈ ગયો; દીકરીનો પલંગ દેખાય તે રીતે મિત્રને ઊભો રાખ્યો.  

ચાંદની રાતમાં ભીંજાવેલ હોય તેવી ચાદરથી ઓછાડેલ પલંગે દસ વર્ષની પુત્રી સૂતી છે. મશરૂના બાલોશિયા ઉપર એનું નાનું માથું ઢળેલું છે. એને શરીરે પણ રેશમનો પાયજામો ને પિરોજી હીરનું બદન લહેરાય છે. પાસે આયા બેઠી છે. પડી પડી તોયા ગાણું ગાય છે. આયા વાજું બજાવે છે. તોયાની આંખોમાંથી –  

નીંદર ભરી રે ગુલાલે ભરી;
{{Poem2Close}}
આજ મારી આંખડી નીંદર ભરી.  
<Poem>
'''નીંદર ભરી રે ગુલાલે ભરી;'''
'''આજ મારી આંખડી નીંદર ભરી.'''
</Poem>
{{Poem2Open}}
એવી કવિતાના ભાવ ટપકે છે.  
એવી કવિતાના ભાવ ટપકે છે.  
“મારી દીકરીનો આવો મીઠો કંઠ તું ગમાવતો નહિ, હો !” તોયાના પિતાએ મહેમાનને હસતાં હસતાં કહ્યું : “એને સંગીતની તાલીમ આપજે; તને એ બહુ સુખી કરશે.”  

Line 90: Line 106:
“બસ ત્યારે.” મિત્રનો ડાબો હાથ ઝાલીને તાઈએ બોસો ભર્યો. ગરદન ઝુકાવી.  

જલ્લાદની કુહાડીનો ઝટકો તોયાના ગીત-સ્વરોમાં ઝિલાઈ ગયો, ને મિત્રનું મસ્તક સુંવાળા ગાલીચા પ૨, કશા પછડાટ વગર સરી પડ્યું. ગાતી તોયાનાં પોપચાં જ્યારે ઘેરાવા લાગ્યાં ત્યારે ચાદરની સોડ ખેંચતાં ખેંચતાં એણે લાંબે અવાજે કહ્યું : બા-પુ-જી ! હવે ક્યારે આવો છો ?”  

૪  
{{Poem2Close}}
 
<Center>'''[]'''</Center>
 
{{Poem2Open}}
હણેલા મિત્રની માલમિલકત તેમ જ ધંધોરોજગાર પોતાને હસ્તક લઈ આ ભેદી પુરુષ પોતાનો ધંધો ચલાવ્યે જાય છે. પોતાની રિદ્ધિસિદ્ધિ વચ્ચે મિત્ર-પુત્રી તોયાનું લાલનપાલન કરી રહેલ છે. પોપચું આંખની કીકીને સાચવે છે તેવી કુમાશથી એ તોયાની રક્ષા કરે છે. પિતાનો કોણે વધ કર્યો એની તોયાને ગંધ સરખી પણ નથી. એને તો પિતાની ઊણપ સ્વપ્નમાંય ન સાંભરે  

તેટલું નવી વહાલપનું સુખ સાંપડી ગયું છે.  
તેટલું નવી વહાલપનું સુખ સાંપડી ગયું છે.  
Line 96: Line 118:
રખેવાળની ફિકર વધતી ચાલી. એને ચાળીસ વર્ષો ચડી ગયાં. જે જલ્લાદપદ એના તકદીરના સદાને માટે જડાઈ ગયું હતું, તેણે એના કુમળા ભાવોનો સંહાર વાળી દીધો. કોમની ગુપ્ત મજલિસમાં નેકપાક અને ઈમાની નરનું પરમ સ્થાન પામેલો એ પુરુષ એક બાજુથી કોમ-કોમ વચ્ચેનાં વેરને બુઝાવવા માટે કાકલૂદીઓ સંભળાવતો હતો, ને બીજી બાજુ બાંયમાં ચડાવેલી કુહાડીને કાળી કાળી અનેક અધરાતોએ અનેક સદોષ કે નિર્દોષ શત્રુપક્ષી ગરદનો પર પટકતો હતો. એવા બેવડ જીવનપ્રવાહે એના ચહેરામાં મૂંઝાતી ક્રૂરતા આલેખી દીધી; એના હોઠ પરનું હાસ્ય શોષી લીધું. એના મોંની આસપાસ ઊંડાં કોતરો ખોદી નાખ્યાં.  

કિશોરી તોયા તરણતાને હીંચોળે હીંચતી હીંચતી આ પાલનહારને નીરખતી હતી. બાપુના વસિયતનામામાં પોતાને તો આની જ પત્ની બનવાની પિતૃ-આજ્ઞા છે એ વાત તોયાએ જાણી હતી. કોમનાં કડક રૂઢિબંધનોને અળગાં મૂકીને આ રક્ષક તોયાને ભણાવતો હતો. કોમના જુવાનો પણ એને આંગણે ઝબૂકતા હતા.  

આ રીતે તોયાના અંતરમાં લાગણીની ભીનાશ ભરી હતી. પરંતુ એ ભીનાશ શાની હતી ? સ્નેહની ? કે ઉપકાર-બુદ્ધિની ?  

*
<center>'''*'''</center>
 
“તોયા !” એક દિવસની સંધ્યાએ પાલનહારે આવીને એની હડપચી હળવે હાથે ઊંચી કરી : “કાલે તારી અઢારમી વર્ષગાંઠ, ખરું ?”  

તોયાના મોં પર લજ્જાનો રંગ-ઘૂમટો ખેંચાયો.  

Line 114: Line 138:
“બાપુની આજ્ઞાની બહાર મારું સુખ ન હોઈ શકે.”  

હણેલા મિત્રની યાદ ઉપર આ જલ્લાદ આઠ વર્ષથી તર્પણ કરતો હતો; ‘મારી તોયાને સાચવજે ને સ્વીકારજે’ એટલા સંદેશા ઉપર એણે પોતાની જુવાની ઢોળાઈ જવા દીધી હતી. મન તોયાને જતી કરવા તૈયાર નહોતું; પણ ઈચ્છાવિરુદ્ધ તોયાને પોતાની કરવી નહોતી. ભાવતું તે બન્યું : તોયાને તેણે વળતે પ્રભાતે પોતાની કરી; તોયાના હોઠ પર ચુંબન ચોડ્યું.  

[૫]  
 
<center>'''[૫]'''</center>
 
“આટલી રાતે મને એકલી મૂકશો ?”  
“આટલી રાતે મને એકલી મૂકશો ?”  
“શું કરું ? કોમના હિત માટે જવું પડે છે.”  

Line 123: Line 151:
ટાણે-કટાણે, અધરાતે, પરોઢે – જ્યારે બહારના કામનું તેડું આવે ત્યારે પુરુષ કપડાં પહેરીને ચાલ્યો જાય છે. સ્ત્રીની જુવાની આ પતિનું દુનિયાજીવન સમજી શકતી નથી. એને શી ગમ પડે કે મિત્રનું લોહી છાંટ્યા પછી દિવસ ને રાત અંતરમાં આગના ભડાકા અનુભાતો પુરુષ કોમ-કોમ વચ્ચેના આ શોણિતપણાને અટકાવવાના શાંતિ-પ્રયત્નો કરી રહ્યો છે ? એને શો ખ્યાલ કે જુવાનીના ઝૂલા ઝુલવાનો હક્ક પોતાના મિત્રની હત્યાનું પ્રાયશ્ચિત કર્યા વગર આ પુરુષ ભોગવી શકે તેમ નથી ? એક જ લગની : એક જ ધૂન : એક જ તાલાવેલી ! સ્ત્રીને રસ માણવાની : પુરુષને રક્તપાત પર શાંતિ છાંટવાની.  

બેઉની વચ્ચે ઘણું અંતર પડી ગયું : માઝમ રાતના જલસાઓમાંથી વહ્યા આવતાં નૃત્યગીતના સ્વરહિલ્લોળોએ, ચાંદની રાતોમાં સર્જેલા નિરર્થક શણગારોએ, વેણીકૂલની અને ધૂપદીપન ફોરમોએ સહુએ એ સ્ત્રીને ગાંડી કરીને આખરે એના મકાનમાં ચોકી પહેરો ભરતા એક કોમી સ્વયંસેવક જુવાનના ભુજપાશમાં ધકેલી દીધી.  

<center>*</center>
 
અરધી રાત – અહીં એક યુવાનની ભુજાઓ વચ્ચે.  
અરધી રાત – અહીં એક યુવાનની ભુજાઓ વચ્ચે.  
અરધી રાત – ત્યાં વૈરના ભડકાથી વીંટળાયેલો.  

Line 138: Line 168:
એની બાંયમાંથી કુહાડો ડોકાયો – ને સહુની આંખો ખેંચાઈ ગઈ.  

