બીડેલાં દ્વાર/નિવેદન

From Ekatra Wiki
Revision as of 12:30, 9 May 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |નિવેદન}} <center>એ મથાળું શાને?</center> <br> <center>[પહેલી આવૃત્તિ]</center> ‘બી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નિવેદન


એ મથાળું શાને?



[પહેલી આવૃત્તિ]

‘બીડેલાં દ્વાર’ એ મથાળા નીચે આ વારતા પાંચેક વર્ષ પર ‘જન્મભૂમિ’માં માંડી હતી : એ મથાળા પાછળ ભાવ એવો હતો કે સંવનન, ગર્ભાધાન અને પ્રજનનની ક્રિયાઓનાં જ્ઞાન-દ્વાર લજ્જાને કારણે આપણા નવપરિણીત યુવાનોની આંખો સામે બિડાઈ રહેલાં પડ્યાં છે. વારતાનો ઉત્તરખંડ તો તે પછી લખાયો, અને તેને પણ ‘બીડેલાં દ્વાર’નું જ મથાળું આપ્યું — એક દૃષ્ટિએ એ પણ સુસંગત છે, કેમકે પાછલાં પ્રકરણો પણ સંસારી જ્ઞાનનાં કેટલાંક બીડેલાં દ્વારને જ ખોલનારાં બને છે. 22–7–’39 ઝવેરચંદ મેઘાણી


[બીજી આવૃત્તિ]

લગ્નભેટ તરીકે આ પુસ્તક વપરાય છે એ મેં જોયું છે. જિન્સી તેમજ સંસારી જીવન-સમસ્યાઓને ગૌરવસ્થાને મૂકવા મથતી આ સાચી બનેલી દંપતી-કથા બીજી આવૃત્તિમાં પ્રવેશે છે એ મારા હર્ષની વાત છે. રાણપુર : 19–7–’43 ઝવેરચંદ મેઘાણી

[ત્રીજી આવૃતિ]

‘બીડેલાં દ્વાર’ ત્રીજી આવૃત્તિમાં પ્રવેશ કરે છે એ ગુજરાતી વાચક-આલમનો મારી કૃતિઓ પ્રતિનો અનુરાગ બતાવે છે. ગુજરાત તરફથી સતત મળતા રહેલા આ પ્રોત્સાહને મને હમેશાં ગતિમાન અને સ્ફૂર્તિમાન રાખ્યો છે. આ કૃતિનો વિગતવાર પરિચય મેં ‘અનુવચન’ નામથી છેડે આપ્યો છે. તે તો વાચકો આ પુસ્તક વાંચી ગયા પછી જ જુએ એમ ઇચ્છું છું. અમદાવાદ : 1946 ઝવેરચંદ મેઘાણી