Line 87: |
Line 87: |
| |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | | |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ |

| == ઉમાશંકરની સ્મૃતિમાં ==

| <poem>

| ઓગણીસો અઠ્ઠાવનથી ઓગણીસો અઠ્યાસી લગીનાં વર્ષોમાં

| વારંવાર તમે મને વાત્સલ્યભાવે પૂછ્યું હતું, ‘કૈં લખાયું છે ?’

| ત્યારે મેં અપરાધભાવે માત્ર એટલું જ કહ્યું હતું, ‘ના.’

| એકવાર તો તમે મને રોષ – વધુ તો દુ:ખ – સાથે કહ્યું હતું,

| ‘ભલે, તો આપણાથી ઓછા લાપરવા લોકો લખશે.’

| આજે તમે નથી, હવે ક્યાંથી કહું ? –

| ‘જુઓ, લખાયું છે. લ્યો, આ રહ્યું.’

| </poem>

| == મનમાં ==

| <poem>

| સ્ત્રી : તમારા મનમાં શું આ હતું ?

| પુરુષ : તો તમારા મનમાં શું હતું ?

| સ્ત્રી : હવે નહિ કહું.

| {{space}} (એ સ્ત્રીની આંખમાં આંસુ હતું.)

| સ્ત્રી : તમે સમજુ છો,

| {{space}} પણ તમે મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ.

| પુરુષ : તમે પણ સમજુ છો,

| {{space}} તમે પણ મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ.

| {{space}} (એ બેની આંખમાં સ્મિત હતું.)

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == રસ્તો ==

| <poem>

| સ્ત્રી : હવે તમે અંદર આવવાનો રસ્તો જાણો છો.

| પુરુષ : અંદર આવવાનો રસ્તો હું જાણું તે પહેલાં

| {{space}}મારે બહાર જવાનો રસ્તો જાણવો જોઈએ.

| સ્ત્રી : એમ કેમ ?

| પુરુષ : જ્યાં માયાવી ટાપુ હોય,

| {{space}}ટાપુ પર સર્સી હોય,

| {{space}}એના હાથમાં જાદુઈ પુષ્પો હોય,

| {{space}}એના મહેલમાં માનવપશુ-પક્ષીઓ હોય,

| {{space}}ત્યાં હું યુલીસિસ.

| {{space}}હવે ન પૂછશો ‘એમ કેમ ?’

| {{space}}હવે તમે તો એમના એમ.

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == આશ્ચર્ય ==

| <poem>

| સ્ત્રી : આશ્ચર્ય થાય છે આપણે અહીં શા માટે આવ્યાં છીએ.

| પુરુષ : આશ્ચર્ય થાય એટલા માટે.

| સ્ત્રી : શું આશ્ચર્ય ?

| પુરુષ : તમે ને હું,

| {{space}}તમે દક્ષિણ ને હું ઉત્તર,

| {{space}}તમે ગૌર ને હું શ્યામ,

| {{space}}તમે કોમળ ને હું કઠોર,

| {{space}}તમે ક્યહીં ને હું ક્યહીં,

| {{space}}છતાંય આ ક્ષણે આપણે બે અહીં.

| {{space}}આ આશ્ચર્ય.

| સ્ત્રી : એ આશ્ચર્ય વિશે પણ આશ્ચર્ય થાય છે તે શા માટે ?

| પુરુષ : એટલા માટે કે...

| ના, એનો ઉત્તર નથી

| {{space}}છે માત્ર આશ્ચર્ય.

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == ચહેરો ==

| <poem>

| સ્ત્રી : તમારો હસતો ચહેરો મને ગમે છે.

| પુરુષ : બસ એટલું જ ?

| સ્ત્રી : તમારું પહોળું કપાળ મને ગમે છે.

| પુરુષ : બસ એટલું જ ?

| સ્ત્રી : તમારું લાંબું નાક મને બહુ ગમે છે.

| પુરુષ : બસ એટલું જ ?

| સ્ત્રી : તમારી ભૂરી બે આંખો મને બહુ જ ગમે છે.

| પુરુષ : બસ એટલું જ ?

| સ્ત્રી : તમારો હસતો ચહેરો મને ગમે છે.

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == નામ ==

| <poem>

| સ્ત્રી : તમારું નામ મને ગમે છે.

| પુરુષ : બસ એટલું જ ?

| સ્ત્રી : એનો અવાજ મને ગમે છે.

| પુરુષ : બસ એટલું જ ?

| સ્ત્રી : એનો આકાર મને બહુ ગમે છે.

| પુરુષ : બસ એટલું જ ?

| સ્ત્રી : એનો અર્થ મને બહુ જ ગમે છે.

| પુરુષ : બસ એટલું જ ?

| સ્ત્રી : તમારું નામ મને ગમે છે.

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == જોડે જોડે ==

| <poem>

| સ્ત્રી : આટલો સમય ક્હો, તમે ક્યાં હતા ?

| {{space}} મને મળ્યા કેમ મોડે મોડે ?

| પુરુષ : હતો તમારા મનમાં, પણ છતા

| {{space}} થવું હતું મારે થોડે થોડે;

| {{space}} આટલો સમય તમે તો દેહને

| {{space}} જોયો દર્પણમાં કોડે કોડે,

| {{space}} આજે જોયું મનને, જોયો સ્નેહને;

| {{space}} હવે આપણે બે જોડે જોડે.

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == પાસે, દૂર ==

| <poem>

| સ્ત્રી : પાછા આવો, તમે ક્યાં છો ?

| પુરુષ : દૂર દૂર, તમે જ્યાં છો.

| સ્ત્રી : હું તો અહીં છું પાસે, તમારી સામે.

| પુરુષ : તમે સામે છો એવો ભ્રમ તમને ભલે થાય,

| {{space}} પણ તમે પાસે નથી, એથી મારું મન દૂર દૂર જાય;

| {{space}} પાસે, દૂરનું રહસ્ય તમારું મન ક્યારેય નહિ પામે.

| {{સ-મ|૨૦૦૬}}

| </poem>

| == તમે જે નથી ==

| <poem>

| સ્ત્રી : આમ શું તમે મને જોઈ રહ્યા છો ?

| {{space}} આમ જોઈ જોઈને હવે તમે મને ખોઈ રહ્યા છો.

| {{space}} આજે જ મને જુઓ છો ? કદી મને જોઈ ન’તી ?

| {{space}} જુઓ, હું એની એ જ છું, જે હું આજ લગી હતી.

| {{space}} આમ આજે શું આ મારી આંખમાં આંખ પ્રોઈ રહ્યા છો ?

| પુરુષ : તમે એનાં એ જ છો એ માત્ર તમારો વ્હેમ છે,

| {{space}} તમે સ્ત્રી છો ને તોયે આમ માનો એમ કેમ છે ?

| {{space}} આમ હવે તમે જે નથી તેને તમે રોઈ રહ્યાં છો.

| {{સ-મ|૨૦૦૬}}

| </poem>

| == હું તમને ખોઈ રહી ==

| <poem>

| સ્ત્રી : હું તમને ખોઈ રહી,

| {{space}} તમે ક્યાં છો ? હું તમને ક્યાંય નથી જોઈ રહી.

| પુરુષ : તમે મને નહિ, તમારી જાતને ખોઈ રહ્યા,

| {{space}} એથી ક્હો છો તમે મને ક્યાંય નથી જોઈ રહ્યા;

| {{space}} ને હવે તમે તમારી જાત પર રોઈ રહ્યા,

| {{space}} તમારી આંખોમાં મારી છબી એને લ્હોઈ રહ્યા,

| {{space}} હવે આંખોની અંદર પણ હશે કોઈ નહિ;

| {{space}} હવે તમે કહી શકો, ‘હું તમને ખોઈ રહી.’

| {{સ-મ|૨૦૦૭}}

| </poem>

| == રહસ્યોમાં ==

| <poem>

| સ્ત્રી : હવે ક્હો, મારાં રહસ્યોમાં તમારું સ્થાન ક્યાં છે ?

