યાત્રા/કર અભય

From Ekatra Wiki
Revision as of 06:05, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કર અભય|}} <poem> અહો ક્યાંથી આવે કર અભય આ ભીત જગમાં– કુશંકા સંકેચે મુકુલ ઉરનું જ્યાં થરથરે, અને છાનાં ખુલ્લાં કંઈ વચમાં જે નિત સરે, ત્યહીં કયાંથી આવે કર, વિકૃતિ જેને ન રગમાં? કહે, ક્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કર અભય

અહો ક્યાંથી આવે કર અભય આ ભીત જગમાં–
કુશંકા સંકેચે મુકુલ ઉરનું જ્યાં થરથરે,
અને છાનાં ખુલ્લાં કંઈ વચમાં જે નિત સરે,
ત્યહીં કયાંથી આવે કર, વિકૃતિ જેને ન રગમાં?

કહે, ક્યાંથી તેમાં મધુર ધૃતિ, આ નિર્મલ દ્યુતિ?
શકે શું સીંચાયું મલહર અમી તું-સ્ફુરણમાં–
વસ્યું કિંવા હું-માં ભયહર કંઈ શુદ્ધ ગુણમાં–
નહીં રોકે જેથી તવ મન જરાયે કર-ગતિ?

ગમે તે હો, તારી કુસુમિત યુવામાં ય શિશુનો
લસે તે વિશ્રમ્ભ, ગ્રહ કુટિલનો કો ન ઉદય,
ત્યહીં રાજે નિત્યે સલુણ મધુને સ્વસ્થ વિજય,
હર્યો જેણે ગર્વ ત્રિનયન વિના પંચઈષુનો.

સખી ના, ના બ્હેની, નહિ પ્રિયતમા, માત્ર રમણી
રહી તે શી સૃષ્ટિ વિરચી મુજ સૌહાર્દ-નમણી!

જૂન, ૧૯૪૩