યાત્રા/બાજો વિજય દદામાં

From Ekatra Wiki
Revision as of 12:15, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાજો વિજય દદામાં|}} <poem> બાજો વિજય દદામાં! હે હો, બાજો વિજય દદામાં! આ ભય-દાનવને હણી અમે છે નાખ્યો! આ સરપ જુઠાણું તણે ચીરી અબ નાખ્યો! આ દેવગણોનો અમર સોમરસ પૃથ્વી પર છલકંત અમે છે ચાખ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બાજો વિજય દદામાં

બાજો વિજય દદામાં!
હે હો, બાજો વિજય દદામાં!
આ ભય-દાનવને હણી અમે છે નાખ્યો!
આ સરપ જુઠાણું તણે ચીરી અબ નાખ્યો!
આ દેવગણોનો અમર સોમરસ
પૃથ્વી પર છલકંત અમે છે ચાખ્યો!
હે, બાજો વિજય દદામાં, હે હોo
આ સૂર્યકિરણમાં સ્નાન કરી લીધાં છે!
એ તેજસુધાનાં પાન કરી લીધાં છે!
આ જીવનભક્ષક જન્મ તણાં ડગ
કરી દૃષ્ટિમાત્રથી સ્તબ્ધ અમે કીધાં છે!
હે, બાજો વિજય દેદામાં, હે હોo
આ કૌઆ અને કબૂતર દોસ્ત બન્યાં અમ!
આ સાગર અને શિખર પણ દોસ્ત બન્યાં અમ!
આ જ્યાં જ્યાં પડે નજર અમ ત્યાં ત્યાં
કો ન અવર અમ પાખે!
જ્યમ જ્યમ પેખું અધિક જગત ત્યમ,
અધિક અધિક રસ દાખે!
હે, બાજે વિજય દદામાં, હે હોo

સપ્ટેમ્બર, ૧૯૪૫