“જલ્લાદજી !”  
“જલ્લાદજી !”  
“હા. એક જ માથું બાકી રહ્યું છે. હવે બીજા કોઈ બીશો નહીં.”  
“હા. એક જ માથું બાકી રહ્યું છે. હવે બીજા કોઈ બીશો નહીં.”
*
<center>*</center>
 
જલ્લાદ શાંતિ સ્થાપીને ઘેર આવતો હતો. બન્ને કોમને લડાવી મારનાર વિદેશી સ્વાર્થ સાધુની ગરદન પર એની કુહાડી ઝીંકાઈ ચૂકી હતી. હવે કુહાડીને બાંયમાંથી હેઠે ઉતારીને એનું સ્થાન મારી તોયાને આપીશ, એવી આશાએ એનાં પગલાં ઘર ભણી ઝડપ લેતાં હતાં. સાથેના ગુપ્ત મંડળનો બુઢ્ઢો પ્રમુખ હતો.  

દરવાજામાં દાખલ થતાં જ પાછલા બાગના ફુવારા પર એ બેઉએ દૃષ્ટોદૃષ્ટ દીઠું : યુવાન સ્વયંસેવક અને તોયા સ્નેહાલિંગનમાં લથબથ પડ્યાં હતાં.  

Line 160: Line 192:
“હેં-હેં-હેં-હેં !” ઘુવડના અંધારવીંટ્યા અવાજ જેવું એક હાસ્ય એને કાને અથડાયું.  

એણે ઊંચે જોયું. કોમનો દાઢીવાળો આગેવાન એક બાજુ ઊભો ઊભો કહેતો હતો : “શાબાશ ! મેં જોયાં એ બેઉને જીવતાં જતાં. શાબાશ નામર્દાઈ ! કોમની તવારીખમાં કદી ન બનેલો કિસ્સો ! દેવના નામે, પિતૃઓને નામે, ધર્મકુહાડો ધર્યો હતો તેને બરાબર શોભાવ્યો ! શાબાશ કોમના કલંક !”  

“હેં-હેં-હેં-હેં” ફરીવાર મધરાતનો ઘુવડ-નાદ કરીને બુઢ્ઢો આગેવાન ચાલ્યો ગયો.  

[૬]
 
<center>'''[૬]'''</center>
 
વળતા દિવસનાં પ્રથમ સૂર્ય-કિરણોએ એ લત્તાની દીવાલો પર, ભોંય પ૨, કાગળોનાં પતાકડાં પર, જ્યાં ને ત્યાં જાહેરાતો વાંચી :  

“નાપાક ઓરતના ટુકડા કરવાને બદલે એના જાર સાથે જીવતી જવા દેનાર ભાઈ … કોમના દ્રોહી નીવડ્યા છે; કોમને એણે એબ લગાડી છે. એનો બહિષ્કાર કરો.”  

બહિષ્કાર એટલે જીવતાં કબરમાં ચણાવું. રક્તપિત્તિયાને લોકો ત્યજે છે. છતાં લોકોની દયા એને નથી ત્યજી જતી પણ બહિષ્કાર પામેલો માનવી તો લોકતિરસ્કારના વાઘદીપડાને મોંએ ફેંકાઈ જાય છે : એના માંસના લોચા ચૂંથાય છે, છતાં દેખી શકાતા નથી; એથી કરીને લોકો બહિષ્કારનું દૃશ્ય દેખી તમાશાના પ્રેક્ષકોની પેઠે રંજિત બને છે.  

જલ્લાદજીની દુકાન સ્મશાન બની : આંટ તૂટી ગઈ : ઉંબર ઉપર તિરસ્કાર તિરસ્કારના થૂથૂકાર ગંધાઈ ઊઠ્યા. એણે રોજગાર સંકેલ્યો : માલ હરરાજીમાં મૂક્યો. કોઈ ખરીદનાર ન ડોકાયું. એના ઘરની દેવપ્રતિમાને એક ગોરો કલાપ્રેમી પોતાના ઘરના ફર્નિચર તરીકે લઈ ગયો.  

“બુઢિયા ! એ હે…ઈ બુઢિયા ! આ તારો કાગળ કો’ક આપી ગયું છે.”  

ખોપરી ફાટી જાય તેવા તપતા મધ્યાહ્ને એક બુઢ્ઢા જેવો લાગતો આદમી ખેતરમાંથી ચાનાં પાંદડાં વીણતો હતો. ચહેરાની ચોપાસ વધેલી વાળની ઝાડીમાંથી એની બે નિસ્તેજ આંખોએ ઊંચે જોયું : કોઈક મજૂરણ ડોશીએ એના હાથમાં કાગળની ચબરખી મૂકી.  

Line 187: Line 225:
પગરખાં સંધાવવા માટે એક ખૂણામાં એ મોચીની દુકાને ઊભો રહ્યો; મોચીને પૂછ્યું : “ગોરી ગલી કેણી મેર આવી ?”  

