રચનાવલી/૧૪૬: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪૬. જલાવતની (મોહન કલ્પના) |}} {{Poem2Open}} ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ ને દિવસે ભારત આઝાદ તો થયો એનો આનંદ એના થયેલા ભાગલાની ચીસમાં જન્મતાવેંત ડૂબી ગયો છે. ભાગલાએ ધર્મઝનૂન, અત્યાચારો, બળાત્કારો અન...")
 
No edit summary
Line 18: Line 18:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૪૫
|next =  
|next = ૧૪૭
}}
}}

Revision as of 11:47, 8 May 2023


૧૪૬. જલાવતની (મોહન કલ્પના)


૧૫ ઑગસ્ટ ૧૯૪૭ ને દિવસે ભારત આઝાદ તો થયો એનો આનંદ એના થયેલા ભાગલાની ચીસમાં જન્મતાવેંત ડૂબી ગયો છે. ભાગલાએ ધર્મઝનૂન, અત્યાચારો, બળાત્કારો અને કરપીણ ખૂનરેજીથી લાશોના ઢગલેઢગલા ખડકી દીધા તેવી જ રીતે વતનની ધૂળમાં મૂળ નાખીને ઊગેલા જીવતામાણસોને વતનથી મૂળ સોંત ઉખેડીને જીવતા લાશ કરી મૂક્યા. ભારતના નવા-સવા શાસનને માથે શરણાર્થીઓ અને નિરાશ્રિતોને નવેસરથી ગોઠવવાનો બોજ અકલ્પ્ય હતો. માનવ-સંહાર અને માનવઉન્મૂલનની આ તાંડવલીલા વચ્ચે પાકિસ્તાનમાં પોતાનો સિંધપ્રદેશ છોડીને આવેલા સિંધીઓની કાળી વ્યથા માત્ર સિંધીઓ જ જાણે છે. આ સિંધી વિસ્થાપિતો પોતાની જન્મભૂમિ સિન્ધને છોડીને ભારતમાં આવી નવી પરિસ્થિતિમાં કેવી રીતે સમાધાન શોધે છે, કેવી રીતે ફરીને પોતાને બેઠા કરે છે, આજીવિકા ઊભી કરવાને, બાળકોના ભણતરને આગળ ચલાવવાને, સંતાનોના લગ્નવિવાહના સુખને સાકાર કરવાને અને દેશના ખૂણે ખૂણે જ્યાં જ્યાં ગયા ત્યાં ટકી રહેવાને કેવા પ્રયત્નો કરે છે તે કોઈથી અજાણ્યા નથી. ભારતનો ઇતિહાસ બતાવે છે કે ભારતના સિન્ધ પ્રદેશના સિંધીઓએ હાયમાં તલવાર લઈ કેટલાય વિદેશી હૂમલાઓને ખાળ્યા છે. પણ પછી જાણ્યું કે માત્ર તલવારથી ટકી નહીં શકાય તો સિંધીઓએ, કહેવાય છે કે, ત્રાજવું હાથમાં લઈ વેપાર માંડ્યો. અંગ્રેજોના વખતમાં કરાંચી ધીખતું બંદર હતું. ત્યાંથી સિંધીઓ વેપાર અર્થે દેશવિદેશની યાત્રાએ જતાં. કદાચ એ જ કારણે સિંધીઓ જ્યાં ગયા ત્યાં તરત જ પગભર થયા છે. પણ એમના મનના એકાન્તમાં વતનઝુરાપો કાયમ રહ્યો છે. નવા સિન્ધી નવલકથાકારોમાં મહત્ત્વનું નામ ધરાવનાર મોહન કલ્પનાએ દેશવિભાજન વખતની સિન્ધી પ્રજાની યાતનાને અને એમના વતન ઝુરાપાને પોતાની નવલકથા