બાપુનાં પારણાં/પરાજિતનું ગાન—

From Ekatra Wiki
Revision as of 12:57, 28 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પરાજિતનું ગાન—| }} <poem> <center>૧૯૩૩માં ગાંધીજી પોતાની ને દેશની પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પરાજિતનું ગાન—
૧૯૩૩માં ગાંધીજી પોતાની ને દેશની પરાજિત દશામાં સૌ પહેલા મુંબઈ આવ્યા ત્યારવેળાનું]

પરાજિતનું ગાન:
ગા મન, પરાજિતનું ગાન.
એકલ પરાજિતનું ગાન. ૩

પરાજિત સેનાપતિનાં
પંથ ને મેદાન સૂનાં:
શમ્યાં છે સન્માન જૂનાં:
વિજન પુરની ગલીગલીએ
તો ય ગાજે ગાન,
ઓ મન! પરાજિતનું ગાન! ૯

પરાજિત પાછો વળે
સજવા નવાં આયુધ,
જનેતાને સ્તનથી
પીવા અભયનાં દૂધ. ૧૩​
કોણ સૂતા કોણ જાગે,
કોણ જખમી દવા માગે,
પૂછતો પ્રેમાળ રાગે
ભમે છે મહેમાન:
ગા મન! પરાજિતનું ગાન. ૧૮

પરાજિતનો ચાંદલો: કંકુ તણો:
પરાજિતનાં છત્ર ચામર વીંઝણો:
પરાજિતના લખોમુખ યોદ્ધાગણો:
સહુ વિરામ્યાં, એક નવ વિરમો
બિરદનું ગાન!
ગા મન પરાજિતનું ગાન:
એકલ પરાજિતનું ગાન. ૨૬