રવીન્દ્રપર્વ/૨૧૬. બંગાળનાં લોકગીતો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૧૬. બંગાળનાં લોકગીતો|}} {{Poem2Open}} લોકગીતના વિષયના મુખ્ય બે વિ...")
 
No edit summary
 
Line 22: Line 22:
એ જે હોય તે, ખાસ કહેવાનું એટલું જ કે હરગૌરી અને કૃષ્ણરાધાની કથા તો આપણા ઘરઘરની કથા છે, એ હરગૌરીની કથામાં આપણા બંગાળ દેશની એક મોટી મર્મકથા રહેલી છે. કન્યા આપણા ઘરનો એક મોટો બોજો છે. કન્યાદાનના જેવી બીજી મોટી જવાબદારી એકે નથી. ‘કન્યાપિતૃત્વં ખલુ નામ કષ્ટમ્ /’ સમાજના અનુશાસને નક્કી કરેલી વય તથા સંકીર્ણ સમૂહમાં કન્યાને આપણે ફરજિયાત પરણાવવાની રહે છે. ને વળી આ પ્રકારની કન્યાપક્ષની કૃત્રિમ લાચારીને કારણે વરનો દર અત્યન્ત વધતો જાય છે. વરનાં રૂપગુણ કે અર્થસામર્થ્યનું પછી બહુ પ્રયોજન રહેતું નથી. કન્યાને અયોગ્ય પાત્રને સમર્પણ કરી દેવી એ તો આપણા સમાજની નિત્યનૈમિત્તિક દુર્ઘટના બની રહી છે. આને કારણે થતી દુશ્ચિન્તા, અનુતાપ, અશ્રુપાત, જમાઈના પરિવાર સાથેનો વિરોધ, પિતૃકુળ અને પતિકુળની વચ્ચે લટકતી બાલિકાની તીવ્ર મનોવેદના તો ઘરઘરની સામાન્ય કથા બની ગઈ છે. એકાન્ન પરિવારમાં આપણે દૂરનાં ને નિકટનાં, એટલું જ નહીં પણ માત્ર નામનાં આત્મીયનેય જકડી રાખવા ઇચ્છીએ છીએ. કેવળ કન્યાને જ દૂર નાખવી પડે છે. જે સમાજમાં પતિપત્ની સિવાયના પુત્રપુત્રી વગેરે બધાં જ જુદા પડીને રહે છે તે સમાજને આપણી આ દુ:સહ વેદનાની કલ્પના સરખી ન આવી શકે. આપણા મિલનધર્મી પરિવારમાં આ જ એક માત્ર વિચ્છેદ છે. તેથી જ ફરી ફરીને હાથ પાછો એ ઘાના પર જ આવીને પડે છે. હરગૌરીની કથા બંગાળના એકાન્નપરિવારની પ્રધાન વેદનાની કથા છઢ્ઢ. શરદ્સપ્તમીના દિવસે આખાયે બંગદેશની ભિખારી વધૂ બની ચૂકેલી પુત્રી માતૃગૃહે આવે છે અને વિજયાદશમીને દિવસે એ ભિખારી ઘરની અન્નપૂર્ણા જ્યારે સ્વામીગૃહે પાછી ફરે છે ત્યારે સમસ્ત બંગાળની આંખે આંસુ છલકાઈ ઊઠે છે.

આ બધાં કારણોને લઈને હરગૌરીવિષયક ગ્રામલોકગીત એ વાસ્તવિક ભાવનું ગીત બની રહે છે. એ રચયિતાની અને શ્રોતૃવર્ગની પોતાની અંગત કથા છે. એ આખા કાવ્યમાં જમાઈની નિન્દા, પતિપત્નીનો કલહ અને ગૃહસંસારનું જે કાંઈ વર્ણન છે તેમાં રાજભાવ કે દેવભાવ જેવું રજમાત્ર નથી. એમાં તો બંગાળના ગામડાંની ઝૂંપડીનાં પ્રાત્યહિક દૈન્ય અને ક્ષુદ્રતાનું જ આખું પ્રતિબિમ્બ ઝીલાયું છે. એમાંના કૈલાસ અને હિમાલયને આપણા પાનાપુકુરના ઘાટ આગળ ખડા કરી દેવામાં આવ્યા છે અને એમાંની શિખરરાજિને આંબાવાડિયાંથી ઊંચું માથું કરીને ઊભા રહેવાની છૂટ નથી. જો એઓ પોતાનું અભ્રભેદી રૂપ ધારણ કરવાનો પ્રયત્ન સરખો કરે તો બંગાળના ગામડામાં એનું કશું સ્થાન ન રહે.

{{Right|વાણી: વૈશાખ-જેઠ ૨૦૦૪}}
{{Right|વાણી: વૈશાખ-જેઠ ૨૦૦૪}}<br>
(વાણીના આ અંકમાં નોંધ હતી કે આ લેખમાળા ક્રમશ: પ્રગટ થશે પણ પછી એમ થયું નથી. કોઈએ આ અનુવાદ પૂરો કરવા જેવો છે. શિ.પં.)

{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits