યાત્રા/પ્રારંભિક

From Ekatra Wiki
Revision as of 09:25, 26 November 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.



અર્વાચીન કાવ્ય ગ્રંથાવલિ પુસ્તક




યાત્રા




સુન્દરમ્







સુન્દરમ્‌નાં પુસ્તકો



[પહેલી આવૃત્તિ]

કવિતા : કોયા ભગતની કડવી વાણી (૧૯૩૩), કાવ્યમંગલા (૧૯૩૩), રંગરંગ વાદળિયાં (બાળકાવ્ય) (૧૯૩૯), વસુધા (૧૯૩૯), યાત્રા (૧૯૫૧) વાર્તાઓ : હીરાકણી (૧૯૩૮), પિયાસી (૧૯૪૦), ઉજાયન (૧૯૪૫), તારિણી (૧૯૭૭), પાવકના પંથે (૧૯૭૭) નાટકો : વાસંતી પૂર્ણિમા (૧૯૭૭) અનુવાદો : મૃછકટિક (સંસ્કૃત) (૧૯૪૪), કાયાપલટ ૧૯૬૧, જનતા અને જન ૧૯૬૫, ઐસી હૈ જિન્દગી ૧૯૭૪ (ત્રણે જર્મન-અંગ્રેજી) ચિંતનાત્મક ગદ્ય : દક્ષિણાયન (પ્રવાસ) (૧૯૪૧), અર્વાચીન કવિતા (વિવેચન) (૧૯૪૬), શ્રી અરવિંદ મહાયોગી (ગ) (૧૯૫૦), અવલોકના (વિવેચન) (૧૯૬પ), ચિદંબરા (આરંભનાં તથા અન્ય લખાણ) (૧૯૬૮), (વિચારસંપુટ : ત્રણ ગ્રંથો (૧૯૭૮), સાહિત્યચિંતન (સાહિત્યવિષયક અધ્યયન), સમર્ચના (ચારિયપ્રધાન લેખો), ના વિઘા (તત્વચિંતન), * તપોવન (સુન્દરમ્ વિષે અધ્યયન ગ્રંથ : સં. સુરેશ દલાલ) (૧૯૬૯)






‘વસુધા’નો અનુગામી કાવ્યસંગ્રહ
યાત્રા





મને અંગે અંગે, અણુ અણુ મહીં કો પરસતું
ગયું, એવા શૈત્યે ઝરમર રસો કો વરસતું
રહ્યું, એવા જેવા મનુજજગમાં ક્યાં ય ન વસ્યા!
વસ્યા એ મીઠેરા રસ અમિત જ્યાં અમૃતરસ્યા,
ત્યહીં મારાં હાવાં ચરણ વળતાં તૃપ્ત-તરસ્યાં.







આર. આર. શેઠની કું. મુંબઈ-ર * પ્રિન્સેસ સ્ટ્રીટ • ઈ.સ.૧૯૮૫'





SUNDARAM
YATRA, Poetry
R. R. Sheth & Co., Bombay-Ahmedabad
1985
891-471


© સુન્દરમ્
આ સંગ્રહમાંનાં કાવ્યોનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરતાં પહેલાં કર્તાની સંમતિ મેળવવી જરૂરી છ.


મૂલ્ય રૂ. ૪૦-૦૦


પહેલી આવૃત્તિ : અષાઢ ૨૦૦૭ (૧૯૫૧),
પુનર્મુદ્રણ ૯ અષાઢ ૨૦૧૬ (૧૯૬૦)


પુનર્મુદ્રણ : અષાઢ ૨૦૧૯ (૧૯૬૩),
સંવર્ધિત આવૃત્તિ : આસો ૨૦૨૧ (૧૯૮૫)


પ્રકાશક
ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની
મુંબઈ ૪૦૦ ૦૦૨ : અમદાવાદ ૩૮૦ ૦૦૧
મુદ્રક


જુગલદાસ સી. મહેતા, પ્રવીણ પ્રિન્ટરી સ્ટેશન રોડ,
ભગતવાડી, સોનગઢ ૩૬૪૨પ૦.





કમલ ચરણે

સદા ધ્યાતો ધ્યાતો વદન તવ પૃથ્વી-પટ ફરું,
અને નિત્યે તારાં સ્મિતકુસુમ સૌને મુખ ધરું,
મને તેં દીધું તે જગ સકલને અર્પણ કરું,
ધરાનું તર્પેલું હૃદય લઈ તારે પદ ધરું.