જલાવતની'માં વ્યક્ત કર્યાં છે. મુંબઈમાં પહેલાં ઉપનગર કલ્યાણ ખાતે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાનની લશ્કરી છાવણીઓ હતી. આ લશ્કરી છાવીઓમાં શરણાર્થી સિંધીઓને રાખવામાં આવેલા. પ્રારંભમાં નિર્દય અને લાલચુ વ્યવસ્થા વચ્ચે સિન્ધીઓની કેવી અવદશા થઈ એનું ચિત્ર તો આ ‘જલાવતની' નવલકથામાં છે જ, પણ એ સાથે પુનર્વાસિત સિન્ધીઓએ પોતાનાં ખંત અને પરિશ્રમથી ત્યાં ધંધા અને કારખાનાં ઊભાં કરી કઈ રીતે ‘સિન્ધુનગર’ ઊભું કર્યું એના પુરુષાર્થની જિકર પણ એમાં છે. એક રીતે જોઈએ તો લેખક મોહન પોતે જ આ નવલકથાનો નાયક છે. એટલે કે આ નવલકથામાં ઘણો બધો ભાગ આત્મકથાત્મક છે અને એથી વધુ અસરકારક પણ બન્યો છે. લેખક પ્રારંભમાં કહે છે કે ભારતીય નેતાઓની લાપરવાહી અને સિંધી નેતાઓની ભૂલથી આખો સિન્ધપ્રાન્ત પાકિસ્તાનમાં ચાલી જાય છે અને સિન્ધીઓને પોતાનું વતન હંમેશ માટે છોડવાનો વખત આવે છે. કરાંચીથી મુંબઈ ઊતરેલા આ બેવતન સિન્ધીઓનું કોઈએ સ્વાગત તો ન કર્યું પણ એને મોટો બોજ ગણ્યો. નાયક મોહન સહિત સિંધીઓને ઉપનગર કલ્યાણમાં વિશ્વયુદ્ધ વખતે લશ્કરી અહીં હતા એવે સ્થળે ઠાંસવામાં આવે છે. નાની નાની પતરા ઢાંકી ઓરડીઓમાં રહેતા આ સિંધીઓએ સિન્ધમાં બિલકુલ વરસાદ ન જોયેલો અને મુંબઈમાં વરસાદની હેલી જુએ છે ને ગભરાય છે. વરસાદના તોફાનમાં ઘણાનાં ઘરનાં પતરાં તૂટી પડે છે અને કલ્યાણકેન્દ્રમાં નાના મોટા સામાન સાથે સિન્ધીઓ ક્યાંક બીજે આશરો મળે એની રાહ જુએ છે. નાયક મોહન સિન્ધુ અને ગંગા બે બહેનો અને મા સાથે એવી જ રીતે આશરા વગરનો થઈ ગયો છે. મા પર પતરાની છત તૂટી પડતાં માને ઇસ્પિતાલમાં દાખલ કરી મોહન બીજા મકાન માટે ફોર્મ ભરવાને ઑફિસની હારમાં જોડાઈ જાય છે. ખાસ્સો મોડો આવેલો ક્લાર્ક મોહન પાસે રેફ્યુજી સર્ટિફિકેટ માગે છે તો મોહન કહે છે કે અરજી કરી છે પણ સર્ટિફિકેટ મળ્યું નથી. પોતાની તૂટીફૂટી અંગ્રેજીમાં મરાઠી ક્લાર્ક મોહનને કહી દે છે કે સર્ટિફિકેટ વિના એ કોઈ મદદ કરી શકે તેમ નથી. આ પછી પણ મોહન ઑફિસની બારી પાસેથી હટ્યો નહીં, તો ક્લાર્ક મોહનને ‘બેવકૂફ' કહે છે. બી.