બે દેશ દીપક/પરીક્ષાની કતલ

From Ekatra Wiki
Revision as of 08:05, 11 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પરીક્ષાની કતલ|}} {{Poem2Open}} પરીક્ષાના દિવસો સમીપ આવ્યા. મેં પરીક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પરીક્ષાની કતલ

પરીક્ષાના દિવસો સમીપ આવ્યા. મેં પરીક્ષા પહેલાં બે દિવસથી વાંચવું બંધ જ કરેલું, એ દેખીને મારા એક સહાધ્યાયી મુખ્તીયાર બંધુ તો મને જાનવર જ માની બેઠેલા! અને મેં એ નાદાનને જ્યારે પરીક્ષાના સમય પહેલાં એક કલાક સુધી પણ ગોખતો જોઈને દયા લાવી એને પોપટમાંથી મનુષ્યાવતારમાં આણવા યત્ન કર્યો, ત્યારે એ પ્રેમના ઈનામ રૂપે મને એણે થોડી ગાળો ચખાડી. બીજી અજાયબી મારા માટે સહુને એ થતી હતી કે ત્રણ ત્રણ કલાકમાં પણ પૂરા ન થઈ શકે એવા પ્રશ્ન-પત્રને હું દોઢ જ કલાકમાં પતાવી દઈ શી રીતે બહાર નીકળી આવતો! અને છતાં એ લેખન -પરીક્ષામાં હું પાસ કેમ કરીને થયો!