નિવેદન
(સંવર્ધિત આવૃત્તિનું)

‘યાત્રા' મારો ત્રીજો મુખ્ય કાવ્યસંગ્રહ. ‘કાવ્યમંગલા’ અને ‘વસુધા’ તે પહેલાંના તેના જેવા જ કાવ્યસંગ્રહ છે. કોયા ભગતની ‘કડવી વાણી’ હળવાં કાવ્યો અને ‘રંગરંગ વાદળિયાં’ બાળકોને સંગ્રહ છે. ‘કાવ્યમંગલા’ ૧૯૩૩માં પ્રથમ પ્રગટ થઈ, કોયા ભગતની ‘કડવી વાણી’ એની સહેજ પહેલાં અષાઢ ૧૯૮૯ (૧૯૩૩)માં પ્રસિદ્ધ થયો, ‘કાવ્યમંગલા' તરત શ્રાવણમાં જન્માષ્ટમીએ થયો. ‘વસુધા’ સંગ્રહ ૧૯૯૫ના આસોમાં (૧૯૩૯માં) છ વર્ષ પછી અપાયો. ‘રંગ રંગ વાદળિયાં’ એની પહેલાં ૧૯૩૦ના જૂનમાં અપાઈ ગયેલો. ‘યાત્રા’ તે પછી બાર વર્ષે ૧૯૫૧નાં જુલાઈ માસમાં અપાયો. તેનું પુનર્મુદ્રણ, નવ વર્ષ પછી ૧૯૬૦માં થયું. તે પછીનાં મુદ્રણો ૧૯૬૦, ૧૯૬૩માં થતાં રહ્યાં. આ છેલ્લું મુદ્રણ હવે પુનર્મુદ્રણ ન રહેતાં સંવર્ધિત આવૃત્તિરૂપે આવે છે. ‘યાત્રા'ની પ્રથમ આવૃત્તિ ૧૯૫૧માં, આ છેલ્લી ૩૪ વર્ષ પછી. વર્ષો કેવાં તો સ્વસ્થ ગતિએ ખડકાતાં જાય છે કાવ્યસંગ્રહનું વેચાણ, તેની નવી આ વૃત્તિઓને વર્ષો સાથે જાણે કંઈ સંબંધ નથી. એ જ પાઠ્યપુસ્તક બને તો પ્રકાશક એકદમ તેને ફરી છાપી લે છે. આ વીતેલાં વર્ષો સમતલ રીતે વહેતાં હતાં–અને આ આવૃત્તિ સમયે કંઈક થયું. મેં જોયું, સ્મરણમાં આવ્યું, આ સંગ્રહની હૃદયધબકાર જેવા દીર્ઘકાવ્ય ‘મનુજ–પ્રણય' (૪૫½ કડી, ૧૮૨ પંક્તિ)નું મૂળ રૂપ તે હજી બરાબર અકબંધ વિસ્મૃતિના ભંડારમાં દટાઈને પડેલું છે. ઘણું મહત્ત્વાકાંક્ષી ભાવથી તેને ૧૦૫ કડીમાં લખેલું. સંગ્રહ વખતે તેને વધુ ભાવક્ષમ બનાવવા ટૂંકાવેલું. પણ જે મૂળ હતું તેની ભાવસમૃદ્ધિ પણ ઘણી સભર હતી. થયું, આ આવૃત્તિમાં તેને પૂર્તિરૂપે મૂકીએ. એની તૈયારી કર્યા પછી જણાઈ આવ્યું કે આ જ કાવ્યના ઊર્ધ્વક્રમણ જેવું આ સંગ્રહમાંનું ‘આ ધ્રુવપદ’ (૩૬ કડી) પણ એના જેવી સ્થિતિમાં છે, તેનું પણ મૂળ બૃહત્સ્વરૂપ છે, ૮૯ કડીનું', અને તે પણ ન્યાય માગી લે છે. એટલે પૂર્તિમાં આ બંને સુદીર્ઘ રચનાઓ મૂકી છે અને એની પાછળ તો આગળ પાછળ કહેવા મૂકવા જેવી ઘણી બાબતો નીકળી આવી. એણે સારી એવી જહેમત કરાવી, અને છેવટે એ સામગ્રી આ સંગ્રહની આ આવૃત્તિમાં દળદાર વધારો કરતી, આંતરિક પુષ્ટિરૂપે આવે છે. એ બંને કાવ્યનું ખાસ મહત્ત્વ તો અભ્યાસીઓને માટે છે. એટલે એ બંને કાવ્યોને તેમના નવા અને પૂર્વ સ્વરૂપમાં વાંચી કરી તેનો તેઓ યોગ્ય લાભ ઉઠાવશે. ‘કાવ્યમંગલા’ સંગ્રહ ૧૯૩૩માં પ્રસિદ્ધ થયો. બીજે જ વર્ષે ૧૯૩૪માં તેને ગુજરાતના સાહિત્ય-સાંસ્કૃતિક જીવનની યશગાથા જેવો રણજિતરામ સુવર્ણ ચંદ્રક