યોગેશ જોષીની કવિતા/તાંબાની નાની લોટીમાં....

From Ekatra Wiki
Revision as of 00:37, 20 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
તાંબાની નાની લોટીમાં....

તાંબાની
નાની લોટીમાં
ગંગાજળ
સાચવી રાખીએ ને
એમ
મેં
જાળવી
રાખ્યો છે
થોડોક સમય,
અંતકાળ માટે....