યુગવંદના/કાળનું વંદન

From Ekatra Wiki
Revision as of 09:22, 27 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કાળનું વંદન|}} <poem> કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી! કોણે કહ્યું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કાળનું વંદન

કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી!
કોણે કહ્યું મૃત્યુ સડાવનારું!
कालोऽस्मि लोकक्षयकृत કહન્દો,
અહીં ખડો અંજલિ જોડી બંદો
સિંહાસનો સલ્તનતો ઉખેડે,
વાસુકિ-ફેણેથી ખીલી ખસેડે,
પટ્ટણ કરે દટ્ટણ સે’જ હાસે,
એ કાળ જો આંહીં ઝૂકી ઉપાસે
લોકોત્તરોના
પદપદ્મ પાસે.
૧૯૩૮