રચનાવલી/૧૩૭

From Ekatra Wiki
Revision as of 15:06, 6 May 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩૭. મધુરાષ્ટકમ્ (વલ્લભાચાર્ય) |}} {{Poem2Open}} એક રાજ્યના વડાએ એના મંત્રીને કહી રાખેલું કે પત્રવ્યવહારની બાબતમાં વારંવાર મને પૂછવાની જરૂર નથી. ફક્ત જ્યારે વિશેષણ વાપરવાની ઇચ્છા થ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૩૭. મધુરાષ્ટકમ્ (વલ્લભાચાર્ય)

એક રાજ્યના વડાએ એના મંત્રીને કહી રાખેલું કે પત્રવ્યવહારની બાબતમાં વારંવાર મને પૂછવાની જરૂર નથી. ફક્ત જ્યારે વિશેષણ વાપરવાની ઇચ્છા થાય ત્યારે જ માત્ર મને પૂછવાનું. ભાષામાં વિશેષણનું કેટલું મહત્ત્વ છે અને કેવી છૂટથી આપણે વિશેષણોને વાપરી વાપરીને બુઠ્ઠાં નકામાં કરી દેતાં હોઈએ છીએ એની આ રાજ્યના વડાને બરાબર ખ્યાલ હતો. એટલું જ નહીં, ભાષામાં બધું જ ચાલી શકે છે, ભાષાનો વ્યવહાર વિશેષણ વગર પણ ચાલી શકે છે પણ વિશેષણ ગમે તે ન ચાલી શકે એવો રાજ્યના વડાને મન વિશેષણનો મહિમા હતો. વિશેષણની સાથે એક જબરું ઔચિત્ય સંકળાયેલું છે, કદાચ એથી જ આપણા જાણીતા કવિ લાભશંકર ઠાકરને લાગ્યું. છે કે વિશેષણની ચાદર ઓઢીને શબ્દો ઊંઘી જાય છે. પણ આની સામે, વિશેષણથી કેટલીકવાર શબ્દોને જગાડી મુકવાના કિસ્સા પણ બન્યા છે. માત્ર શબ્દોને કેમ, આપણને પણ જગાડી મૂકવાના કિસ્સા બન્યા છે. એવો એક નોંધપાત્ર કિસ્સો પુષ્ટિસંપ્રદાયના વલ્લભાચાર્યે રચેલા ‘મધુરાષ્ટક’માં બન્યો છે. આખું ભક્તિકાવ્ય ‘મધુરું ‘મધુર’નાં વિશેષણોથી ઊભરાય છે. આ કોઈ જ્ઞાનમાર્ગ કે યોગમાર્ગની રચના નથી. જ્ઞાન હંમેશા નારિયેળની કાચલી જેવું કઠણ અને શુષ્ક રહેવાનું. યોગ નારિયેળના ગર્ભની જેમ સપ્રમાણ અને ચુસ્ત રહેવાનો પણ ભક્તિ તો નારિયેળ ભીતરના પાણીની જેમ છલકાવાની જ. ઊભરાવું કે છલકાવું એ પ્રેમ કે ભક્તિનું લક્ષણ છે. પહાડોમાંથી પસાર થતાં હોઈએ ને ઓચિંતું કોઈ પહાડો વચ્ચેથી ખીણનું દૃશ્ય ખૂલે તો આપણે ‘સુન્દર’ ‘સુન્દર' એમ બે કે ત્રણવાર બોલી ઊઠવાના. શરદપૂનમના ઊગતા ચન્દ્રને જોઈને આપણે ‘અદ્ભુત’ ‘અદ્ભુત' કેટલીય વાર બોલવાના. સુન્દરને જોઈને જે પ્રેમ ઊભરે છે તે પ્રકૃતિનો હોય કે આરાધ્ય શ્રીકૃષ્ણ અંગેનો હોય, વિશેષણોથી આપણે ભરાઈ જઈએ છીએ. ખરી વાત તો એવી હોય છે કે આપણને કશોક અપૂર્વ અનુભવ થતો હોય છે પણ એને પ્રગટ કરવા માટે આપણી પાસે શબ્દો કે ભાષા હોતાં નથી, એટલે ગૂંગળાઈને કે મૂંઝાઈને આપણે ઉપરાઉપરી એકના એક વિશેષણને બેવડાવીએ છીએ, ત્રેવડાવીએ છીએ. અહીં પ્રકૃતિ નથી, પ્રકૃતિનું કોઈ દૃશ્ય નથી. અહીં વ્યક્તિ નથી, વ્યક્તિનું સૌન્દર્ય નથી. અહીં તો આરાધ્ય શ્રીકૃષ્ણ છે અને શ્રીકૃષ્ણનું અપૂર્વ, અલૌકિક સૌન્દર્ય છે. અહીં બેવડાવવાથી કે ત્રેવડાવવાથી કેમ ચાલે? અહીં તો એક નહીં, બે નહીં, પણ આઠ આઠ કડી સુધી ‘મધુર’ વિશેષણની હારની હાર છે. દરેક કડીમાં છ વાર ‘મધુર' વિશેષણને મૂક્યા પછી પણ શ્રીકૃષ્ણનું સૌન્દર્ય અધૂરું રહી ગયું હોય તેમ દરેક કડીને અંતે ‘મધુરાધિપતિનું બધું જ મધુર છે' એવી એક ટેક મૂકી છે અને આ ટેક પાછી આઠ કડીમાં આઠ વાર આવ્યા કરે છે. દરેક કડીમાં ‘મધુર’ વિશેષણનું આવું રટણ અને ટેકનું આવું પુનરાવર્તન — જાણે એક જબરું સંગીત ઊભું કરે છે. આઠ આઠ માત્રાનો ઠેકો લય દ્વારા એક સંમોહન રચે છે. એટલું જ નહીં ‘મધુરમ્'ના પુનરાવર્તનથી આખા કાવ્યમાં અનુસ્વાર વ્યાપી વળતાં એક મંત્ર ઊભો કરે છે. પહેલી કડી જુઓ : અધરં મધુરં વદનં મધુરં નયનં મધુરં સિતં મધુરમ્ / હૃદયં મધુરં ગમનં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ્ – અહીં પહેલી કડીમાં અધર, વદન, નયન, હાસ્ય, હૃદય અને ચાલ – એમ એક એક વસ્તુ મધુર છે એવું ગણાવ્યા પછી પણ કાંઈ ઓછું રહી જતું હોય એમ કવિ ઉમેરે છે કે ‘મધુર’ ખરું જ પણ વિશેષણનો પ્રભાવ નામ સુધી પહોંચીને નામને પણ મધુર સાથે જોડે છે. આવું દરેક કડીમાં કવિ કૃષ્ણની એક એક વસ્તુની મધુરતાને ઓળખાવતા જાય છે, એમાં કૃષ્ણની વેણુનો અને રેણુનો, કૃષ્ણના કર અને ચરણનો, કૃષ્ણના નૃત્યનો અને કૃષ્ણના સભ્યનો નવો અનુભવ થાય છે. પણ નવાઈની વાત તો એ છે કે શ્રીકૃષ્ણનું તો બધું મધુર હોય પણ શ્રીકૃષ્ણ મધુર હોવાને કારણે, યમુના, યમુનાના તરંગો, એનાં જલ, એનાં કમલો, ગોપીઓ, ગોવાળો અરે, સમગ્ર સૃષ્ટિ મધુર બની જાય છે. શ્રીકૃષ્ણની મધુરતાનો સૃષ્ટિ સુધી પહોંચતો વ્યાપ ભક્તિની ઉત્કટતાને સરસ રીતે રજૂ કરે છે. છેલ્લી કડીની ફેની ક્તિમાં સૃષ્ટિની મધુરતા જોયા પછી જે કાંઈ હતી કે જે કાંઈ ફળે છે તે પણ મધુર ન બની જાય તો જ આશ્ચર્ય! શ્રીકૃષ્ણનો મધુર અનુભવ સૃષ્ટિના દલિત ફલિત’ સ્વરૂપના દર્શન સુધી પહોંચીને રહે છે. ‘મધુરાષ્ટક’માં ભક્તિમાર્ગની એક ઉત્કટ પ્રેમછોળનો અનુભવ છે. આવા ‘મધુરાષ્ટક’નું દરરોજનું પારાયણ યાંત્રિક હોવાથી અને દરરોજની વિધિનો ભાગ હોવાથી કાં તો એની મધુરતા સુધી પહોંચતા દેતું નથી અને કાં તો અતિ પરિચયથી એની મધુરતાને લોપીને બેઠું હોય છે. આ બંનેની પાર નીકળીને ‘મધુરાષ્ટક'નો નવેસરથી