રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૪૪. આકાશનો ફોટો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૪. આકાશનો ફોટો|}} {{Poem2Open}} નાનકડી પૂર્વા એનાં એનાં પપ્પા-મમ્મ...")
 
No edit summary
Line 20: Line 20:
જતીને કહ્યું: પૂર્વા, તેં પાડેલો ફોટો છપાઈને આવ્યો! જો આ!
જતીને કહ્યું: પૂર્વા, તેં પાડેલો ફોટો છપાઈને આવ્યો! જો આ!

પૂર્વા એ ફોટો લઈને ભાગી. સીધી ગૌરવની પાસે પહોંચી જઈને કહે: જો, મેં કેવો ફક્કડ ફોટો પાડ્યો છે! બદરીનાથનો છે.
પૂર્વા એ ફોટો લઈને ભાગી. સીધી ગૌરવની પાસે પહોંચી જઈને કહે: જો, મેં કેવો ફક્કડ ફોટો પાડ્યો છે! બદરીનાથનો છે.

ગૌરવે ફોટો જોઈને કહ્યું: આમાં નથી ઝાડ, નથી પહાડ, નથી નદી, નથી માણસ — આ શાનો ફોટો છે?
ગૌરવે ફોટો જોઈને કહ્યું: આમાં નથી ઝાડ, નથી પહાડ, નથી નદી, નથી માણસ — આ શાનો ફોટો છે?
Line 27: Line 27:

{{Right|[સડેલી કેરી]}}
{{Right|[સડેલી કેરી]}}
 
<br>
{{Right|વિશ્વલોકકથા-ભંડાર: વિવિધ દેશોની લોકકથાઓનું વાર્તા-રૂપાંતર}}
{{Right|વિશ્વલોકકથા-ભંડાર: વિવિધ દેશોની લોકકથાઓનું વાર્તા-રૂપાંતર}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 12:38, 28 April 2022

૪૪. આકાશનો ફોટો

નાનકડી પૂર્વા એનાં એનાં પપ્પા-મમ્મીની સાથે બદરીનાથ ગઈ હતી.

એના પપ્પા જતીનને ફોટા પાડવાનો શોખ એટલે એ બધે ફોટા પાડ્યા કરે.

પૂર્વા કહે: હુંય ફોટા પાડું.

જતીને કૅમેરા એના હાથમાં મૂકીને કહ્યું: લે, પાડ ફોટો!

જતીનની જેમ જ પૂર્વા કૅમેરા નાક સામે ધરી ઝીણી આંખ કરી જોવા લાગી. પછી ચપ દઈને એણે ચાંપ દાબી.

કહે: ફોટો પડી ગયો!

બધાં અમદાવાદ પાછાં આવ્યાં. ફિલ્મનો રોલ ધોવાઈને આવ્યો. સાથે બધા ફોટાઓની છબીઓ પણ આવી. એમાં એક છબી કોરા કાગળ જેવી હતી.

જતીને કહ્યું: પૂર્વા, તેં પાડેલો ફોટો છપાઈને આવ્યો! જો આ!

પૂર્વા એ ફોટો લઈને ભાગી. સીધી ગૌરવની પાસે પહોંચી જઈને કહે: જો, મેં કેવો ફક્કડ ફોટો પાડ્યો છે! બદરીનાથનો છે.

ગૌરવે ફોટો જોઈને કહ્યું: આમાં નથી ઝાડ, નથી પહાડ, નથી નદી, નથી માણસ — આ શાનો ફોટો છે?

પૂર્વા બોલી: એ તો છે ને, મેં આકાશનો ફોટો પાડ્યો છે!

[સડેલી કેરી]
વિશ્વલોકકથા-ભંડાર: વિવિધ દેશોની લોકકથાઓનું વાર્તા-રૂપાંતર