રવીન્દ્રપર્વ/૧૦૮. કી પાઇ નિ તારિ

૧૦૮. કી પાઇ નિ તારિ

શું પામ્યો નથી તેનો હિસાબ મેળવવા મારું મન રાજી નથી. આજે હૃદયની છાયામાં ને પ્રકાશમાં બંસી બજી ઊઠે છે. મેં આ ધરણીને ચાહી હતી એથી જ સ્મૃતિ ફરી ફરીને મારા મનમાં જાગે છે. કેટલીયે વસન્તે દક્ષિણાનિલે મારી છાબ ભરી દીધી છે. નયનનાં જળ ઊંડે, હૃદયના ગહન સ્તરે, રહ્યાં છે. વેદનાના રસથી ગુપ્ત રીતે સાધનાને સફળ કરે છે. કદી કદી તાર તૂટ્યા હતા ખરા, એટલા સારુ કોણ હાહાકાર કરે, તોય સૂર વારે વારે સધાયો હતો તે જ આજે યાદ આવે છે. (ગીત-પંચશતી)