રવીન્દ્રપર્વ/૧૩૭. ચક્ષે આમાર તૃષ્ણા

૧૩૭. ચક્ષે આમાર તૃષ્ણા

મારી આંખમાં તૃષ્ણા છે, તૃષ્ણા મારી છાતીને વ્યાપીને રહી છે. હું વૃષ્ટિહીન વૈશાખનો દિવસ, મારા પ્રાણ સન્તાપથી બળી જાય છે. ગરમ હવામાં આંધી ઊઠે છે. એ મનને દૂર દૂર શૂન્યમાં દોડાવે છે. અવગુણ્ઠન ઊડી જાય છે. જે ફૂલ વનને પ્રકાશિત કરતાં તે કાળાં પડીને સુકાઈ ગયાં છે. ઝરણા આડે કોણે અન્તરાય ઊભો કર્યો છે? નિષ્ઠુર પાષાણથી બંધાયેલું એ દુ:ખના શિખરની ટોચે છે. (ગીત-પંચશતી)