પુનશ્ચ/તમે જે નથી

From Ekatra Wiki
Revision as of 00:02, 29 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
તમે જે નથી

સ્ત્રી : આમ શું તમે મને જોઈ રહ્યા છો ?
          આમ જોઈ જોઈને હવે તમે મને ખોઈ રહ્યા છો.
          આજે જ મને જુઓ છો ? કદી મને જોઈ ન’તી ?
          જુઓ, હું એની એ જ છું, જે હું આજ લગી હતી.
          આમ આજે શું આ મારી આંખમાં આંખ પ્રોઈ રહ્યા છો ?
પુરુષ : તમે એનાં એ જ છો એ માત્ર તમારો વ્હેમ છે,
          તમે સ્ત્રી છો ને તોયે આમ માનો એમ કેમ છે ?
          આમ હવે તમે જે નથી તેને તમે રોઈ રહ્યાં છો.

૨૦૦૬