| પુરુષ : તમારાં રહસ્યોમાં જો મારું કોઈ સ્થાન હોય

| {{space}}{{space}} તો પછી તમે જ ક્હો, મારું માન ક્યાં છે ?

| {{space}} તમારે રહસ્યો જેવું કશું છે જ નહિ,

| {{space}} તમે ઘણું બધું માની લો છો;

| {{space}}{{space}} તમે ભલા છો ! તમને એનું ભાન ક્યાં છે ?

| {{space}} જોકે તમે સ્વયં એક રહસ્ય છો,

| {{space}} કારણ કે તમારામાં કશું જ રહસ્યમય નથી;

| {{space}}{{space}} તમે ભલા છો ! તમને એનું જ્ઞાન ક્યાં છે ?

| {{સ-મ|૨૦૦૬}}

| </poem>

| == મારી આંખો ==

| <poem>

| : તમે મારી આંખોથી અજાણ,

| પ્રિયે, આ મારી આંખો એ આંખો નથી,

| એ તો છે તમારું હૃદય વીંધે એવાં બાણ.

| પુરુષ : તમને પણ મારા હૃદયની ન જાણ,

| {{space}} એ કુસુમથી વધુ કોમળ, પણ વજ્રથી વધુ કઠોર,

| {{space}} તમે છોડી તો જુઓ એ બાણ,

| {{space}} તોડી જુઓ એને, નહિ તૂટે એવું એ નઠોર.

| {{space}} તો પછી એ બાણ જો છૂટે તો કયું લક્ષ્ય ચીંધે ?

| {{space}} જોજો, રખેને એ બાણ તમારું હૃદય વીંધે !

| {{સ-મ|૨૦૦૭}}

| </poem>

| == સૌંદર્ય અને સત્ય ==

| <poem>

| સ્ત્રી : તમે કમળની પાંખડીઓ તોડી નાખી

| {{space}} ને પછી એની દાંડી હાથમાં રાખી

| {{space}} ‘આ સૌંદર્ય છે.’ એમ મને જે કહ્યું

| {{space}} એમાં ક્હો, સત્ય ક્યાં રહ્યું ?

| પુરુષ : તમે પાંખડીઓ તોડી નાખો કે ન નાખો

| {{space}} ને દાંડી હાથમાં રાખો કે ન રાખો

| {{space}} પાંખડીઓને તો ખરવું જ રહ્યું

| {{space}} એ સત્ય તમે ના ગ્રહ્યું !

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == પ્રમાણિક-અપ્રમાણિક ==

| <poem>

| પુરુષ : માદામ, તમે પ્રમાણિક છો ?

| સ્ત્રી : હા જી, હું પ્રમાણિક છું,

| {{space}} પણ શ્રીમાન ! કહો, તમે પ્રમાણિક છો ?

| પુરુષ : ના, હું અપ્રમાણિક છું.

| {{space}} પણ તમે જ્યારે ક્હો છો કે તમે પ્રમાણિક છો

| {{space}} ત્યારે તમે અપ્રમાણિક છો,

| {{space}} અને હું જ્યારે કહું છું કે હું અપ્રમાણિક છું

| {{space}} ત્યારે હું પ્રમાણિક છું.

| {{space}} હવે ક્હો કોણ પ્રમાણિક અને કોણ અપ્રમાણિક ?

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == ચાલો દૂર દૂર ==

| <poem>

| સ્ત્રી : ચાલો દૂર દૂર... જ્યાં આપણે બે મનમાન્યો પ્રેમ કરીએ,

| {{space}} જ્યાં આપણે બે સાથે જીવીએ ને સાથે મરીએ;

| {{space}} જ્યાં ધૂંધળા આકાશમાં સૂરજ ઊગતો હોય ઝાંખો ઝાંખો,

| {{space}} જાણે અશ્રુથી ચમકતી મારી ચંચલ આંખો;

| {{space}} જ્યાં આપણો શયનખંડ વર્ષોજૂનાં રાચરચીલાથી શોભતો હોય,

| {{space}} છત પરનાં રંગીન સુશોભનો અને ભીંત પરના

| {{space}}{{space}} ઊંચાઊંડા અરીસાથી ઓપતો હોય,

| {{space}} જ્યાં અંબરનો આછો ધૂપ ચોમેર મહેકતો હોય,

| {{space}} અમૂલ્ય ફૂલોની સુગંધ સાથે ભળીને બહેકતો હોય;

| {{space}} જ્યાં ક્ષિતિજ પારથી આવી આવીને કૈં નૌકાઓ નાંગરતી હોય,

| {{space}} જેના થકી મારી નાનામાં નાની ઇચ્છાઓ પાંગરતી હોય;

| {{space}} જ્યાં આખુંયે નગર આથમતા સૂરજની

| {{space}}{{space}}રંગબેરંગીન આભા ઓઢતું હોય,

| {{space}} જ્યાં સમગ્ર વિશ્વ સમી સાંજના

| {{space}}{{space}}સ્નિગ્ધ સઘન અંધકારમાં પોઢતું હોય;

| {{space}} જ્યાં બધું જ સ્વસ્થ, સુન્દર, સમૃદ્ધ, શાન્ત ને ઉન્મત્ત હોય...

| પુરુષ : લાગે છે કે બૉદલેરનાં કાવ્યો તમે વાંચો છો,

| {{space}} ‘યાત્રાનું નિમંત્રણ’ કાવ્ય વાંચી તમે રાચો છો;

| {{space}} પણ તમે જાણો છો બૉદલેર આવું આવું ઘણું બધું કહેતા હતા,

| {{space}} ને પછી જ્યાં હતા ત્યાંના ત્યાં જ – પૅરિસમાં જ – રહેતા હતા;

| {{space}} તમે પણ જીવનભર ‘ચાલો દૂર દૂર...’ એવું એવું ઘણું બધું કહેશો,

| {{space}} ને પછી આયુષ્યના અંત લગી જ્યાં છો ત્યાંના ત્યાં જ રહેશો.

| {{સ-મ|૨૦૦૭}}

| </poem>

| == આમ તમે જો ન આવો ==

| <poem>

| મારાં ખુલ્લાં દ્વાર,

| એની પાર

| તાકી તાકી

| મારી આંખો થાકી.

| આમ તમે જો ન આવો

| ને કશુંય તે ન ક્હાવો,

| તો જાણો છોને હું કેવી ડરી જાઉં,

| કોઈ પણ ક્ષણે મરી જાઉં.

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == તમે જો ન હો ==

| <poem>

| તમે જો ન હો તો પછી મારે માટે શું છે ?

| મારું મન આવો પ્રશ્ન પણ કોને પૂછે ?

| મૃત્યુ ને પ્રેમ, સિક્કાની બે બાજુ, હું જાણું,

| પણ તમે જો હો તો એ મૃત્યુને ય માણું.

| પણ તમે જો ન હો તો પછી એ ન્યૂનતા,

| મૃત્યુથી વિશેષ એવું મૃત્યુ, એ શૂન્યતા,

| એ એકલતાનાં આંસુ પછી કોણ લૂછે ?

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == જેને ‘મારું’ કહી શકું ==

| <poem>

| મને થાય ક્યાંક કોઈ એવું હોય જેને ‘મારું’ કહી શકું,

| જેને મારા મનમાં જે હોય – નરસું કે સારું – કહી શકું.

| ભલેને એનામાં મારા જેવી અધૂરપો હોય,

| પણ સાથે સાથે થોડીઘણી મધુરપો હોય;

| જેને અન્યથી ઊંચું કે નીચું નહિ, પણ ન્યારું કહી શકું.

| જે મારા એકાન્તની એકલતાને સહી શકે,

| હું જેવી છું તેવી ગાંડીઘેલી મને ગ્રહી શકે;

| એ માનવી હોય પણ એને પ્રભુથી યે પ્યારું કહી શકું.

| {{સ-મ|૨૦૦૭}}

| </poem>

| == તમે ધ્રુવ, તમે ધરી ==

| <poem>

| આ મારી આંખો સારા યે સંસારમાં ફરી ફરી,

| પ્રિયે, અંતે એકમાત્ર તમારી પર જ ઠરી.

| સૌંદર્ય શું એ એણે અહીં જ જાણ્યું,

| આનંદ શું એ એણે હવે પ્રમાણ્યું;

| મારી આંખો હવે એ બન્નેથી સદા ભરી ભરી.

| એ હવે અંતરમાં જ રમ્યા કરે,

| તમારી આસપાસ જ નમ્યા કરે;

| મારા સંસારમાં હવે તમે ધ્રુવ, તમે ધરી.

| {{સ-મ|૨૦૦૭}}

| </poem>

| == પ્રેમમાં વિલંબ ==

| <poem>

| આમ ને આમ તો વર્ષો વહી જશે,

| વિલંબની વ્યથા કેમ સહી જશે ?

| જુઓ, વસંત તો આ... આ ચાલી,

| જોતજોતાં ડાળ થશે ખાલી;

| પછી તમે આવો, શા ખપનું ?

| મારું જન્માન્તરનું સપનું

| એ તો માત્ર સપનું જ રહી જશે.

| પછી આયુષ્યનો શેષભાગ

| કેવોક હશે ? ગ્રીષ્મની આગ

| ને શિશરનું હિમ ! એ કથા,

| મૃત્યુ પૂર્વે મૃત્યુની એ વ્યથા

| ક્ષણે ક્ષણે એકાન્તમાં કહી જશે.

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == મારા પ્રેમમાં ==

| <poem>

| મારા પ્રેમમાં વિલંબિત લય છે,

| પ્રિયજન, એનો તમને ભય છે ?

| મારા પ્રેમમાં ન સમુદ્રતટના તરંગની દ્રુત ગતિ,

| ન એના જેવો કો’ ભાવાવેશ ભૂમિ પ્રતિ,

| ન એના જેવો કોઈ ઉન્માદ કે ઉદ્રેક,

| ન એના જેવો આવેગનો કો’ અતિરેક,

| ન એના જેવો ભરતીનો કો’ રઘવાટ,

| ન એના જેવો તલસાટ કે ઘુઘવાટ;

| મારા પ્રેમમાં ન વસંતનું કે એના વિલાસનું વય છે,

| પ્રિયજન, એનો તમને ભય છે ?

| મારા પ્રેમમાં છે મધ્યસમુદ્રના વમળની વક્ર ગતિ,

| એથી એમાં નથી કોઈ તટ પ્રતિ રતિ,

| એ તો એની જેમ જ્યાં છે ત્યાં જ ઘૂમ્યા કરે,

| ને એની જેમ દિશાશૂન્ય ઝઝૂમ્યા કરે,

| મારો પ્રેમ સમુદ્રતલે વિરમી જશે ?

| ને અનંત મૌનમાં, મૃત્યુમાં શમી જશે ?

| મારા પ્રેમમાં એવો કોઈ શાપ છે કે અંતે એનો ક્ષય છે ?

| પ્રિયજન, એનો તમને ભય છે ?

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == તમારો પ્રેમ ==

| <poem>

| શું આ તમારો પ્રેમ છે ?

| હું જે છું તેને નહિ ને હું જે નથી તેને ચાહો,

| અને એને તમે પ્રેમ ક્હાવો

| ના, આ તમારો પ્રેમ નથી, આ તમારો વ્હેમ છે.

| શું આ તમારો પ્રેમ છે ?

| તમે મારામાં તમારાં સ્વપ્ન જોઈ રહ્યા,

| એથી તમે મને જોતા નથી;

| તમે મને નહિ, તમારાં સ્વપ્નને જોઈ રહ્યા,

| એમાં તમે મને ખોતા નથી ?

| એથીસ્તો હજુય બધું જેમનું તેમ છે.

| તમે મને નહિ, પ્રેમને પ્રેમ કરો છો,

| એ પ્રેમનો કોઈ અર્થ નથી;

| એથીસ્તો તમે મને પ્રેમ કરવામાં ડરો છો,

| તમારો પ્રેમ શું વ્યર્થ નથી ?

| એથીસ્તો હજુય બધું એમનું એમ છે.

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == સ્મૃતિ ==

| <poem>

| ઘરની અંદર

| વર્ષોથી એક ખૂણામાં બેસી રહું.

| મારો ખંડ સુશોભિત,

| છત પર બિલોરી ઝુમ્મરો,

| ભોંય પર ગૂંથેલી જાજમો,

| બારી પર રેશમી પડદા,

| ભીંત પર મઢેલા અરીસા,

| ટેબલ પર રંગીન ફૂલો;

| મારો ખંડ ભર્યો ભર્યો.

| ત્યાં ઓચિંતું કોઈક પ્રવેશી ગયું,

| મને ઘડી હસાવી, ઘડી રડાવી,

| જાણું નહિ ક્યારે એ વિદાય થયું;

| મારા ચિત્તમાં એ સ્મૃતિ બની ગયું.

| હવે મારો ખંડ ખાલી ખાલી,

| હવે માત્ર સ્મૃતિથી જ ભર્યો ભર્યો.

| {{સ-મ|૨૦૦૬}}

| </poem>

| == આ મારી જાતનું શું કરીશ ? ==

| <poem>

| આ મારી જાતનું શું કરીશ ? મેં જે પ્રેમ કર્યો એ પ્રેમનું શું કરીશ ?

| હું પ્રેમમાં પાગલ તે આટલે દૂર આવી, હવે પાછી કેમ ફરીશ ?

| પ્રેમમાં મેં જે કૈં કહ્યું ને જે કૈં કર્યું, જાણું નહિ એનો શો અર્થ હશે,

| એ સૌ હવે વજ્ર જેમ લલાટે જે લખ્યું, એ શું હવે કદી વ્યર્થ થશે ?

| આ મારી જાત જેણે પ્રેમ કર્યો, એના પર હવે કેવું ધ્યાન ધરીશ ?

| સપત્નીની જેમ એ તો સદા સાથે રહેશે, એને હવે કેમ હરીશ ?

| હું આયુષ્યની અધવચ આવી છું, હવે નવા આરંભની વય નથી,

| જીવનના આરંભનો પ્રથમ જે પ્રેમ, એ પ્રેમનો કદી ક્ષય નથી;

| એક દેહમાં બે જીવ ? એક ભવમાં બે ભવ ? હું હવે કોને વરીશ ?

| એકાન્ત ને એકલતાને વરીશ, એમાં જીવીશ ને એમાં જ મરીશ.

| {{સ-મ|૨૦૦૭}}

| </poem>

| == રમત ==

| <poem>

| તમે રમત રમી શકો છો.

| તમે ચેસબોર્ડનાં ચોકઠાંઓમાં

| તમારાં રાજા, રાણી વજીર,

| હાથી, ઘોડા, ઊંટ, પ્યાદાં

| બધું બરોબર ગોઠવો છો.

| તમે પ્રથમ ચાલ ચાલો છો

| ત્યારે જ હું તમારી છેલ્લી ચાલ પામી જાઉં છું,

| કયું પ્યાદું ક્યાં સીધું એક એક ડગ ચાલશે,

| પછી કયું ઊંટ ક્યાં વાંકું ને કયો હાથી ક્યાં સીધો ચાલશે,

| કયો ઘોડો ક્યાં કૂદશે,

| પછી વજીર, રાણી, રાજા ક્યાં શું કરશે –

| બધું હું બરોબર પામી જાઉં છું.

| છેવટે તમારો રાજા શેહમાં આવે છે

| અને હું બાજી જીતી જાઉં છું.

| મારે માટે તો રમત શરૂ થાય ત્યારે જ પૂરી થાય છે.

| ના, હું રમત રમી શકતો નથી.