અપાયો. ૧૯૫૧માં પ્રસિદ્ધ થયેલા ‘યાત્રા’ સંગ્રહને ૧૯૫૫માં (૨૦ જૂન, સોમ) નર્મદ સુવર્ણચંદ્રક અપાયો. આપણા સાંસ્કારિઠ જીવન અંગેનું આ પણ એક મૂલ્યવાન યશોગાન બની રહેલું છે. બે સંગ્રહાની વચ્ચેનો ‘વસુધા’ તો આપોઆપ જ તેની પૃથ્વીમૈયાની સભરતાને લીધે લોકોના હૃદયમાં વસી ગયો છે. નર્મદ સુવર્ણચંદ્રક, કદાચ તેના પ્રગટ થયા પછી ઘણી વખતે ગોઠવાયો હશે. ‘યાત્રા’ અંગે, નવ વર્ષ પછી તેની બીજી આવૃત્તિ વખતે બેત્રણ નોંધપાત્ર ફેરફાર થયા. આર. આર. શેઠના મૂળ પુરુષ શ્રી ભુરાલાલ પ્રભુશરણમાં પહોંચ્યા હતા, ૧૯૫૯માં. એમના સુપુત્ર કહેવાય તેવા, તેમને જીવનમાં મળેલા એકના એક સંતાન એવા ભગતભાઈ. પિતાની પેઢીમાં ગોઠવાઈ ગયા. તે કલ્પનાશીલ પણ હતા. તેમણે પોતાનાં પ્રકાશનને ચમકાવવા માંડ્યાં, નવા વિચારો વહેતા મૂકવા માંડ્યા. ‘યાત્રા’ની બીજી આવૃત્તિ (૧૯૬૦) વખતે તેમના પિતાશ્રીએ ગોઠવેલી ‘અર્વાચીન કાવ્ય ગ્રંથાવલિ’ને પૂરું વ્યવસ્થિત રૂપ આપી ‘યાત્રા’ ને તેના પ્રથમ પુસ્તક તરીકે મૂક્યું. આ પ્રખર પુસ્તક-પ્રકાશક આમ તો બીજી પણ અનેક પુસ્તકોની ગ્રંથાવલિઓ-‘વિરાટ ગ્રંથાવલિ’, ‘સંસ્કાર ગ્રંથાવલિ' ઘણાં વર્ષોથી ચલાવતા રહ્યા છે. આ કાવ્યગ્રંથાવલિ પણ આગળ વધતી રહી છે. અગત્યનાં કારણોસર ભુરા લાલે કાવ્ય સંગ્રહનું કદ નાનું, કાઉન સાઇઝનું કરી લીધેલું. ભગતભાઈ હવે કાવ્યસંગ્રહોને તેમના મૂળ ગૌરવપૂર્ણ ડેમી કદમાં લઈ જવા લાગ્યા છે. તે મુજબ ‘યાત્રા’ની આ સંવર્ધિત આવૃત્તિ તેના મૂળ રૂપ-રંગમાં વધુ પુષ્ઠ–હૃષ્ટ થઈને આવે છે. જોકે રંગની બાબતમાં થોડો પ્રયોગ કરવાનું મન રહે છે. પ્રથમ આવૃત્તિમાં ‘યાત્રાના પૂંઠાનો રંગ લીલો અને પીળો હતો. પૃથ્વીની જમીનને લીલી ચીતરી ચિત્રકારે આકાશને પીળા-સૂર્યના સૌમ્ય ઉષ:કાલીન રંગમાં મૂકી આપ્યું હતું. બીજી આવૃત્તિ વખતે આ આકાશ લાલઘૂમ થઈને આવ્યું. ત્રીજી-ચોથીમાં પાછું તે પીળું થયું. આ વખતે તેને વાદળી રંગમાં મૂકી જઈએ છીએ. પૂંઠા પરના ચિત્ર અંગે પણ એક નોંધવા જેવી, સ્મરણમાં રાખવા જેવી વસ્તુ બનેલી છે. એ ચિત્ર તૈયાર કરીને ચિત્રકાર શ્રી કૃષ્ણલાલ તેને શ્રી માતાજી પાસે આશીર્વાદ માટે લઈ ગયેલા. ચિત્રમાં યાત્રાના માર્ગ ચિત્રકારે ઠીકઠીક આડોઅવળો બતાવે તો છે. તે જોઈ શ્રી માતાજી બોલેલાં : ‘રસ્તો તદ્દન સીધો જ કેમ ના હોય!’ તો આપણી ગૂર્જર કાવ્ય-સરિતા આમ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે દિવ્ય સરસ્વતીની દૃષ્ટિ હેઠળ પોતાનો અનોખો પંથ કાપતી આગળ વધી રહી છે. જય સચ્ચિદાનંદ. ૨૩-૯-૮૫ પોંડિચેરી સુન્દરમ્