યાત્રા/પલક પલક

From Ekatra Wiki
Revision as of 12:04, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પલક પલક|}} <poem> પલક પલક મારી આંખ નિહાળે, {{space}} મલક મલક તુજ મુખ મલકે, આજ અમારા સાગરપટ પર {{space}} શો તારો રસ રસ છલકે! {{space}} જલપવનના ઘડા અટકિયા, {{space}} મનમૃગ તણા ઠેકા ન ટકિયા, કો અકલિતને કલિત કરી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પલક પલક

પલક પલક મારી આંખ નિહાળે,
          મલક મલક તુજ મુખ મલકે,
આજ અમારા સાગરપટ પર
          શો તારો રસ રસ છલકે!
          જલપવનના ઘડા અટકિયા,
          મનમૃગ તણા ઠેકા ન ટકિયા,
કો અકલિતને કલિત કરી તુજ
          પાંપણ શી અપલક પલકે!
પલક પલકo
મંદિર વિષે દીપક પ્રગટિયા,
દીપમાં ઉદ્દીપ ઘટિયા;
નેણ નેણ તુજ નેણ પરોવી
શી તુજ ગગન ઘટા ઢળકે!
પલક પલકo
અબ સીમને સીમા નહીં,
અણસીમ તું સામે રહી,
અખિલ ભરી અંજલિમાં તારી
તું તવ છોળ સદા છલકે!
પલક પલકo

૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