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == અસ્તિત્વ ==

| <poem>

| મારે તમને મારું બધું જ ધરી દેવું,

| તમારે મારું બધુંય હરી લેવું.

| મેં તમને મારું મન ધરી દીધું,

| તમે એને હરી લીધું;

| ને મેં તમને મારું વચન ધરી દીધું,

| તમે એને હરી લીધું;

| વળી મેં તમને મારું કર્મ પણ ધરી દીધું,

| તમે એને હરી લીધું.

| મેં તમને ધરી દીધું મારું નિ:શેષ વ્યક્તિત્વ,

| હવે બાકી રહ્યું માત્ર એક આ મારું અસ્તિત્વ.

| મારે માટે તો એને પણ ધરી દેવું અશક્ય નથી,

| પણ હા, તમારે માટે એને તો હરી લેવું જ શક્ય નથી.

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == મારી રીતે ==

| <poem>

| તમને હું ચાહું છું પણ તે મારી રીતે,

| ભલેને હોય જુદી રીત તમારી પ્રીતે.

| તમારાં ચરણમાં નૃત્ય, હસ્તમાં મુદ્રા,

| નેત્રમાં ભંગી, તમે અધીર;

| મારું આસન, મારી અદબ, મારી દૃષ્ટિ,

| બધું દૃઢ, અચલ ને સ્થિર;

| હું રીઝું છું મૌને ને તમે રીઝો છો ગીતે.

| આ સમાન્તર બે રેખા, જે ક્યાંય કેમેય

| એકમેકને નહિ જ મળે,

| કદાચ ક્યારેક એ બે અસીમ અનંતે

| પરસ્પરમાં ભળે તો ભળે;

| આ રમતમાં કોણ હારે ? ને કોણ જીતે ?

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == તમે અતિવિચિત્ર છો ==

| <poem>

| તમે જાણો નહિ, પ્રિયે ! પણ તમે વિચિત્ર છો.

| તમે કેટકેટલાની મૈત્રી ઝંખો,

| ને જે મિત્ર થાય એને ડંખો;

| વિચિત્ર જ નહિ, પણ તમે અતિવિચિત્ર છો.

| તમે નવું નવું મહોરું પહેરો,

| ને અસલ જે ચહેરો તેને ચેરો;

| હવે તમે જ કહો, તમે કોઈનાય મિત્ર છો ?

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == ગમતું નથી ==

| <poem>

| તમને ક્યાંય ગમતું નથી,

| તમારું મન તમારા મનમાંય તે રમતું નથી.

| કાલની સ્મૃતિઓ શું ડંખે છે ?

| તમારું મન કશું ઝંખે છે ?

| તમારું મન હવે શું તમનેય તે નમતું નથી ?

| તમારે શું ક્યાંય જવું નથી ?

| જ્યાં છો ત્યાંથી દૂર થવું નથી ?

| તમારું મન હવે શું શૂન્યમાંય તે શમતું નથી ?

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == આરંભ કે અંત ? ==

| <poem>

| ક્હેશો મને આ તે આરંભ કે અંત ?

| તમે જેમ ચાલો, તેમ પંથ લાંબો;

| પછી જે આંબવું તેને ક્યારે આંબો ?

| તમે ચાલવાનો નહિ મેલો તંત ?

| અંતમાં આરંભ, આરંભમાં અંત ?

| તમે મેલો હવે એવી બધી ખંત,

| આપણું આ આયુ નથી કૈં અનંત.

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == વિરામચિહ્નો ==

| <poem>

| તમે પત્રમાં ચીતર્યો’તો પ્રશ્નાર્થ,

| મેં ચીતર્યું’તું આશ્ચર્ય;

| પછી તમે પત્રમાં ચીતર્યું’તું આશ્ચર્ય,

| મેં ચીતર્યો’તો પ્રશ્નાર્થ;

| હવે કશું ચીતરવા – કરવાનું રહ્યું ?

| હવે માત્ર પૂર્ણવિરામના મૌનમાં જ સરવાનું રહ્યું.

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == અંતે તમે હાર્યા ==

| <poem>

| આરંભથી જ મેં તો તમને ન્હોતા વાર્યા ?

| પણ ત્યારે તમે મારું માન્યું નહિ,

| તમે તો બસ જે ક્હો, જે કરો તે જ સહી;

| ત્યારે મેં તમને આવા ન્હોતા ધાર્યા.

| જ્યારે મેં કહ્યું, ‘બહુ સાંકડી છે આ પ્રેમગલી,

| એમાં શક્ય નથી એકસાથે આપણે બે જણે જવું,

| અશક્ય છે એમાં પાર થવું,

| એ ક્યારેય ક્યાંય કોઈનેય નથી ફળી.’

| ત્યારે તમે માન્યું હું તમને હસી રહ્યો,

| તમારાથી દૂર ખસી રહ્યો,

| ત્યારે તમે આંસુ સાર્યાં.

| જ્યારે મેં કહ્યું, ‘આ પ્રેમે તો કેટલાયને માર્યા.’

| ત્યારે તમે માન્યું કે તમને ક્યાં કોઈ ભય છે.

| ‘ચેતો !’, મેં કહ્યું, ‘હજુય સમય છે.

| આ પ્રેમે ક્યારેય ક્યાંય કોઈનેય નથી તાર્યા.

| હવે નક્કી કરો મરવું છે કે મરવું નથી ?’

| ત્યારે તમે માન્યું, ‘આપણે હવે કશું કરવું નથી.’

| ત્યારે અંતે તમે હાર્યા.

| {{સ-મ|૨૦૦૬}}

| </poem>

| == અધવચ ==

| <poem>

| મને હતું જ કે તમે આમ અધવચ અટકશો.

| આગળ જવું નથી ? ભલે ! પણ પાછા જવાશે નહિ,

| વરસો વહી ગયાં તે તો હવે પાછાં લવાશે નહિ,

| તમે જેવા હતા તેવા તો હવે પાછા થવાશે નહિ;

| તો પછી તમે સ્મૃતિ ને વિસ્મૃતિની વચ્ચે લટકશો.

| તમે અહીં લગી ચાલ્યા, એટલું બીજું ચલાશે નહિ,

| થાકી ગયા હો તો મારો આ હાથ ઝલાશે નહિ,

| તમે પથ્થર સમા થશો ને હવે જો હલાશે નહિ,

| તો પછી તમે જીવનભર શું શૂન્યમાં ભટકશો ?

| {{સ-મ|૨૦૦૬}}

| </poem>

| == વિરહ ==

| <poem>

| તમે કહ્યું, ‘મળો !’, મેં કહ્યું, ‘મળશું.’

| પણ વર્ષોના વિરહ પછી આપણે પાછા વળશું ?

| એ તો એકમાત્ર વિધાતા જ કહી શકે,

| ભવિષ્યને કોણ લહી શકે ?

| બસ માત્ર બે જ શબ્દો ને વર્ષોનું મૌન ભાંગી જાય,

| કૈં કેટકેટલી કટુમધુર સ્મૃતિઓ જાગી જાય;

| મળતાં હતાં ત્યારે કૈં કેટલું મળતાં હતાં,

| એકમેકમાં કેવું ભળતાં હતાં.

| હવે પછી મળશું તો શું મળતાં હતાં તેમ જ મળશું ?

| પરસ્પર હળતાં હતાં શું તેમ જ હળશું ?

| એ મિલન શું વિરહના ફળ રૂપે ફળશે ?

| કે પછી બે જણ જાણે કદી મળ્યાં ન હોય તેમ મળશે ?

| {{સ-મ|૨૦૦૬}}

| </poem>

| == મિલન ==

| <poem>

| વર્ષોથી આપણે ન મળ્યાં, ન કશું કર્યું,

| વર્ષોથી આપણે તો માત્ર મૌન જ ધર્યું.

