રંગ છે, બારોટ/3. બાપુ ભાલાળો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 45: Line 45:
આજથી રે શી કહું કુંવર તુંને વડેરી રે વાત રે!  
આજથી રે શી કહું કુંવર તુંને વડેરી રે વાત રે!  
જે દિ’ રે મૂછડીએ વીરા વળ ઘાલશો.
જે દિ’ રે મૂછડીએ વીરા વળ ઘાલશો.
</poem>
{{Poem2Open}}
હે ભાઈ, જે દી તમે મોટા થઈને મૂછ્યે વળ ઘાલશો તે દી હું તમને વાત કહીશ; આજથી કહીને શું કરું?
હે મા! ગરાશિયાના દીકરા તો નાના હોય જ નહીં. જોવું છે?
{{Poem2Close}}
<poem>
લાવ્ય રે લાવ્ય રે મારો નવધારો રે કટાર રે,
આંતરડાં કાઢીને રે નાખું તારી ડોકમાં.
</poem>
{{Poem2Open}}
માટે જેવી હોય તેવી વાત કહે.
માએ તો બાપના મરતકની ને ગુંજવાનું રાજ રોળાઈ ગયાની વાત કરી છે.
દીકરાએ હઠ લીધી છે : બાપનું રાજપાટ પાછું લઈએ તો જ બાપના બેટા સાચા. લ્યો માડી, રામ રામ!
મામો આવ્યા મનાવવા, કહે છે કે ભાણેજ —
{{Poem2Close}}
<poem>
આલું આલું રે તુંને પચી પચાહ જો ને ગામ રે
ગુંજવાની ગાદી ય રે ભાલાળાને દોયલી.
</poem>
{{Poem2Open}}
ત્યારે ભાણેજ બાપુ ભાલાળો શું કે’ છે! :
{{Poem2Close}}
<poem>
તારાં ગામડિયાં તારે ય અતિ ઘણેરાં હોય રે
ગુંજવાની ગાદી ય રે ભાલાળાને સર સમી.
</poem>
</poem>

Revision as of 15:24, 11 May 2022

3. બાપુ ભાલાળો


ગુંજવા ગામનો રાજા સૂરો ધાધલ : ને ઢાંક બંગાળાનો રાજા ચીચી ઝાંઝરો.

