યાત્રા/– જઈએ: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|– જઈએ|}} <poem> અહા, આવે આવે કુસુમ સમ કે કોમલ કશી, ઉષાની હૂંફાળી અરુણવરણ અંગુલિ જશી, વસંતે કૂજંતા પ્રથમ પિકના શાવક સમી, અરે તારી, બાલે મધુર સુભગે, પ્રીતિ વસમી! ખરે, મારે એને ઉર ધરવી? ન...")
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|– જઈએ|}}
{{Heading|– જઈએ|}}


<poem>
{{block center| <poem>
અહા, આવે આવે કુસુમ સમ કે કોમલ કશી,
અહા, આવે આવે કુસુમ સમ કો કોમલ કશી,
ઉષાની હૂંફાળી અરુણવરણ અંગુલિ જશી,
ઉષાની હૂંફાળી અરુણવરણી અંગુલિ જશી,
વસંતે કૂજંતા પ્રથમ પિકના શાવક સમી,
વસંતે કૂજંતા પ્રથમ પિકના શાવક સમી,
અરે તારી, બાલે મધુર સુભગે, પ્રીતિ વસમી!
અરે તારી, બાલે મધુર સુભગે, પ્રીતિ વસમી!
Line 13: Line 13:
દિયે દૈવી પ્રીતિ-રસ-રણકનો કો અભિનવ.
દિયે દૈવી પ્રીતિ-રસ-રણકનો કો અભિનવ.


હજી મારે વીણા બહુય સજવાની, કુસુમ હે,
હજી મારે વીણા બહુ ય સજવાની, કુસુમ હે,
હજી તારાં અંગે રજકણ અને કંટક વહે;
હજી તારાં અંગો રજકણ અને કંટક વહે;
બસૂરાં કાંટાળાં ઉર થકી કયી રાગિણું ઝરે,
બસૂરાં કાંટાળાં ઉર થકી કયી રાગિણી ઝરે,
અને જેથી પૃથ્વી છલકત સુધાના સરવરે?
અને જેથી પૃથ્વી છલકત સુધાના સરવરે?


નહીં, ચાલો જૈએ અભિનવ-કલા-સાધક કને,
નહીં, ચાલો જૈએ અભિનવ-કલા-સાધક કને,
જહી તારું મારું રસધન બધું દિવ્ય જ બને.
જહીં તારું મારું રસધન બધું દિવ્ય જ બને.
{{Right|એપ્રિલ, ૧૯૪૩}}
 
</poem>
<small>{{Right|એપ્રિલ, ૧૯૪૩}}</small>
</poem>}}


<br>
<br>

Latest revision as of 14:09, 19 May 2023

– જઈએ

અહા, આવે આવે કુસુમ સમ કો કોમલ કશી,
ઉષાની હૂંફાળી અરુણવરણી અંગુલિ જશી,
વસંતે કૂજંતા પ્રથમ પિકના શાવક સમી,
અરે તારી, બાલે મધુર સુભગે, પ્રીતિ વસમી!

ખરે, મારે એને ઉર ધરવી? ના હું કુસુમની
ઉષાની અર્ચાનો અધિકૃત, ન વીણા મુજ બની
સુરીલી, સૃષ્ટિના સુર ઉર ઝીલી જે પ્રતિરવ
દિયે દૈવી પ્રીતિ-રસ-રણકનો કો અભિનવ.

હજી મારે વીણા બહુ ય સજવાની, કુસુમ હે,
હજી તારાં અંગો રજકણ અને કંટક વહે;
બસૂરાં કાંટાળાં ઉર થકી કયી રાગિણી ઝરે,
અને જેથી પૃથ્વી છલકત સુધાના સરવરે?

નહીં, ચાલો જૈએ અભિનવ-કલા-સાધક કને,
જહીં તારું મારું રસધન બધું દિવ્ય જ બને.

એપ્રિલ, ૧૯૪૩