| મળ્યાં ત્યારે કેવું મળ્યાં,

| વચ્ચે કાળ જાણે થંભ્યો હોય એવું મળ્યાં.

| બોલ્યા ત્યારે એવું બોલ્યા,

| ક્ષણેકમાં પરસ્પરનાં હૃદય ખોલ્યાં.

| વિરહમાં યે સુખ હોય તે આજે માણ્યું,

| મૌન પણ મુખર હોય તે આજે જાણ્યું.

| {{સ-મ|૨૦૦૬}}

| </poem>

| == એકાન્તમાં ==

| <poem>

| એકને એક ક્હેવું, બીજાને બીજું,

| ને ત્રીજાને વળી ત્રીજું;

| જાતને કૈં જ ન ક્હેવું,

| તમારે તો બસ માત્ર જોઈ ર્હેવું.

| પછી પેલા ત્રણે ક્યાંક મળી ગયા,

| તમે જે કહ્યું તે કળી ગયા.

| તમે જે કર્યું તે વ્યર્થ ગયું,

| તમારે જાણવું છે પછી શું થયું ?

| પછી ત્રણે ન’તો લડ્યા, ન’તો રડ્યા,

| પણ ત્રણે રસ્તે પડ્યા;

| હવે રહ્યું કશું જોવું ?

| તમારે તો હવે એકાન્તમાં રોવું !

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == કાચના ઘરમાં ==

| <poem>

| ક્યારનો કહું છું કે તમે કાચના ઘરમાં વસો છો.

| તમારું ઘર ઈંટ, માટી ને પથ્થરનું ઘર નથી.

| શું એનો તમને ડર નથી ?

| તમે તો હસો છો !

| તમે ક્યાં સુણો છો ?

| તમે તો બસ ધૂણો છો.

| સૂરજનાં કિરણ કાચની ભીંતોને ભેદીને,

| ક્યાંય કશુંય નહિ છેદીને,

| કાળી ભોંય અને ધોળી છતને સોનેરી રંગે લીંપે,

| તમારો ખંડ ઝળહળતો દીપે;

| તમે સવાર સાંજ એનો તાજો તડકો ઓઢો,

| તમે રાતભર મશરૂ-મખમલમાં પોઢો;

| એથી તમે માનો છો તમે હેમખેમ છો,

| સદાયને માટે તમે એમના એમ છો.

| તો તમે ભૂલો છો,

| તમે ભ્રમમાં ફાલો-ફૂલો છો.

| ફેંકી જુઓ તો થોડાક જ પથ્થરો,

| પછી જુઓ ! કાચની ભીંતો તો નહિ હોય,

| પણ નહિ હોય ધોળી છત અને કાળી ભોંય,

| તમારી આસપાસ હશે કેવળ કાચની કચ્ચરો.

| તેથી તો ફરીથી કહું છું તમે કાચના ઘરમાં વસો છો.

| તમે નહિ સુણો, હજુ તમે તો બસ હસો છો !

| {{સ-મ|૨૦૦૬}}

| </poem>

| == તમારું ઘર ==

| <poem>

| તમારું ઘર એ ઘર નથી,

| એ ખડક પર નથી;

| તમે એને રેત પર રચ્યું,

| જુઓ ! ક્યારનું એ કેટકેટલા ભારથી લચ્યું;

| – ધનનો ભાર, સત્તાનો ભાર ને કીર્તિનો ભાર,

| એ તમારી સૌ મહેચ્છાઓનો ભાર, જેનો નથી પાર –

| એથીયે વધુ તો તમારું મન ભૂતની જેમ ભમે,

| ઘરનો ખૂણેખૂણો એના ભારથી નમે;

| ભલે તમે એની ચારે બાજુ કોટકિલ્લા બાંધો,

| જાણે દેવોનું જ ધામ હોય એવા નામ સાથે એને સાંધો;

| પણ અચાનક ભૂકંપની લપટથી

| કે ઓચિંતી કો ઝંઝાની ઝપટથી

| ક્યારેક કડડભૂસ થશે

| ત્યારે ક્હો, આ તમારું ઘર ક્યાં હશે ?

| આરંભથી જ તમારું ઘર ઘર ન’તું,

| એ ખડક પર ન’તું.

| {{સ-મ|૨૦૦૬}}

| </poem>

| == તમે શાન્ત છો ==

| <poem>

| જાણે કંઈ થયું જ નથી એમ તમે શાન્ત છો.

| તમે અચાનક ધસી ગયા,

| બધું અસ્તવ્યસ્ત, છિન્નભિન્ન કર્યું,

| અને જ્યારે જે કૈં ધાર્યું’તું તે એકેય કાજ ન સર્યું,

| ત્યારે તમે અચાનક ખસી ગયા.

| એથી કહું છું તમે શાન્ત નહિ, તમે ક્લાન્ત છો.

| હવે તમને એ ભ્રમ થશે

| કે જે કંઈ અસ્તવ્યસ્ત, છિન્નભિન્ન થયું હશે

| તે વ્હેલુંમોડું આપમેળે થયું ન થયું થશે

| અને અંતે બધું જ્યમ હતું ત્યમ હશે.

| એથી કહું છું તમે ક્લાન્ત નહિ, તમે ભ્રાન્ત છો.

| </poem>

| == જવું જ છે તો જાઓ ==

| <poem>

| જવું જ છે તો જાઓ, પણ મેં જે પ્રેમ કર્યો તે પ્રેમને સ્મરશો નહિ,

| અને ભવિષ્યનું તમારું જે શેષ જીવન એને વ્યર્થ કરશો નહિ.

| આટલાં વર્ષો તમે જાણે કે સ્વપ્નલોકમાં પરીકથામાં વસ્યા હતા,

| છતાં કેટકેટલું લડ્યા હતા, રડ્યા હતા ને હોંસે હોંસે હસ્યા હતા;

| એનું સૌંદર્ય, એનો આનંદ, એની ધન્યતા, એને હવે હરશો નહિ,

| જે કૈં થયું, જે કૈં ગયું ને જે કૈં રહ્યું, એને ધ્યાન પર ધરશો નહિ.

| જીવનમાં જ્યાં જ્યાં અંત છે ત્યાં ત્યાં નવો આરંભ છે, ક્યાંય ન્યૂનતા નથી.

| ભર્યુંભર્યું આ વિશ્વ છે તેવું જ જીવન છે, એમાં ક્યાંય શૂન્યતા નથી;

| વિરહની વ્યાકુલતા ને વિહ્વલતામાં એકલતાને વરશો નહિ,

| તમે કોઈના પ્રેમપાત્ર થશો, ને તો તમે મૃત્યુ પૂર્વે મરશો નહિ.

| {{સ-મ|૨૦૦૭}}

| </poem>

| == સર્પ ? કે રજ્જુ ? કે બન્ને ? ==

| <poem>

| મધરાતે

| તમે અચાનક મારા શયનખંડમાં આવ્યા,

| તમે મને પૂછ્યું, ‘જાગો છો કે ?’

| મેં કહ્યું, ‘હા.’

| પછી તમે મને પૂછ્યું, ‘કંઈ વાંચવું છે ?’

| મેં કહ્યું, ‘હા.’

| તમે મારા હાથમાં પુસ્તક ધર્યું :

| ‘સર્પ અને રજ્જુ’.

| ને મારા હોઠ પર ચુંબન કર્યું.

| પછી તમે તરત જ ચાલ્યા ગયા.

| હજુ હું એ ચુંબન વાંચી રહ્યો છું.

| એ પછીની મધરાતે

| તમે અચાનક ફરી મારા શયનખંડમાં આવ્યા,

| અને માત્ર આટલું જ કહ્યું,

| ‘મારા પ્રેમમાં વિલંબિત લય છે,

| એનો તમને ભય છે ?’

| પછી તમે કહ્યું,

| ‘મારી વય વધતી જાય છે,

| મારી અધીરતા પણ. પણ...’

