યાત્રા/એક જ્યોત

From Ekatra Wiki
Revision as of 04:51, 23 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક જ્યોત| }} <poem> {{space}}મેં એક જ્યોત ઝંખી, {{space}} મુજને રામ રામ ગઈ ડંખી. એ નહીં સૂરજમાં, નહી સોમમાં, નહીં ભોમમાં, નહીં વ્યોમમાં; {{space}}{{space}} એ અજબ અગન રસબંકી. મેં એકo એ રંગરંગની રાત સમી, એ પુલક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
એક જ્યોત

         મેં એક જ્યોત ઝંખી,
          મુજને રામ રામ ગઈ ડંખી.

એ નહીં સૂરજમાં, નહી સોમમાં,
નહીં ભોમમાં, નહીં વ્યોમમાં;
                   એ અજબ અગન રસબંકી. મેં એકo

એ રંગરંગની રાત સમી,
એ પુલક પુલક પરભાત સમી;
                   એ મધુર મુરત અકલંકી. મેં એકo

કંઈ નયનનમાં નયન ઊઘડે,
કંઈ શીશ પરે નવ શીશ જડે,
          કોઈ પ્રીત પરમ પડછદી. મેં એકo

૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