બોલે ઝીણા મોર/વાંકી રે પાઘલડીનું ફૂમતું રે!: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વાંકી રે પાઘલડીનું ફૂમતું રે!|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} તારી વા...")
 
No edit summary
Line 16: Line 16:
વસંતસેનાએ જોયું. એ ખેસને એક છેડે નામ હતું ચારુદત્ત. ચારુદત્તના આ ઔદાર્યથી વસંતસેના ખૂબ રાજી થઈ ગઈ, પણ વધારે રાજી થવાનું કારણ તો બીજું હતું. એણે એ સુંદર ખેસ પોતાના હાથમાં લીધો કે એમાંથી જૂઈનાં ફૂલોની સુવાસ પ્રસરી રહી. વસંતસેનાથી ઉદ્ગાર નીકળી ગયો :

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
'''‘અનુદાસીનમસ્ય યૌવનમ્’'''
'''‘અનુદાસીનમસ્ય યૌવનમ્’'''
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
આમનું યૌવન અનુઉદાસીન છે, ઉદાસીનતારહિતનું છે. અર્થાત્ જીવનના ઉલ્લાસનો સ્વીકાર કરનારું છે. ખેસ સુંદર તો છે, પણ એમાં જૂઈનાં ફૂલોની સુવાસ છંટાયેલી છે. ચારુદત્તની રુચિની–શોખની એ પરિચાયક બની રહી. વસંતસેના ચારુદત્તના સૌન્દર્ય-ઔદાર્ય આદિ ગુણોથી તો એની તરફ ખેંચાતી જતી હતી, પણ વધારે તો ખેંચાઈ એના સુગંધિત ખેસથી – તો શોખીન પણ છે ચારુદત્ત.

18,450

edits