ભાષા, સમાજ અને સાહિત્ય/લેખો અંગેની માહિતી


લેખો અંગેની માહિતી


ભાષા : અપ્રગટ.
ભાષા : માનવસંસ્કૃતિની સાથી : ‘જ્ઞાનગંગોત્રી’ ગ્રંથ-૮ : ‘વિશ્વસાહિત્ય દર્શન’−૧ સરદાર પટેલ યુનિવર્સિટી. ’૭૧.
ભાષાભિવ્યક્તિના પ્રશ્નો ( ૧૯૭૧માં ગુજરાતીના અધ્યાપકોના સંઘ સમક્ષ કરેલું પ્રવચન) ‘બુદ્ધિપ્રકાશ' જૂન ’૭ર.
વિશ્વભાષા : ‘વિશ્વમાનવ' એપ્રિલ '૬૮.
પ્રાચીન લેખન અને સાહિત્ય : ‘જ્ઞાનગંગોત્રી' ગ્રંથ-૮, વિશ્વસાહિત્યદર્શન– ૧, સરદાર પટેલ યુનિવર્સિટી '૭૧:
ગુજરાતી ભાષામાં બ.વ.ના પ્રત્યયો : ‘વિશ્વમાનવ' ડિસેમ્બર ’૬૯.
વ્યાકરણનું શિક્ષણ (વ્યાકરણના અભ્યાસક્રમની સુધારણા માટે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે ઓકટો, '૭૪માં સાવરકુંડલા મુકામે બોલાવેલી સમિતિ સમક્ષ આપેલું વ્યાખ્યાન)' ‘પરબ' '૭૪,
ભાષાવિજ્ઞાન અને સાહિત્ય. (મૂળ ‘ભાષા વિજ્ઞાનનો સાહિત્યમાં વિનિયોગ’ એ લેખ ’૭૦ના જાન્યુઆરીમાં ઓક્સફર્ડ અંગ્રેજીના પ્રોફેસર જ્હૉન સીંકલેરે હૈદ્રાબાદ, સી.આઇ.ઇ.માં આપેલાં વ્યાખ્યાનોને આધાર રાખીને સેબ્યોક, એન્ક્વીસ્ટ, લેવીનના સંદર્ભોને આધારે તૈયાર કર્યો હતો. વડોદરાની મ. સ. યુનિવર્સિટીના અંગ્રેજીના પ્રે।ફેસર આર. એન. મહેતાએ પણ એ વ્યાખ્યાનોમાં હાજરી આપી હતી અને તેમણે એ લેખ સાંભળી જઈને કેટલાંક ઉપયોગી સૂચનો કર્યાં હતાં.) છપાયો ‘વિશ્વમાનવ' એપ્રિલ '૭૪ તથા ગ્રંથસ્થ થયો પ્રો. યશવંત ત્રિવેદી સંપાદિત ‘...અને સાહિત્ય’માં.
૯. ભાષાવિજ્ઞાન અને સાહિત્ય વિવેચન. (નવેમ્બર ’૭૪માં ભાવનગર મુકામે મળેલા ગુજરાતીના અધ્યાપક સંઘના રજત જયંતિ સંમેલન પ્રસંગે આપેલું વ્યાખ્યાન.) ‘સંસ્કૃતિ’ ડિસેમ્બર ’૭૪.
૧૦ ‘વસંતવિજય’ની સંરચના-એક તપાસ’ : ‘મણિશંકર ભટ્ટ—કાન્ત.’ સંપાદક પ્રો. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અશોક પ્રકાશન-મુંબઈ ’૭૨.
૧૧ ‘નિરંજન ભગતની કાવ્યશૈલી-એક ભાષાવૈજ્ઞાનિક દૃષ્ટિ’ : ‘સ્વાધ્યાય’ વો. ૧૦ ૧૯૭૨. મ.સ. યુનિવર્સિટી વડોદરા.
૧૨ ‘વળામણાં’માં લોકબોલી ’૭૨માં ગુજરાતીના અધ્યાપક સંઘ સમક્ષ કરેલું પ્રવચન. ‘પન્નાલાલ ષષ્ઠીપૂર્તિ ગ્રંથ’ માટે બે વરસ પહેલાં સ્વીકારાયેલો લેખ. અપ્રગટ.
૧૩ ‘ગુજરાતીમાં ભાષાવિચાર’ (મૂળ ‘ભાષાવિજ્ઞાન’) ‘જ્ઞાનગંગોત્રી’ ગ્રંથ-૧૦ ‘ગુજરાતી સાહિત્ય’-૧. સરદાર પટેલ યુનિવર્સિટી ’૭૨
૧૪ કેશવ હર્ષદ ધ્રુવ : ગુજરાતી સાહિત્ય પરિષદના આમંત્રણથી ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ ખંડ-૩ માટે એપ્રિલ ’૭૪માં મોકલાવેલો લેખ. અપ્રગટ.
૧૫ રમણભાઈ-ભાષાશાસ્ત્રી. ‘રમણભાઈ નીલકંઠ’ સં. પ્રો. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, : અશોક પ્રકાશન-મુંબઈ-૭૨
૧૬ કમળાશંકર ત્રિવેદી : ગુ. સા. પ. ના આમંત્રણથી ‘ગુ. સા.નો ઇતિહાસ’ ખંડ-૩ માટે એપ્રિલ ’૭૩માં મોકલાવેલો લેખ. અપ્રગટ. ૧૪, ૧૫, ૧૬ ઐતિહાસિક ક્રમે ગોઠવાયેલા લેખો નથી.