| પછી તમે અરધે વાક્યે જ ચાલ્યા ગયા.

| હજુ હું વિસ્મય સાથે

| મને સતત પૂછી રહ્યો છું,

| ‘એ ચુંબન –

| સર્પ ? કે રજ્જુ ? કે બન્ને ?’

| {{સ-મ|૨૦૦૭}}

| </poem>

| == છે છે અને નથી નથી ==

| <poem>

| પ્રાત:કાલે લીલા તૃણદલે

| ઝાકળબિન્દુ જે ઝમ્યું,

| સંધ્યાકાલે નીલા નભતલે

| ઇન્દ્રધનુષ્ય જે નમ્યું,

| એને પકડવા જકડવા બહુ કર્યું મથી મથી,

| પણ છે છે અને નથી નથી.

| ઓચિંતું મળ્યું મનનું મિત,

| એની અંતર્ગૂઢ વ્યથા;

| ક્ષણાર્ધમાં અમર્ત્ય શી પ્રીત,

| એની અગમ્ય શી કથા;

| એને જીવવા-મરજીવવા બહુ કર્યું કથી કથી,

| પણ છે છે અને નથી નથી.

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == પ્રેમમાં ==

| <poem>

| પ્રેમમાં ક્હો, તમારે ક્ષણેક્ષણે શું કરવાનું ?

| જાણે કે તમે જીવ્યા જ નથી એમ મરવાનું.

| ‘ક્હો, તમારું નામ શું છે ?’

| જો કોઈ તમને પૂછે,

| ને તમે ન કહી શકો,

| અનામી જ રહી શકો

| એમ તમારે તો વિસ્મૃતિમાં સદા સરવાનું.

| ‘ક્હો, તમારું રૂપ શું છે ?’

| જ્યારે જાત એમ પૂછે,

| ત્યારે અરીસામાં કાય

| જોતાં ઓળખ ન થાય

| એમ તમારે તો શૂન્યતામાં સદા ફરવાનું.

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == સ્વપ્ન ==

| <poem>

| ઘરની બહાર

| વર્ષોથી રસ્તાઓ પર ભમી રહું.

| મારા રસ્તા લાંબા પ્હોળા,

| જ્યાં ત્યાં ટોળેટોળાં,

| વાહનોની દોટંદોટ,

| ધુમાડાના ગોટંગોટ,

| અવાજોની ચીસાચીસ

| મકાનોની ભીંસાભીંસ;

| મારા રસ્તા ભર્યા ભર્યા.

| ત્યાં ઓચિંતું કોઈક પસાર થયું,

| બોલ્યું ન બોલ્યું, હસ્યું ન હસ્યું

| ત્યાં તો એ રહસ્યની જેમ અલોપ થયું;

| મારી આંખોમાં એ સ્વપ્ન બની ગયું.

| હવે મારા રસ્તા ખાલી ખાલી,

| હવે માત્ર સ્વપ્નથી જ ભર્યા ભર્યા.

| {{સ-મ|૨૦૦૬}}

| </poem>

| == એનાં એ બે જણ ==

| <poem>

| પહેલાં બે જણ મળ્યાં

| વાતે વળ્યાં,

| હળ્યાં, ભળ્યાં,

| પરસ્પરનાં હૃદયને જોડીને કર્યાં પૂર્ણ પૂર્ણ.

| પછી એનાં એ બે જણ મળ્યાં,

| વાતે વળ્યાં,

| બળ્યાં, ઝળ્યાં,

| પરસ્પરનાં હૃદયને તોડીને કર્યાં ચૂર્ણ ચૂર્ણ.

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == મહોરાં ==

| <poem>

| અચાનક બે મહોરાં વચ્ચે પ્રેમ થયો.

| હવે તમે પૂછશો નહિ કે કેમ થયો ?

| કેમકે એ તો બસ એમ ને એમ થયો.

| વરસોના વરસો લગી તો એ બે હસ્યાં,

| વચમાં વચમાં લડ્યાં,

| ક્યારેક તો વળી રડ્યાં;

| અંતે એકમેકના જીવનમાંથી ખસ્યાં.

| આમ ને આમ મહોરાં ન રહ્યાં મહોરાં,

| આમ ને આમ મહોરાં જ થયા ચહેરા;

| ને ચહેરા ? પ્રથમથી જ હતાં મહોરાં.

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == વિરહમાં મિલન, મિલનમાં વિરહ ==

| <poem>

| સામસામા તટ,

| વચમાં હોય વૈતરણીનો પટ,

| ત્યારે વિરહમાં જ મિલન થાય.

| એનો એ જ તટ,

| વચમાં ન્હોય વૈતરણીનો પટ,

| ત્યારે મિલનમાં ય વિરહ થાય.

| {{સ-મ|૧૨ માર્ચ ૨૦૦૫}}

| </poem>

| == સ્મૃતિમાં ==

| <poem>

| જેણે પ્રેમ કર્યો તે સન્નારી ક્યાં છે ?

| જેણે પ્રેમ કર્યો તે સજ્જન ક્યાં છે ?

| એ બન્નેએ જે પ્રેમ કર્યો તે પ્રેમ ક્યાં છે ?

| એ બન્નેએ જે ક્ષણે પ્રેમ કર્યો તે ક્ષણ ક્યાં છે ?

| ક્ષણ તો છે અનંતનો કણ,

| એ કણ કણનો સરવાળો,

| એ ક્ષણ ક્ષણનો સરવાળો

| એટલે જ તો અનંત.

| એ સન્નારી, એ સજ્જન,

| એ પ્રેમ, એ ક્ષણ,

| એ બધું એથી તો હવે અનંતમાં શમી ગયું,

| એને હવે નથી આદિ, નથી અંત;

| જોકે હજુ સ્મૃતિમાં તો રમી રહ્યું.

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == એકાન્ત અને એકલતા ==

| <poem>

| એ બે જણ પોતપોતાનાં એકાન્તમાં એકલાં હતાં

| ક્યાંક રસ્તે જતાં જતાં

| અચાનક જ એકમેકને મળી ગયાં

| ને માન્યું કે પરસ્પરનાં હૃદય હળી ગયાં.

| માન્યું કે હવે એમનાં એકાન્તની બાદબાકી થશે

| (પણ જાણ્યું ન્હોતું અંતે બન્ને થાકી જશે.)

| ને માન્યું કે હવે એમની એકલતાનો ભાગાકાર થશે

| (પણ જાણ્યુ ન્હોતું કે અંતે બન્નેની હાર થશે.).

| માન્યું કે હવે બન્ને બે જલબિન્દુની જેમ પરસ્પરમાં ભળી જશે,

| પછી કદી છૂટાં ન થાય એમ એકમેકમાં છેક મળી જશે.

| પણ અંતે એ બન્નેનાં એકાન્તનો સરવાળો થયો,

| (હવે જાણ્યું કે જીવનમાં માત્ર કંટાળો રહ્યો.)

| ને અંતે એ બન્નેની એકલતાનો ગુણાકાર થયો,

| (હવે જાણ્યું કે સંબંધમાં ન કોઈ સાર રહ્યો.)

| પૂર્વે એ બે જણ પોતપોતાનાં એકાન્તમાં એકલાં હતાં,

| પણ હવે છે એવાં એકાન્તમાં અને હવે છે એટલાં એકલાં ન’તાં.

| {{સ-મ|૨૦૦૭}}

| </poem>

| == એક ફૂલ ==

| <poem>

| બગીચાના છોડની ડાળ ઉપર એક ફૂલ ખીલ્યું,

| એ સૂર્યમાં ઝળકતું,

| ને સુગંધે છલકતું,

| ગાતું,

| મલકાતું.

| ન કોઈએ એને ચૂંટ્યું,

| ન કોઈએ એને સૂંઘ્યું,

| કે ન કોઈએ એને કોટના કૉલરમાં મેલ્યું,

| કે ન કોઈએ એને અંબોડાની લટમાં ગૂંથ્યું.

| સવારથી સાંજ લગી એ ખીલતું રહ્યું.

| અને પછી

| એક પછી એક

| એક પછી એક

| એની પાંખડીઓ વેરી, વિખેરીને

| એ ધૂળમાં ઢળી ગયું,

| એ ધૂળમાં ભળી ગયું.

