ભૂંસાતાં ગ્રામચિત્રો/૭. આરો-ઓવારો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૭. આરો-ઓવારો}} {{Poem2Open}} આરો એટલે કાંઠો, ઓવારો. પાણી ભરવાનો, ન્હા...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 18: Line 18:
નદીનો એક ત્રીજો આરો, થોડો પથ્થરિયો. મોટા પથ્થરોની આડશો ને એમાં બાવળિયાં ઊગેલાં. પુરુષો અહીં દૈનિક વિધિ પતાવીને નિરાંતવા ન્હાય. અમેય જઈ ચઢીએ ક્યારેક. ત્યાંય ઠઠ્ઠા-મશ્કરીઓ ચાલતાં હોય. જોકે ઓછાં ને ધીમાં. કોણ કોની સાથે ‘મોજ’માં છે? કોનું ગાડું કેટલે છે? કોણ ક્યાં ‘પેસી-નીકળે’ છે એ બધુંય આ જવાનિયા ને આધેડો ચર્તતા હોય. ક્યારેક ગલાકાકા, મથુરકાકા જેવાય આવી ચડે તો એ પોતાની જવાનીના એકબે અનુભવ કહે ને એમ રંગત આવી જાય, નદીનાં ચોખ્ખાં નીર વ્હેતાં વ્હેતાં આ જિન્દગીની વાતોનેય વહી જતાં હોય. આજેય પેલું લોકગીત :

‘મારી મહીસાગરને આરે ઢોલ વાગે સૅ…’
'''‘મારી મહીસાગરને આરે ઢોલ વાગે સૅ…’'''

—સાંભળું છું ને નદીના બધા આરા-ઓવારા મારામાં બેઠા થઈ જાય છે. જોકે આ લોકગીતનો અર્થ હું સાવ જુદો જ પામું છું. ‘મારી મહીસાગર’ એટલે મારી અંદર, મારી ભીતરમાં વહેતી ચેતના… આ સંચેતના તે શક્તિ! ને એ જ મારી મહીસાગર! એના કાંઠે વાગતો ઢોલ તે જાગરણનો, શક્તિપૂજાની સવારી વેળાનો ઢોલ…

Line 36: Line 36:
કૂવાનો આરો આ બધાંથી વધારે બોલકો, જીવતો. સવારે ને સાંજરે ગરગડીઓ ખખડાવતો, હાથોનાં કંકણ રણકાવતો, પાણીબેડાં સાથે ભાતભાતનાં હસવાંમલકવાં છલકાવતો કૂવાકાંઠો ગામનો જીવ ગણાય. પાણીપુરવઠાની આધુનિક યોજનાઓએ ઘેર ઘેર ‘નળ’ ગોઠવીને બિચારી લાગતી, પણ મનમોજી ને મારકણી ‘દમયંતીઓ’ની દશા બગાડી નાખી છે! ઠઠ્ઠામજાક કે નિંદાકૂથલી કરવા એ હવે ક્યાં જાય? સીમવગડે કે ખેતરશેઢે ‘બધીઓ’ મળે નહીં, જ્યારે કૂવાકાંઠે તો સવાર-સાંજ ‘બેલાશક’ મળવાનું જ. ભાભી-નણંદીની મજાકથી માંડીને પરણ્યાધણીના વાંકગુના વર્ણવવાની જાણે કોર્ટ-કચેરી તે કૂવાનો આરો! એમાં બે વાતો વધારે કરવી હોય કે સાસુને ચીડવવી હોય તો વહુવારુઓ બે બેડાં વધુ પાણી ભરે… ધીમી ચાલે એક પડોશણ સાથે જાય ને હળવે હળવે બીજી સૈયર સાથે પાછી વળે… વાટમાં બે જણની ‘ખાનગી’ વાતો થાય તે નફામાં. નદીતળાવ ના હોય કે ત્યાં જનારા પુરુષને કૂવાકાંઠે વધારે રસ પડે તો એય કૂવા થાળે કપડાં ધોવા-ન્હાવા આવી ચડે. એની મજાક કરનારીઓય નીકળે  : મનને ગળી લાગે એવી મજાક  :

‘વહુનાં લૂગડાં ધોવા આયા સો, મોટાભઈ?’
'''‘વહુનાં લૂગડાં ધોવા આયા સો, મોટાભઈ?’'''

