બાપુનાં પારણાં/અનશન-તિથિઓ

From Ekatra Wiki
Revision as of 10:08, 28 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અનશન-તિથિઓ|}} <poem> બાપુ! છ માસના વ્હાણાં રે કારાગરની કબરે ઓરા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અનશન-તિથિઓ

બાપુ! છ માસના વ્હાણાં રે
કારાગરની કબરે ઓરાણા રે
કૂડા બોલે કાળજડાં ત્રોફાણા
રઘુપતિ રામ! રૂદેમાં રેજો રે!

બાપુ! લખિયા છે કાગાળ કરડા રે
વાચી હાકેમ થઈ ગયા ઠરડા રે
દેતી વગડામાં ધેનુ ભાંભરડા - રઘુપતિ રામ૦

બાપુ! માનવીઓ મત્ય ડૉળે રે
મદમત્તો ઉડાંડે છે ટૉળે રે
તે દી ધાહ દીધી હરિ ખોળે — રઘુપતિ રામ૦


બાપુ! આતમ જેવા તપેલા રે
એવા છઠ્ઠીના ધોમ ધખેલા રે
લીધા ધાનના કૉળીડા છેલ્લા — રઘુપતિ રામ૦

બાપુ સાતમે વાત વંચાણી રે
સારી સુષ્ટિ સૂપડલે સોવાણી રે
એક અણડગ દરિયાની રાણી — રઘુપતિ રામ૦

બાપુ! આઠમનાં અંજવાળાં રે
પડ પૃથ્વીનાં પડિયાં છે કાળાં રે
ઉપવાસીનાં લોહી ડોળાણાં — રઘુપતિ રામ૦

બાપુ! નોમે નસેનસ તૂટે રે ર૦
નીર પાછાં વળે ઘૂંટે ઘૂંટે રે
તોયે સંત-સમાધ ન છૂટે — રઘુપતિ રામ૦
​બાપુ! દશમીએ ડુંગર ડોલ્યા રે,
વિકરાળ વાણી વૈદ બોલ્યા રે
તો ચે દોર પોતાનો ન ભૂલ્યા — રઘુપતિ રામ૦ રપ

બાપુ! એકાદશે અંત ઘડીઓ રે,
સારો સંસાર ચક્રાવે ચડીઓ રે
તોયે તૂટી નહિ કેદી-કડીઓ — રઘુપતિ રામ૦

બાપુ! બારશ ઊગી બળબળતી રે
મહાકાળ તણી છાંયા ઢળતી રે ૩૦
કૈકે કલ્પી ચિતા પણ બળતી — રઘુપતિ રામ૦

બાપુ! તેરશે શક્તિની સીમા રે
ધબકાર હૈયા કેરા ધીમા રે
લાગી લ્હે તો કુરાનગીતામાં — રઘુપતિ રામ૦

બાપુ! ચૌદશે આંખો ઝંખાણી રે ૩પ
નવ ગમતી પોતાની યે વાણી રે
તબીબોની યે મત્ય મુંઝાણી — રઘુપતિ રામ૦
બાપુ! પૂનમે હાથ તો ધ્રૂજ્યા રે
કાળી પીડાએ કંઠ વરૂંધ્યા રે
પ્યાલા તોય સ્વહસ્તેથી પીધા — રઘુપતિ રામ૦ ૪૦
બાપુ! એકમે રગરગ વખડાં રે
માંડે છાતીએ કાન મનખડાં રે
જાણે મર્મ ન વૈદ મૂરખડા — રઘુપતિ રામ૦

બાપુ! નાડ્ય ગઈ વદ બીજે રે
પ્રાણુ-પંખીડું પીંજરે થીજે રે ૪૫
નરનારીનાં નેણલાં ભીંજે — રઘુપતિ રામ૦

બાપુ ત્રીજે બોલ્યા, નથી જાવું રે
રહ્યું ગાન અધૂરું તે ગાવું રે
ભગવાનને વાત ભળાવું — રઘુપતિ રામ૦

બાપુ! ઘાવ પડ્યા ઊંડા ઘટના રે ૫૦
'મહાદેવ'ના નામની રટણા રે
એની ચ્હે માથે પુષ્પોની ધખના — રઘુપતિ રામ૦
બાપુ! ચોથે ચોધારે રેલી રે
મીઠા હાસ્યની સૌ માથે હેલી રે
કીધી બાળ-સંગે ક્રીડા ઘેલી — રઘુપતિ રામ૦ પપ

બાપુ! પંદર ખીલા ઠોકાણા રે
તોયે બિન્દુ ન રક્ત ડોકાણાં રે
ત્રીજા અગ્નિપ્રયાણનાં વા'ણાં — રઘુપતિ રામ૦

બાપુ! વિશ્વમાં વિસ્મય રેલ્યાં રે,
એવો કોણ કે મોતને ઠેલ્યાં રે! ૬૦
બોળાં! ભીષ્મની વાતું યે ભૂલ્યાં — રઘુપતિ રામ૦

બાપુ! વાટ વસમલીએ વળિયા રે

  • મહાશંભુ પોતે સાંમા મળિયા રે

ભૂજ ભીડીને પૂછ્યાં કુશળિયાં — રઘુપતિ રામ૦
બાપુ! ઝેરના પીતલ જોગી રે! ૬૫
તમ બન્નેની પર્વણી ભેગી રે

  • મહારાત્રીની મેળપ મોંધી — રઘુપતિ રામ૦


  • મહાશિવરાત્રી અને મહાત્માજીનો પારણ-દિન પડખોપડખ આવ્યા. વસમયી=વસમી​