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == એક ફળ ==

| <poem>

| રસ્તાની ધારના વૃક્ષની ડાળ ઉપર એક ફળ પાક્યું,

| એની છાલ લીસી લીસી

| એનો ગલ પોચો પોચો,

| હર્યુંભર્યું

| રસથી કસથી.

| ન કોઈએ એને તોડ્યું,

| ન કોઈએ એને ચાખ્યું,

| કે ન કોઈએ એને ઝોળીમાં નાંખ્યું,

| કે ન કોઈએ એને છાબમાં રાખ્યું.

| દિવસ પછી દિવસ વહી ગયા.

| એની છાલ ભૂકો ભૂકો,

| એનો ગલ સૂકો, સૂકો,

| હવે નથી રસ,

| હવે નથી કસ,

| એનું બીજ પણ ખરી ગયું

| ધરતીમાં સરી ગયું.

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == કૃતજ્ઞતાને ઊજવી રહ્યો ==

| <poem>

| આજે સિત્તેર વર્ષનો થયો,

| તે કોને કારણે ?

| દેવોને કારણે ? ગ્રહોને કારણે ?

| દેવો ? એમને તો મેં જોયા નથી ને જાણ્યા નથી,

| સૌ કયા સ્વર્ગમાં વસે છે ? કોણ જાણે છે ?

| ગ્રહો ? એમણે તો મને જાણ્યો તો શું, જોયો પણ નથી

| એટએટલા દૂર વસે છે.

| એમણે મને જિવાડ્યો નથી,

| એમને કારણે આજે સિત્તેર વર્ષનો થયો નથી.

| મારી પાસે, મારી આસપાસ તો છે મિત્રો,

| એમને મેં જોયા છે, જાણ્યા છે;

| એમણેય મને જોયો છે, જાણ્યો છે;

| એમણે જ મને જીવનનો રસ પિવાડ્યો છે,

| એમણે જ મને જિવાડ્યો છે;

| એમને કારણે તો આજે સિત્તેર વર્ષનો થયો છું.

| એથી જ મારા કેલેન્ડરમાં

| દેવો અને ગ્રહોનાં નામ પરથી નહિ,

| મિત્રોનાં નામ પરથી વાર ને મહિનાનાં નામ છે.

| આજે હું માત્ર મારા જન્મને જ નથી ઊજવી રહ્યો,

| મારાં સિત્તેર વર્ષોને જ નથી ઊજવી રહ્યો;

| મિત્રોએ જિવાડ્યો એથી તો આટલું જીવ્યો,

| આજે મિત્રોને ને એમની મૈત્રીને, મારી કૃતજ્ઞતાને ઊજવી રહ્યો.

| {{સ-મ|૧૯૯૬}}

| </poem>

| == અરધી સદી પછી ==

| <poem>

| જ્યારે કાવ્ય વિશે, પ્રેમ વિશે ઝાઝું કંઈ લહ્યું ન’તું

| ત્યારે આયુષ્યના ત્રેવીસમા વૈશાખમાં કહ્યું હતું,

| ‘જન્મ શું એ નથી જાણતો

| ને છતાં વર્ષવર્ષે રહ્યો જન્મદિન માણતો,

| જન્મ શું એની અનુભૂતિની ના સ્મૃતિ,

| મૃત્યુમાં જન્મની, નવજન્મની છે કૃતિ;

| તો પછી એક દિન જન્મને ત્યાં પુન: લહી શકું,

| કિન્તુ ત્યારેય નહિ કહી શકું.’

| વચમાં અરધી સદીનું આયુષ્ય વહી ગયું,

| કાવ્ય વિશે, પ્રેમ વિશે વધુ કંઈ કહી ગયું;

| કાવ્યમાં, પ્રેમમાં જે કૈં અનુભૂતિ

| એમાં મૃત્યુ પૂર્વે મૃત્યુ ને નવજન્મની યુતિ,

| એ મૃત્યુ ને એ નવજન્મ એ જ તો છે દ્વિજત્વ,

| આજે હવે કહી શકું એ દ્વિજત્વ જ તો છે જન્મનું સારસત્ત્વ.

| {{સ-મ|૧૯૯૮}}

| </poem>

| == પંચોતેરમે ==

| <poem>

| આમ ને આમ પંચોતેર તો ગયાં,

| હતાં ન હતાં થયાં, છો થયાં;

| હજુ બીજાં પચીસ બાકી હોય જો રહ્યાં...

| રહ્યાં જ જો હશે,

| તો ભલે સો થશે;

| ને એય તે જો સુખમાં જવાનાં હશે તો જશે.

| એકવાર ગાયું હતું, ‘હું તો બસ ફરવા આવ્યો છું.’

| તો અમદાવાદના અનેક જૂના-નવા રસ્તાઓમાં

| ને મુંબઈના ફ્લોરા ફાઉન્ટનમાં,

| એથેન્સના એગોરામાં

| ને રોમના ફોરમમાં

| પેરિસના કાર્તિયે લાતાંમાં

| ને લંડનના ટ્રફાલ્ગર સ્ફ્વેરમાં,

| ન્યૂયોર્કના ફિફ્થ ઍવન્યૂમાં

| ને ન જોયાં, ન જાણ્યાં એવાં કોઈક નગરોમાં

| હજુ થોડુંક ફરવાનું બાકી છે.

| વળી ગાયું હતું, ‘હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું ?’

| તમારું કે મારું તો નહિ, પણ હજુ થોડુંક કવિતાનું કામ –

| છંદ ને યતિ વિનાની,

| પ્રાસ ને શ્લોક વિનાની

| વિરામચિહ્નો પણ વિનાની

| વાઘા કે ધાગા વિનાની,

| મિશ્ર ને મુક્ત લયની,

| બોલચાલના ગદ્યની

| સીધી, સાદી, ભલી, ભોળી

| એવી કોઈક કવિતાનું કામ – કરવાનું બાકી છે.

| તો ગાયું હતું, ‘લાવો તમારો હાથ, મેળવીએ !’

| કેટકેટલા મિત્રોને,

| નાનાને, મોટાને,

| ને સરખે સરખાને,

| ડ્રોઇંગરૂમોમાં ને સભાખંડોમાં,

| કૉફી હાઉસોમાં ને રેસ્ટોરાંઓમાં,

| રસ્તાની ભરચક ભીડમાં

| ને હૃદયના નિતાન્ત એકાન્તમાં

| આ હાથમાં સૌનો હાથ મેળવીને

| હજુ થોડુંક મળવાનું બાકી છે.

| પંચોતેર વર્ષોમાં ક્યારેક ક્યારેક જે કેટલાંક સ્વપ્નો વાવ્યાં હતાં,

| એમાંથી થોડાંક ફળ્યાં,

| વસંતનો વાયુ

| ને વર્ષાનું જલ,

| પૃથિવીનો રસ

| ને સૂર્યનું તેજ

| એ તો સર્વદા સદાયના સુલભ;

| પણ એ સૌની સાથે જો વિધાતાનું વરદાન

| ને કાળપુરુષની કરુણા હશે.

| તો હજુ થોડાંક સ્વપ્નોને ફળવાનું બાકી છે.

| આજે મિત્રોની વચ્ચે કાવ્ય આ ભણી રહ્યો,

| વર્ષોથી મૈત્રીના વાણાતાણા વણી રહ્યો,

| આજે હવે પછીનાં જે વર્ષો ગણી રહ્યો;

| મિત્રોની શુભેચ્છા એ જ મારી શ્રદ્ધા હશે,

| પંચોતેર ગયાં ને પચીસ બીજાં જશે,

| તો તો જરૂર હા, જરૂર પૂરાં સો થશે.

