પુનશ્ચ/જેને ‘મારું’ કહી શકું

From Ekatra Wiki
Revision as of 00:11, 29 March 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''જેને ‘મારું’ કહી શકું'''</big></big></center> <poem> મને થાય ક્યાંક કોઈ એવું હોય જેને ‘મારું’ કહી શકું, જેને મારા મનમાં જે હોય – નરસું કે સારું – કહી શકું. ભલેને એનામાં મારા જેવી અધૂરપો હો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જેને ‘મારું’ કહી શકું


મને થાય ક્યાંક કોઈ એવું હોય જેને ‘મારું’ કહી શકું,
જેને મારા મનમાં જે હોય – નરસું કે સારું – કહી શકું.

ભલેને એનામાં મારા જેવી અધૂરપો હોય,
પણ સાથે સાથે થોડીઘણી મધુરપો હોય;
જેને અન્યથી ઊંચું કે નીચું નહિ, પણ ન્યારું કહી શકું.

જે મારા એકાન્તની એકલતાને સહી શકે,
હું જેવી છું તેવી ગાંડીઘેલી મને ગ્રહી શકે;
એ માનવી હોય પણ એને પ્રભુથી યે પ્યારું કહી શકું.

૨૦૦૭