યાત્રા/ઓ હવા અહીં

From Ekatra Wiki
Revision as of 05:03, 23 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઓ હવા અહીં|}} <poem> {{space}}આ હવા અહીં મર્મરતી, {{space}} કો મંત્ર મધુર નિર્ઝરતી. આ હવા. કો ગુપત નગરની ગલી ગલીની {{space}} વાત અશબ્દ ઊચરતી, ગુપચુપ કે પંકજ પગલીએ {{space}} મનમાં મારગ કરતી. આ હવા. આંખ નહિ જો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઓ હવા અહીં

         આ હવા અહીં મર્મરતી,
          કો મંત્ર મધુર નિર્ઝરતી. આ હવા.

કો ગુપત નગરની ગલી ગલીની
          વાત અશબ્દ ઊચરતી,
ગુપચુપ કે પંકજ પગલીએ
          મનમાં મારગ કરતી. આ હવા.

આંખ નહિ જોવા કૈં ચાહતી,
          શ્રવણ ન સુણવા ચાહે,
અંતરની હોડી કો થંભ્યાં
          નીર હવે અવગાહે. આ હવા.

નહિ ધરતી, નહિ આભ અહીં કો,
          નહીં દિવસ, ના રજની,
નહિ સાથી, નહિ ભેરુ ભોમિયા,
          એ મુજ એકલ સજની. આ હવા.

૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૮