પુનશ્ચ/તમે ધ્રુવ, તમે ધરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center><big><big>'''હાથ મેળવીએ'''</big></big></center>
<center><big><big>'''તમે ધ્રુવ, તમે ધરી'''</big></big></center>
 
<poem>તમે ધ્રુવ, તમે ધરી


<poem>
આ મારી આંખો સારા યે સંસારમાં ફરી ફરી,
આ મારી આંખો સારા યે સંસારમાં ફરી ફરી,
પ્રિયે, અંતે એકમાત્ર તમારી પર જ ઠરી.
પ્રિયે, અંતે એકમાત્ર તમારી પર જ ઠરી.

Latest revision as of 00:13, 29 March 2024

તમે ધ્રુવ, તમે ધરી

આ મારી આંખો સારા યે સંસારમાં ફરી ફરી,
પ્રિયે, અંતે એકમાત્ર તમારી પર જ ઠરી.

સૌંદર્ય શું એ એણે અહીં જ જાણ્યું,
આનંદ શું એ એણે હવે પ્રમાણ્યું;
મારી આંખો હવે એ બન્નેથી સદા ભરી ભરી.

એ હવે અંતરમાં જ રમ્યા કરે,
તમારી આસપાસ જ નમ્યા કરે;
મારા સંસારમાં હવે તમે ધ્રુવ, તમે ધરી.

૨૦૦૭