‘બાળોતિયાં ધોવા તમને મોકલ્યા તો મારાં દેરાંણી ચ્યાં, બજારે જ્યાં સે, ભૈ!’
'''‘બાળોતિયાં ધોવા તમને મોકલ્યા તો મારાં દેરાંણી ચ્યાં, બજારે જ્યાં સે, ભૈ!’'''

‘ચ્યમ, હૂકાઈ જ્યા ભૈ! નવી વહુની ધાક લાગે સે કે પછી—’ બાકીનું હસવામાં પૂરું થઈ જાય!
'''‘ચ્યમ, હૂકાઈ જ્યા ભૈ! નવી વહુની ધાક લાગે સે કે પછી—’ બાકીનું હસવામાં પૂરું થઈ જાય!'''

‘લ્યો, ’લી! ઘડો ઘડો પાંણી રેડો તે ભાઈનો થાક ઊતરે… હજી તો નવા પૈણત ગણાય, બૂન!’
'''‘લ્યો, ’લી! ઘડો ઘડો પાંણી રેડો તે ભાઈનો થાક ઊતરે… હજી તો નવા પૈણત ગણાય, બૂન!’'''

‘લાવો, ધોઈ આલું વહુના ઘાઘરા! ગળે નંઈ પડું હાં કે… તમાર ભૈ હજી તો અડીખમ સે… હાં…’
'''‘લાવો, ધોઈ આલું વહુના ઘાઘરા! ગળે નંઈ પડું હાં કે… તમાર ભૈ હજી તો અડીખમ સે… હાં…’'''

‘મારાં બૂન “બોલતાં” નથી ક્ ચ્યમ, જાતે કાહટી કરી—’ બિચારો!
'''‘મારાં બૂન “બોલતાં” નથી ક્ ચ્યમ, જાતે કાહટી કરી—’ બિચારો!'''

જતાં તો જઈ ચઢ્યો હોય, પણ જબાન ના સૂઝે એવો જવાનિયો તો ફરીથી ખો ભૂલી જાય — કૂવાકાંઠે જવાની!
'''જતાં તો જઈ ચઢ્યો હોય, પણ જબાન ના સૂઝે એવો જવાનિયો તો ફરીથી ખો ભૂલી જાય — કૂવાકાંઠે જવાની!'''

બધાં કામધંધે વળી જાય, પછી કોઈ એકલ બાઈ ભેંસો કે લૂગડાં લઈને આવે કૂવાકાંઠે. કોઈક કાકા-દાદાનેય એવી જવાબદારી હોય. ક્યારેક ગામની કુંવારકાઓ સંપીને ખાઈ-પરવારીને આવે બપોર વેળાએ કપડાં ધોવા મિષે. ભાવિ પતિની કે સગાઈ થઈ હોય એમની વાતો ચાલે… કાગળ લખવાના ને મળવાના રસ્તા નક્કી થાય… કૂવાકાંઠો ખાલી જ ના પડે! કુંવરકાઓના રસિયા જીવો પણ કૂવા પાસેના વડ નીચે કૈં ને કૈં રમવાને બ્હાને કે ફરવા સારુ આવી પહોંચે… ઇશારા કે વાણીકટાક્ષોય ચાલે… કૂવાકાંઠો રસિક સ્થળ બની જાય. આરા-ઓવારા જાણે કેળવણીનાં-અભિવ્યક્તિનાં કેન્દ્રો છે! મારા ગામને નદી, તળાવ અને ત્રણ ત્રણ કૂવાઓના આરાઓવારા મળ્યા છે. ને અમે એ બધાંને દેવથાનકોની જેમ વ્હાલાં કર્યાં હતાં — ત્યાં વસતાં ભૂતપ્રેતની અફવાઓને ગણકાર્યા વિના અમે આરાઓવારાઓને ભરપૂર ચાહ્યા છે.

Line 54: Line 54:
{{Right|[૨૭-૬-૯૫]}}
{{Right|[૨૭-૬-૯૫]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૬. પાદર
|next = ૮. ખળું
}}
26,604

edits

Navigation menu