પ્રવાલદ્વીપ/ઍપોલો પર ચન્દ્રોદય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center><big><big>'''કાવ્યો'''</big></big></center>
<center><big><big>'''ઍપોલો પર ચન્દ્રોદય'''</big></big></center>


<poem>ઍપોલો પર ચન્દ્રોદય
<poem>


ઍપોલોતટ રાત્રિના તિમિરમાં એકાકીલો ટ્હેલતો,
ઍપોલોતટ રાત્રિના તિમિરમાં એકાકીલો ટ્હેલતો,

Latest revision as of 00:27, 27 March 2024

ઍપોલો પર ચન્દ્રોદય


ઍપોલોતટ રાત્રિના તિમિરમાં એકાકીલો ટ્હેલતો,
જોકે હ્યાં પથદીપ પાસ ભભકે ને ભીડ કૈં લોકની,
એથી મુક્ત, અલિપ્ત, ઊર્મિ ઉરમાં ના હર્ષ કે શોકની;
સામેની ક્ષિતિજે છૂપ્યા ખડક સૌ જાણે ન ધક્કેલતો
એવો પૂંઠળથી લહું પ્રગટતો ત્યાં ચન્દ્ર, કેવો લચે,
સર્જે શૂન્ય થકી શું સૃષ્ટિ નવલી; ને વાયુ ત્યાં ગેલતો,
કેવાં ચંચલ સૌ તરંગદલ; ને હ્યાં ચન્દ્ર જે રેલતો
તે આંદોલિત બિંબ પાય લગ શું સોપાનમાલા રચે,
જેને આશ્રય દૂર દૂર સરતો, ધીરે હું આરોહતો;
જોઉં પાછળ તાજ, તેજટપકું, ના નેત્રને આંજતો;
જાણે અંતિમ શ્વાસ મૃત્યુસમયે ત્યાં ગ્રીન્સનું જાઝ તો;
લાગે ચિત્રવિચિત્ર આજ લગ જે સૌની પરે મોહતો;
એનું વાસ્તવ સ્વપ્નલોક સરખું લાગે અને વિસ્મરું;
પાછો દેશવટા પછી નિજ ગૃહે, આ ચન્દ્રલોકે ફરું.