યાત્રા/હે સુંદર!

From Ekatra Wiki
Revision as of 11:55, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હે સુંદર!|}} <poem> હે સુંદર મૂરત, તવ સૂરત, {{space}} લાવ લાવ મુજ નયન ભરી, હે ઉન્નત, તવ રસ પરમોન્નત, {{space}} લાવ લાવ અમ હૃદય ભરી. હે સુંદર! આ તિમિર અતાગ જવાં છે તાગી, આ જગ રચવું પરમ સુભાગી, અહિં નવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
હે સુંદર!

હે સુંદર મૂરત, તવ સૂરત,
          લાવ લાવ મુજ નયન ભરી,
હે ઉન્નત, તવ રસ પરમોન્નત,
          લાવ લાવ અમ હૃદય ભરી. હે સુંદર!

આ તિમિર અતાગ જવાં છે તાગી,
આ જગ રચવું પરમ સુભાગી,
અહિં નવલખ ચીજ અખિલ જગજનને
          મળ્યા કરે મુખમાગી. હે સુંદર!

એ મધુવનના રસરાસ રચીશું,
તવ પગપગલે હૃદય ખચીશું,
તવ મુરલીના સૂર છલકતા
          ઘૂંટ ઘૂંટ હરદમ પીશું. હે સુંદર!

૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