મોચીએ ઊંચે જોયું : મોં મલકાવ્યું ! જોડામાં સોયો ઘોંચતાં ઘોંચતાં મોચીએ ગાન લલકાર્યું :  
મોચીએ ઊંચે જોયું : મોં મલકાવ્યું ! જોડામાં સોયો ઘોંચતાં ઘોંચતાં મોચીએ ગાન લલકાર્યું :  
{{Poem2Close}}
<Poem>
મુશ્કીલસે કટતી હૈ રાત  
મુશ્કીલસે કટતી હૈ રાત  
હાં રે હાં, મુશ્કીલસે કટતી રાત !
હાં રે હાં, મુશ્કીલસે કટતી રાત !
પ્યારે, તોરી કેસી શરમ કી હૈ બાત !  
પ્યારે, તોરી કેસી શરમ કી હૈ બાત !  
</poem>
{{Poem2Open}}
વ્યંગ કરીને એણે ફરીથી ઘરાકને નિહાળ્યો; કહ્યું : “ભેળું ખાંપણ બાંધીને જજે, ભૈયા ! એ જો… આમ રિયો ગોરી ગલીનો રસ્તો.”  

સોયાની અણી વતી એણે સ્થાન સૂચવ્યું.  
સોયાની અણી વતી એણે સ્થાન સૂચવ્યું.  
[૭]
 
<center>'''[૭]'''</center>
 
સાંજે દીવાઓની ચાંપો દબાણી, ત્યારે એ ઊઠીને શહેરની મશહૂર ગોરી ગલી તરફ ચાલ્યો.  

ઝાકમઝોળ દિવાળી જામી પડી હતી : બારીએ બારીએથી ડોકાતા. ચહેરા જાણે કોઈ તોરણમાં પરોવાઈને ટીંગાતા હતા : વીજળીનો પ્રકાશ એ મોઢાંની અકાળે ચિમળાયેલી પાંદડીઓને હસતો હતો. છુરીવાળા રખેવાળો નીચે ચોકી કરતા હતા. સુંદરતા અને હિંસા કેટલાં થડોથડ આવી ગયાં હતાં ! ફૂલવાડીને સાચવવા સાપો ફરતા હોય છે.  

Line 220: Line 266:
“હું પૈસા ચૂકવવા કાલે આવી પહોંચીશ. મારી વાટ જોજો, હાં કે ! બદલામાં આ મૂકતો જાઉં છું,” કહીને જલ્લાદે સામા ઓરડાના કમાડ પર કુહાડી ઝીંકી : કુહાડીનું નિસ્તેજ પાનું પૂરેપૂરું કમાડમાં પેસી ગયું. અનોધું જોર અને એવી મક્કમ તાકાત દેખી બધાં પાછાં હટ્યાં. બધાંના હોશ કંપી ઊઠ્યા.  

“ને મારી પાસે હજી બીજીય છે – જો જોઈતી હોય તો !” એવી ત્રાડ દઈ એણે તોયાને બહાર દોરી. એ નીકળી ગયો.  
“ને મારી પાસે હજી બીજીય છે – જો જોઈતી હોય તો !” એવી ત્રાડ દઈ એણે તોયાને બહાર દોરી. એ નીકળી ગયો.  
*
 
<center>*</center>
 
“હા…ય ! માડી રે !” કુટ્ટણી હેબત ખાઈ ગઈ હતી. એણે નોકરને કહ્યું : “કમાંડમાંથી કુહાડી ખેંચી લે, ભાઈ ! મારાથી એ કુહાડી જોવાતી નથી.”  

“બાઈજી ! કુહાડી ડખડખી ગઈ છે તોય નીકળતી નથી.” નોકરે કમાડ પરથી સાદ દીધો.  

Line 226: Line 274:
એ અટકેલું હતું – એક આદમીની ગરદનની અંદર. આદમી કમાડની જોડે જડાઈ ગયો છે. કશુંક બોલવા મથે છે.  

એ હતો તોયાનો પ્રેમી યુવાન, જેણે તોયાને કુટણખાને વેચી હતી.  
એ હતો તોયાનો પ્રેમી યુવાન, જેણે તોયાને કુટણખાને વેચી હતી.  
*
 
<center>*</center>
 
જંગલમાં જલ્લાદ ધીરે પગલે પંથ કાપતો હતો : પછવાડે તોયા ચાલતી હતી. બન્ને વચ્ચે મૌન હતું : પંથ લાંબો હતો. ક્યારે બોલશે ! બોલશે ખરો ?

26,604

edits

Navigation menu