ભારતીય કથાવિશ્વ૧/પ્રજાપતિનો ઉપદેશ


પ્રજાપતિનો ઉપદેશ

પ્રજાપતિના ત્રણ પુત્ર: દેવતા, દાનવ અને મનુષ્ય. તે ત્રણેનું અધ્યયન પૂરું થયું એટલે દેવોએ બ્રહ્મા પાસે ઉપદેશ માગ્યો. બ્રહ્મા બોલ્યા, ‘દ’. દેવોએ આ સાંભળી કહ્યું. ‘ઉપદેશ સમજાઈ ગયો. તમે અમને ઇન્દ્રિયોનું દમન કરો એવું કહ્યું.’ હવે મનુષ્યોએ બ્રહ્માને ઉપદેશ આપવા કહ્યું, પ્રજાપતિએ તેમને પણ ‘દ’ કહ્યું. મનુષ્યોએ કહ્યું, ‘અમારે દાન કરવું જોઈએ એમ તમે કહ્યું.’ પછી અસુરોએ પણ ઉપદેશ માગ્યો, બ્રહ્માએ તેમને પણ ‘દ’ કહ્યું. અસુરોએ એ સમજીને કહ્યું, ‘તમે અમને દયા રાખવા કહ્યું.’

(બૃહદ આરણ્યક ઉપનિષદ : અધ્યાય-૫, બ્રાહ્મણ ૨)