બે વચ્ચે સીમાડાની તકરાર. ગુંજવા ગામના સૂરા ધાધલને બાપુ ને બુઢો બે દીકરા : પરમલ દીકરી : ડાયો શા કારભારી : ચાંદિયો ને ખેતિયો બે રજપૂત. સીમાડાની તકરારમાં સૂરો ધાધલ માર્યા ગયા. ડાયા શા કામદારે બાઈને અને ત્રણેય બાળકને એના મોસાળમાં મોકલી દીધાં. ગુંજવા ગામ હાથમાંથી છૂટી ગયું. મોસાળમાં બાપુ ને બુઢો ઊઝરી જુવાન થયા. ગામનો પટેલ ગોધલ્યા ચારવા સીમમાં જાય ત્યાં એણે બે ય ભાણેજને ગલોલીએ રમતા દેખ્યા. લીંબુ ઉલાળીને ગલોલીઓ આંટે છે બેય જણા. પટેલે વિચાર્યું કે ભાણેજ છે અટારા : ઊંધાંનાં આંધણ : વતાવ્યા જાય એમ નથી. બાકી આ રમત્ય કો’ક દી ગામને ભારે પડી જશે! થોડા દિવસ થયા ત્યાં તો ભાણેજોએ મેલ્ય લીંબુ પડ્યાં, ને સોપારીએ વાત આવી. સોપારી અધ્ધર ઉલાળીને આંટવા મંડ્યા. પછી તો બાપુએ બુઢાને કહ્યું : “હવે તો માથા ઉપરથી મોતી ઉડાડીએ. ત્યારે કહેવાય કે મોતીમાર સાચા.” બુઢો કહે, “બરાબર છે વાત.” ઉઘાડા માથા ઉપર મોતી માંડી મંડ્યો ગલોલીએ ઉડાડવા. પટેલથી આ ન જોવાણું. પણ ભાણેજ તો છે ઊંધાંનાં આંધણ. રીસનાં જાળાં : વતાવ્યા જાય એમ નથી. એની મેળે ધોડશે ઈ થાકશે. બાપુ કહે, “ભાઈ બુઢા! એક કારખત બાકી રહી ગઈ છે.” કે’, “શી ભાઈ?” કે’, “બાયડિયુંનાં બેડાં ફોડવાં બાકી છે.” કે’, “શી રીતથી?” કે’, પાણિયારીને માથે ભર્યું બેડું એક જણ સીસાની ગોળી મારીને ફોડે. બીજો એક મીણની ગોળી છોડીને સાંધે. પાણીનું ટીપુંય બહાર પડવું ન જોવે. મંડ્યા એ તો ફોડવા ને સાંધવા. ગામમાં તો ગોકીરો હાલ્યો. ઓલી કહે મારું બેડું બદલાણું ને ઓલી કહે મારું. પછી બાપુએ ને બુઢે બન્નેએ હથિયાર બદલ્યાં. કે’, ભાઈ, તમે ફોડો તે હું સાંધું. એક ડોશી : માથે ગટકુડું : બુઢાપાથી ધ્રૂજતી ધ્રૂજતી હાલી જાય છે. બુઢાએ ગલોલીનો ફેર કર્યો. કાંઈક બળમાં થઈ ગયો. ગટકુડું ફૂટી ગયું. ડોશી ગોથું ખાઈને જઈ પડ્યાં. ઊઠીને બોલ્યાં : “મારા રોયા નબાપા!

ગોતીએં ગોતીએં રે એવા બાપદાદાનાં રે વેર રે
બારડિયુંનાં બેડાં ય રે વીરા, નવ ફોડીએ.

બેય ભાઈ સામસામા જોઈ રહ્યા : એલા, આ તો આપણને નબાપા કહ્યા! હાલો મા પાસે. પૂછીએં કે શી વાત છે.

કે’જે રે માડી રે અમને, હોય એવી વાત રે,
મોસાળે મામિયું રે મેણાં અમને બોલિયું.
નૈ રે નૈ રે એવું કાકા ને રે કટંબ રે.
અધ્ધરથી પડિયેલ રે ધરતીએ ઝીલિયા.

હૈયામાં સમસમીને દીકરાને મા કહે છે :

આજથી રે શી કહું કુંવર તુંને વડેરી રે વાત રે!
જે દિ’ રે મૂછડીએ વીરા વળ ઘાલશો.

હે ભાઈ, જે દી તમે મોટા થઈને મૂછ્યે વળ ઘાલશો તે દી હું તમને વાત કહીશ; આજથી કહીને શું કરું? હે મા! ગરાશિયાના દીકરા તો નાના હોય જ નહીં. જોવું છે?

લાવ્ય રે લાવ્ય રે મારો નવધારો રે કટાર રે,
આંતરડાં કાઢીને રે નાખું તારી ડોકમાં.

માટે જેવી હોય તેવી વાત કહે. માએ તો બાપના મરતકની ને ગુંજવાનું રાજ રોળાઈ ગયાની વાત કરી છે. દીકરાએ હઠ લીધી છે : બાપનું રાજપાટ પાછું લઈએ તો જ બાપના બેટા સાચા. લ્યો માડી, રામ રામ! મામો આવ્યા મનાવવા, કહે છે કે ભાણેજ —

આલું આલું રે તુંને પચી પચાહ જો ને ગામ રે
ગુંજવાની ગાદી ય રે ભાલાળાને દોયલી.

ત્યારે ભાણેજ બાપુ ભાલાળો શું કે’ છે! :

તારાં ગામડિયાં તારે ય અતિ ઘણેરાં હોય રે
ગુંજવાની ગાદી ય રે ભાલાળાને સર સમી.