બૃહદ છંદોલય-અન્ય

From Ekatra Wiki
Revision as of 11:20, 8 August 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


Chandolay-Title.jpg


અન્ય

નિરંજન ભગત


ક્યાંથી ટકે?

એકાંત!
મારો ખંડ સૂનો શાંત!
ને સામાન તો બસ આટલો –
બે ચાર ખુરશીઓ અને આ મેજ ને આ ખાટલો,
ને પુસ્તકો તો હોય જ્યાં ત્યાં, જે દિવસભર વાંચવાં;
કાગળ કલમ ને વીજદીવો, રાતભર હા, કાવ્ય સાથે રાચવા;
શું શાંત આ એકાંત!
એમાં એક આ જે ચિત્ત તે ના ક્લાંત;
જે કલ્લાક ચોવીસે પૂરા ચાલે; અને આ સાથ ચાલે કાળ,
જાણે હોડ મારા ચિત્તની સાથે બકે
તે એક આ ‘ટક, ટક!’ કહે ઘડિયાળ;
કિન્તુ માનવી તે કોઈની સદ્ભાવના ને સમજના
ટેકા વિના ક્યાંથી ટકે?

૧૯૫૮