| {{સ-મ|૨૦૦૧}}

| </poem>

| == સિત્યોતેરમે ==

| <poem>

| વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ,

| સિત્યોતેર હોય કે સોળ હોય કે સાઠ;

| વર્ષે વર્ષે એનો એ વૈશાખ,

| દેહ પર ચોળી એણે એની એ જ રાખ;

| એની એ લૂ ને એની એ લ્હાય,

| એનો એ જ રૌદ્ર તાપે તપ્યો વાયુ વાય;

| વર્ષે વર્ષે એનું એ જ ઋતુચક્ર ચાલે,

| આજે પણ એનું એ જ, જેવું હતું કાલે;

| વર્ષે વર્ષે એનો એ જ પ્રકૃતિનો શુકપાઠ,

| વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ.

| પણ વચ્ચે વચ્ચે નવી નવી ગાંઠ જે મેં બાંધી,

| ક્યારે કોઈ છૂટી હોય, તૂટી હોય તે મેં સાંધી;

| રેશમની ને હીરની દોરીથી હળવે હાથે

| સગાં ને સ્વજન સાથે, દેશ ને વિદેશ સાથે

| જેમ જેમ બાંધી તેમ વધુ વધુ લાધી,

| જેમ જેમ બાંધી તેમ નિત નિત વાધી;

| તે સૌ રસી રસી એવી તો મેં સાધી,

| તે સૌ કસી કસી એવી તો મેં બાંધી;

| મનુષ્યોથી હવે નહિ કદીય તે છૂટી શકે,

| મૃત્યુથી યે હવે નહિ એક પણ તૂટી શકે.

| {{સ-મ|૨૦૦૩}}

| </poem>

| == એંશીમે ==

| <poem>

| ચાલીસ વર્ષ થયાં’તાં ત્યારે

| ઘરના કબાટમાં ને ટેબલમાં,

| પેટીમાં ને પટારામાં

| ને છાજલીમાં ને માળિયામાં

| જે કૈં હતું

| કામનું ને નકામનું —

| ચિઠ્ઠીઓ, ચબરખીઓ,

| કાપલીઓ, કાગળિયાં,

| પત્રો, નોંધો,

| કવિતાની હસ્તપ્રતો સુધ્ધાં —

| બધું અગ્નિને અર્પણ કર્યું હતું

| ને અતીતનું તર્પણ કર્યું હતું.

| એંશી વર્ષ થયાં ત્યારે

| મનના ખૂણે ખૂણામાં,

| ચિત્તના સ્તરે સ્તરમાં

| ને હૃદયના કોષે કોષમાં

| જે કંઈ છે

| સારું ને નરસું —

| રાગ, દ્વેષ,

| ગમા, અણગમા,

| તિરસ્કાર, પુરસ્કાર,

| હર્ષ, શોક —

| એ બધું આજે હવે વિસ્મરું

| અને અનાગતનું સ્વાગત કરું.

| {{સ-મ|૨૦૦૬}}

| </poem>

| == એંશી પછી ==

| <poem>

| જન્મ પૂર્વે

| માતાના ગર્ભમાં અંધકાર,

| અંધકારમાં એકાન્ત,

| એકાન્તમાં એકલતા.

| જન્મ પછી

| જે જીવન –

| તે કવિતા, પ્રણય, સમષ્ટિ,

| ઉન્માદ, દૂરિત, વિદ્રોહ, મરણ –

| એક સપ્તપદી,

| એ સપ્તપદીનો મંત્રોચ્ચાર

| જાણે ક્ષણનું અદ્વૈત,

| પણ અંતે દ્વૈતનું અનંત.

| મૃત્યુ પછી

| અંધકાર નહિ ?

| ને એકાન્ત નહિ ?

| એકલતા નહિ ?

| કંઈ જ નહિ ? શૂન્યત્વ ?

| કે પંચમહાભૂતનું પંચમહાભૂતમાં પૂર્ણત્વ ?

| {{સ-મ|૨૦૦૬}}

| </poem>

| == જન્મદિવસ ==

| <poem>

| જાણું નહિ હજુ કેટલા જન્મદિવસ બાકી હશે,

| એટલું તો જાણું કે આ આયુષ્યની અવધ ક્યાંક તો આંકી હશે.

| જે વર્ષો ગયાં એમાં શું રહ્યું અને શું ન રહ્યું

| એનો નથી હર્ષ, નથી શોક, જે કૈં થવાનું હતું તે થયું.

| આજે તમે સૌ મિત્રો એક વધુ જન્મદિવસ ઊજવો છો,

| તમારાં સ્નેહ ને સૌહાર્દથી મને મીઠુંમીઠું મૂંઝવો છો;

| હવે જે કંઈ વર્ષો રહ્યાં એમાં દેહ-મનથી સ્વસ્થ રહું,

| જાત અને જગતની આંધીઓ વચ્ચે આત્મસ્થ રહું;

| આજે તમે સૌ મિત્રો આટલું વરદાન મને આપો,

| ‘શિવાસ્તે પન્થાન: સન્તુ’ કહી માથે હાથ થાપો

| તો આ જીવ એની શેષ યાત્રામાં કદીય ન થાકી જશે,

| પછી ક્યારેક એક ફળની જેમ વિશ્વની ડાળ પરથી ખરી જશે,

| જે ધરતીની ધૂળમાંથી એ જન્મ્યું એ ધરતીમાં એ સરી જશે,

| પણ એ તો ક્યારે ? ત્યારે કે જ્યારે એ પૂરેપૂરું પાકી જશે.

| {{સ-મ|૨૦૦૭}}

| </poem>

| == પ્રતીક્ષા ==

| <poem>

| મારાથી બે મોટાં બા-બાપુજી ગયાં,

| મારાથી નાના બે ભાઈઓ પણ ન રહ્યા;

| તો હું જ શા માટે જીવતો રહ્યો હોઈશ ?

| મૃત્યુએ મને ય શા માટે ન ગ્રહ્યો ?

| મૃત્યુએ મને જ શા માટે અસ્પૃશ્ય લહ્યો ?

| એંશી તો થયાં, હવે અંત ક્યારે જોઈશ ?

| મૃત્યુને પૂછું ? એ તો ક્યારેય નહિ બોલે,

| મૃત્યુનું તો મૌન, એ મોં ક્યારેય તે નહિ ખોલે.

| પ્રેમ મળ્યો, મૈત્રી મળી,

| એમાં થોડીક કવિતા પણ ભળી;

| જગતે આપ્યું મારે જોઈએ એથી વધુ,

| જીવને આપ્યું મારી પાત્રતાથી યે કૈં વધુ, કેટલું બધું !

| હવે ભાવ કે અભાવનું કોઈ ભારણ નથી.

| હવે જીવ્યા કરવાનું શું કોઈ કારણ નથી ?

| આ આયુષ્યની અવધ કોણે આંકી હશે ?

| હજુ કશું બાકી હશે ?

| કારણ જો હોય તો એક કાળપુરુષ જાણે,

| બાકી કશું હોય તો માત્ર વિધાતા જ પ્રમાણે,

| પણ એ આગોતરું કશુંય ન કહેશે,

| આછો અણસારો ય ના’વે એમ અકળ જ રહેશે;

| એ તો જેમ જેમ જીવ્યા કરો તેમ તેમ બોલે,

| એ તો ક્રમે ક્રમે રહસ્યો સૌ ખોલે;

| ભલે ! તો હજુય તે જીવ્યા કરું, કરી રહું તિતિક્ષા;

| ભલે ! તો આયુષ્યના અંત લગી કરી રહું પ્રતીક્ષા.

| રોકી હિલ, {{સ-મ|૨૫ ઑગસ્ટ ૨૦૦૬}}

| </poem>