રવીન્દ્રપર્વ/૧૦. હે દૂર થકીયે દૂર

૧૦. હે દૂર થકીયે દૂર

હે દૂર થકીયે દૂર, હે નિકટતમ
જ્યહીં છે નિકટે તું ત્યાં તને ગણું મમ,
જ્યહીં છે સુદૂરે તું ત્યાં મને માનું તવ
પાસે તું રે’ નાના ભાવે નિત્ય નવ નવ
સુખદુ:ખે જનમેમરણે. તવ ગાન
જલસ્થલશૂન્યથકી કરે છે આહ્વાન
મને સર્વ કર્મમાંહિ — બજે ગૂઢ સ્વરઢ્ઢ
પ્રહરે પ્રહરે ચિત્તકુહરે કુહરે
તારો એ મંગલમંત્ર.
તું છે દૂર જ્યહીં
ત્યહીં આત્મા લુપ્ત કરી સર્વ તટભૂમિ ત્યહીં
તારા એ નિ:સીમમાંહિ પૂર્ણાનન્દભર્યો
કરી દિયે પોતાનું જ નિ:શેષ અર્પણ
પાસે આત્માતટિનીનો તું છે કર્મતટ
દૂરઢ્ઢ તું છે શાન્તિસિન્ધુ અનન્ત ગભીર
(નૈવેદ્ય)

વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