પ્રથમ પુરુષ એકવચન/અર્પણ


અર્પણ

સુરેશ જોષી

ગણેશ દેવી – સુરેખાને

જીવનમાં રસ લઈએ તો જ આપણો આપણે વિશેનો પણ સાચો રસ જાગે. પણ ફિલસૂફીનો કે દાર્શનિકતાનો એક દુરુપયોગ આપણા સમાજમાં થઈ રહ્યો છે. એથી જીવનને આપણે તુચ્છ ગણતાં થઈ જઈએ છીએ. એમાં પ્રવૃત્ત થવાનું જાણે અનિષ્ટકર છે એમ આપણે માનીએ છીએ. આથી જ્ઞાન વધતું હશે, પણ રસ વધતો નથી. જીવન શુષ્ક બની જાય છે. આથી અકાળે બધા વેગળા થઈને બેસે છે. પણ આ વેગળાપણું હમેશાં નિલિર્પ્તતાનું દ્યોતક હોતું નથી. ઊલટાનું, મોટે ભાગે એ પ્રમાદનું જ કારણ હોય છે.

‘પરિવર્તનોની લીલા’ નિબન્ધનો એક ખણ્ડ

કીતિર્ની વાત જવા દો. એનું કેટલુંય અવાસ્તવની હવાથી ફૂલેલું હોય છે. તેના સંકોચન-પ્રસારણથી જે મનુષ્ય ખૂબ ક્ષુબ્ધ થઈ જાય છે તે અભિશપ્ત છે. ભાગ્યનું પરમ દાન પ્રીતિ છે, કવિ પક્ષે તે જ શ્રેષ્ઠ પુરસ્કાર છે. જે મનુષ્ય કામ કરે છે તેનું વેતન કીર્તિ આપીને ચૂકવી શકાય. આનન્દ દેવાનું જ જેનું કામ છે એનું પ્રાપ્ય પ્રીતિ વિના ચૂકવી શકાતું નથી.

– રવીન્દ્રનાથ ઠાકુર