એ. થયેલો મોહન શરણાર્થી છે, પણ સ્વાભિમાની છે. ક્લાર્કને એ પાઠ ભણાવવા માગે છે, પણ બીજા શરણાર્થીઓની વિનંતિથી એ છેવટે ક્લાર્કના ઉપરી પાસે જવાનું પસંદ કરે છે. ઉપરી કેબિનમાં ન હોવાથી પટાવાળો મોહનનો પ્રવેશ રોકે છે. મોહન પટાવાળાને કહે છે કે સરકાર તારા સાહેબને શું પગાર નથી ચૂકવતી? તો, પટાવાળો સામે જવાબ આપે છે કે સાહેબ લોકોનો કોઈ સમય નથી હોતો. પગાર સરકાર ચૂકવે છે, તમે નથી ચૂકવતા. આ ઝઘડામાં હેડક્લાર્ક બહાર આવી મોહનને ‘મૂર્ખ' કહે છે. ત્યાં ઉપરી આવી પહોંચે છે, સમયસૂચકતા વાપરી ઉપરી મોહન પર બધો દોપ ઢોળવા માટે પોતાની પાસે ખુરશી પર બેસાડે છે અને કહે છે કે એને શરણાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ છે. મોહન કહે છે કે મને સહાનુભૂતિ નહીં પણ મકાન જોઈએ છે. ઉપરી કહે છે કે રેફ્યુજી સર્ટિફિકેટ સાથે અરજી કરી સાત દિવસ બાદ આવજો. મોહન પૂછે છે કે સાત દિવસ હું ક્યાં જાઉં? તો ઉપરી મોહનને કહે છે કે શરણાર્થી છો, કોઈપણ ઝાડ નીચે રાત ગુજારી શકો છો. સિન્ધથી ભાગેલા ત્યારે જનાબ જિનાને પૂછીને ભાગેલા કે કાં જઈએ? મોહનની આંખમાં તણખા ઝરે છે. ટેબલ પર મુઠ્ઠી પછાડી એ પૂછે છે કે આ સમયે હું હિન્દુસ્તાનમાં છું કે પાકિસ્તાનમાં? ઉપરી જવાબ આપે છે કે, ન હિન્દુસ્તાનમાં, ન પાકિસ્તાનમાં. ધોબીના કૂતરાની જેમ તમારું ઘર ન તો અહીં છે, ન તો ત્યાં છે. મોહન દૃઢતાથી જવાબ આપે છે કે ઇર્ષ્યાવશ તમે સિંધીઓને જીવવા ભટો ન દો પણ અમે પણ અમને મરવા નહીં દઈએ. આ પછી પાછો મોહન ઇસ્પિતાલમાં પહોંચે છે તો સરકારી ઇસ્પિતાલના ડૉક્ટરે પચાસ રૂપિયાના અભાવે પોતાની માને ઑક્સિજન વગરનો બાટલો મૂકીને મારી નાખી છે એની એને જાણ થાય છે. ડૉક્ટરને આ બાબતમાં મારપીટ કરતાં મોહનને સાત વર્ષની જેલની સજા થાય છે. પણ જેલમાં એની ડિગ્રી અને વર્તણૂંક જોઈ જેલરને સહાનુભૂતિ થાય છે. જેલર મિત્ર મારફતે ઇસ્પિતાલના ડૉક્ટરની લાંચની તપાસ કરાવે છે. ડૉક્ટર લાંચિયો સાબિત થાય છે અને મોહનનો તરફ છૂટકારો થાય છે. બહુ મહેનતને અંતે મોહન બહેનોને શોધી કાઢે છે, એનાં લગ્ન કરે છે અને પોતે મુખ્ય શિક્ષક તરીકે નોકરી કરે છે. હજી મોહનને લાગ્યા કરે છે કે હું મારા વર્તન માટે કુરબાન નથી થયો, પણ પોતાને માટે વતનને કુરબાન કર્યો છે. એની આ તીવ્ર પીડા એને ભારે ભીડ વચ્ચે પણ એકલો અને નોંધારો રાખે છે. સિન્ધીપ્રજાની મૂળસોત ઊખડી જવાની પીડાને અનુભવથી આલેખતી આ નવલકથા વાચકને પણ એ પીડાનો ભાગીદાર બનાવે છે.